Home /News /business /આ વર્ષે 5G બનાવશે સૌથી મોટો રેકોર્ડ, 5G સ્માર્ટફોનના વેચાણમાં જબરો વધારો

આ વર્ષે 5G બનાવશે સૌથી મોટો રેકોર્ડ, 5G સ્માર્ટફોનના વેચાણમાં જબરો વધારો

5G સર્વિસના લોન્ચ વિશે અહેવાલ આવતાં જ 5G સ્માર્ટફોન ખરીદવામાં ઉછાળો

Surge in Demand For 5G Smartphones: દેશમાં 1 ઓક્ટોબરથી 5જી સેવાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને પીએમ મોદી 1 તારીખે આ સેવા લોન્ચ કરી શકે છે તેવા અહેવાલો સમાચારોમાં આવ્યા બાદથી જ લોકોમાં 5G સ્માર્ટફોન ખરીદવાનો ક્રેઝ વધ્યો છે અને સ્માર્ટફોન બનાવતી કંપનીઓએ પોતાના ફોનના વેચાણમાં મોટો ઉછાળો નોંધ્યો છે.

વધુ જુઓ ...
    અસીમ મનચંદા, નવી દિલ્હીઃ દેશમાં જેની બહુ ઉત્કંઠા સાથે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે તે 5G સેવાનો વડાપ્રધાન મોદી 1 ઓક્ટોબરે પ્રારંભ કરાવશે. આ સર્વિસ શરું થવાના અહેવાલો આવતાં જ તહેવારોની સિઝનમાં મોબાઈલ હેન્ડસેટનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. 5G સેવાઓ શરૂ થાય તે પહેલા લોકો 5G હેન્ડસેટની ખરીદી કરી રહ્યા છે. કંપનીઓને આશા છે કે મોબાઈલ હેન્ડસેટનું વેચાણ આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખશે.

    આ પણ વાંચોઃ કેવું છે આ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું મ્યુચ્યુઅલ ફંડ? શું તમારે રોકાણ કરવું જોઈએ?

    ભારતમાં 1 ઓક્ટોબરથી 5G સેવાઓ શરૂ થશે. લોકોએ અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ દેશમાં તહેવારોની સીઝન શરું છે અને આ સાથે જુદા જુદા ઓનલાઈન અને ઓફલાઈન સેલ પણ શરું છે. આ સમયે લોકો તહેવારોમાં તેમના મોબાઈલ હેન્ડસેટ બદલવા પર વધુ ભાર આપી રહ્યા છે. ખાસ કરીને 5G હેન્ડસેટની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. સ્માર્ટફોન બનાવતી કંપનીઓ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઓફરની ભરમાર વચ્ચે કંપનીઓને આશા છે કે આ વખતે મોબાઈલ હેન્ડસેટનું વેચાણ તમામ રેકોર્ડ તોડી નાખશે.

    આ પણ વાંચોઃભારે દબાણ વચ્ચે પણ સું આજે બજારમાં તેજી દેખાશે? રોકાણકારો કેમ બુલિશ બન્યા?

    મહત્વનું છે કે દેશમાં 5G સેવાઓ ભારતમાં 1લી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા જ લોકોએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે તહેવારોમાં લોકો મોબાઈલ હેન્ડસેટ બદલવા પર વધુ ભાર આપી રહ્યા છે. ખાસ કરીને 5G હેન્ડસેટની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. સ્થિતિ એ છે કે તહેવારો નિમિત્તે જુદા જુદા ઓનલાઈન પ્લેટફોર્મ પર સેલની શરુઆત થતાં જ સેમસંગે પ્રથમ દિવસે 1000 કરડો રુપિયાના કુલ 12 લાખ હેન્ડસેટ વેચ્યા છે. કંપનીને આશા છે કે આ તહેવારોની સિઝનમાં કંપનીનો બિઝનેસ 30%ના દરે વધશે. તેમ સેમસંગ ઈન્ડિયાના પેમેન્ટ એન્ડ એપ બિઝનેસના હેડ મનસ્વી વેધેરાએ જણાવ્યું હતું.

    ગ્રાહકોને આકર્ષવા માટે, આ વખતે કંપનીઓ મોબાઇલ હેન્ડસેટ પર 17 થી 60% સુધીની ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે. સેમસંગ ઉપરાંત બાકીની કંપનીઓ પણ અપેક્ષા રાખે છે કે આ વર્ષે તહેવારો દરમિયાન મોબાઇલ હેન્ડસેટનું વેચાણ પાછલા વર્ષોની સરખામણીમાં 40 થી 50 ટકાના દરે વધશે અને ખાસ કરીને 5G હેન્ડસેટની માંગ વધશે.



    સ્માર્ટફોન બનાવતી કંપની રિયલમીએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે મોબાઈલ હેન્ડસેટના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આ વર્ષે નાના શહેરોમાંથી મોબાઈલ હેન્ડસેટની ભારે માંગ છે અને તેનું વેચાણ તમામ રેકોર્ડ તોડી નાખશે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: 5G in India, 5G Smartphone, Business news

    विज्ञापन
    विज्ञापन