6.5 કરોડ નોકરીયાત માટે ખુશખબરી, આ વખતે PF ખાતામાં આવશે વધારે પૈસા, EPFOએ આપી જાણકારી

6.5 કરોડ નોકરીયાત માટે ખુશખબરી

pf account- ઇપીએફઓએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પીએફ વ્યાજને (PF interest rate) લઇને મહત્વની જાણકારી આપી

  • Share this:
    નવી દિલ્હી : 6.5 કરોડ નોકરીયાત (Employee’s)લોકો માટે મોટી ખુશખબરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના (EPFO)6 કરોડ ખાતાધારક ઘણા સમયથી એ આશામાં હતા કે જુલાઇના અંતમાં પીએફના પૈસા ખાતામાં (pf account)ટ્રાન્સફર થઇ જશે. જોકે 31 જુલાઇ સુધી EPFOએ પૈસા ટ્રાન્સફર કર્યા નથી. જોકે ખબર છે કે પીએફ ખાતાધારકો (PF Account Holders)ને PFના પૈસા આ મહિનામાં ઓગસ્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ઇપીએફઓએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પીએફ વ્યાજને (PF interest rate) લઇને મહત્વની જાણકારી આપી છે.

    EPFOએ શું કહ્યું ?

    ટ્વિટર પર એક ખાતાધારકે EPFOને ટેગ કરીને સવાલ પૂછ્યો હતો કે ક્યારે ઇપીએફઓ (EPFO)તરફથી વ્યાજના પૈસા ટ્રાન્સફર કરાશે. જેના પર ઇપીએફઓએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી રિપ્લાય કર્યો છે કે જ્યારે પણ વ્યાજ ખાતામાં ક્રેડિટ કરવામાં આવશે, આ એક સાથે જમા કરવામાં આવશે અને પૂરા પૈસા આપવામાં આવશે. કોઈને પણ વ્યાજને લઇને નુકસાન થશે નહીં. જોકે EPFOએ એ નથી જણાવ્યું કે વ્યાજના પૈસા ક્યારે PF ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકારે 2020-21ના વર્ષ માટે 8.5 ટકા વ્યાજની મંજૂરી આપી છે.

    આ પણ વાંચો - એક વખત કરો માત્ર 5000 રૂપિયાનું રોકાણ, દર મહીને આરામથી થશે 50,000ની કમાણી

    અહીં ચેક કરો બેલેન્સ

    જો તમારો UAN નંબર EPFOની પાસે રજિસ્ટર્ડ છે તો તમને તમારા PFના બેલેન્સની જાણકારી મેસેજ દ્વારા મળી જશે. આ માટે તમારે 7738299899 નંબર પર EPFOHO લખીને મેસજ મોકલવો પડશે. તમારા PFની જાણકારી મેસેજ દ્વારા મળી જશે. આ સિવાય તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસકોલ આપશો તો પણ મળી જશે. આ પછી EPFOના મેસેજ દ્વારા PFની ડિટેલ મળી જશે.

    EPFO દ્વારા કઇ રીતે ઓનલાઇન પૈસા ટ્રાન્સ્ફર કરવા

    1. યુનિફાઇડ મેમ્બર પોર્ટલ (Unified Member Portal) પર જઇ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને પાસવર્ડ એન્ટર કરો.
    2. ઓનલાઇન સર્વિસ પર જઇ વન મેમ્બર-વન ઇપીએફ એકાઉન્ટ પર ક્લિક કરો.
    3. પર્સનલ ઇન્ફોર્મેશન અને હાલની નોકરીનું PF Account વેરીફાઇ કરો
    4. ગેટ ડિટેઇલ્સ પર ક્લિક કરો. તમારી છેલ્લી જોબની પીએફ એકાઉન્ટ ડિટેઇલ્સ દેખાશે.
    5. ફોર્મને ચકાસવા માટે પ્રિવીયસ એમ્પ્લોયર અથવા કરન્ટ એમ્પ્લોયર પસંદ કરો.
    6. ગેટ ઓટીપી પર ક્લિક કરો અને તમને UAN રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી મળશે. અહીં ઓટીપી દાખલ કરી સબમિટ પર ક્લિક કરો
    Published by:Ashish Goyal
    First published: