Home /News /business /5G Services Launch: 5G આવવાથી કઇ રીતે થશે લોકોનું જીવન પરીવર્તન, જાણો એક ક્લિકમાં બધું જ

5G Services Launch: 5G આવવાથી કઇ રીતે થશે લોકોનું જીવન પરીવર્તન, જાણો એક ક્લિકમાં બધું જ

5G આવવાથી કઇ રીતે થશે લોકોનું જીવન પરીવર્તન, જાણો એક ક્લિકમાં બધું જ

5G Technology Launch in India: પીએમ નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરના રોજ 5જી સર્વિસ લોન્ચ કરશે. આ સર્વિસ લોન્ચ થતાં જ લોકોના જીવનમાં અનેક ફેરફાર આવી શકે છે. અત્યારે જ લોકો તહેવારોની સીઝનના સેલનો લાભ ઉઠાવીને પોતાના જૂના ફોનના બદલે નવા 5જી ફોન તરફ વળી રહ્યા છે. જોકે 5જી સર્વિસમાં ડેટા પ્લાન હાલના 4જીથી થોડા મોંઘા હશે પરંતુ ભારતમાં આ અંતર ઘણું ઓછું રહી શકે છે.

વધુ જુઓ ...
ઇન્ટરનેટ (Internet) એક એવી પ્રાથમિક જરૂરિયાત બની ચૂક્યું છે કે આજે તેના વગર આપણે જીવનની કલ્પના પણ કરી શકતા નથી. ટેક્નોલોજી (Technology) ક્ષેત્રે થઇ રહેલા દૈનિક વિકાસે ઇન્ટરનેટની સ્પીડ (internet Speed)માં પણ વધારો કર્યો છે. 3G, 4G બાદ હવે 5G ટેક્નોલોજી (5G Technology) દેશભરમાં આજકાલ ચર્ચાનો મુદ્દો છે. સરળ શબ્દોમાં કહીએ તો 5Gએ સૌથી આધુનિક સ્તરનું નેટવર્ક (Advance Network) છે, જે અંતર્ગત ઇન્ટરનેટ સ્પીડ સૌથી ઝડપી (Internet Speed in 5G) હશે. તેની વિશ્વસનીયતા ઉંચી હશે અને તેમાં પહેલા કરતા વધુ નેટવર્કને હેન્ડલ કરવાની ક્ષમતા હશે. 5G વિશેની સૌથી અગત્યની બાબત એ છે કે તે નીચા ફ્રિક્વન્સી બેન્ડ્સથી લઈને ઉચ્ચ બેન્ડ્સ સુધીના વેવ્સમાં કામ કરશે. એટલે કે, તેનું નેટવર્ક વધુ વિસ્તૃત અને હાઇ-સ્પીડ હશે.

આ પણ વાંચોઃ સોનું ચાંદીમાં ઘટાડો યથાવત, ચાંદી 55 હજાર નીચે પહોંચી ગયું

અન્ય જનરેશન અને 5G વચ્ચે તફાવત


મોબાઇલ નેટવર્કની પાછલી જનરેશનમાં 1G, 2G, 3G અને 4Gનો સમાવેશ થાય છે.

ફર્સ્ટ જનરેશન - 1G


1980ના દાયકામાં 1Gએ એનાલોગ વોઇસ આપતું હતું.

સેકન્ડ જનરેશન - 2G


1990ના દાયકાની શરૂઆતમાં 2G દ્વારા ડિજિટલ વોઇસ (CDMA- કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ) રજૂ કર્યો હતો.

થર્ડ જનરેશન – 3G


2000ના દાયકાની શરૂઆતમાં 3જી (3G) મોબાઇલ ડેટા લાવ્યું હતું (ઉદા. CDMA2000).

ફોર્થ જનરેશન – 4G LTE


2010ના દાયકામાં 4G LTEએ મોબાઇલ બ્રોડબેન્ડના યુગની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ ડેબિટ/ક્રેડિટ કાર્ડના નવા નિયમો: ટોકનાઇઝ કરવાના સ્ટેપ્સ અને જાણવા જેવી અન્ય સઘળી માહિતી

જ્યારે હાઇ સ્પીડ, રીલાયબિલીટી અને નહિવત વિલંબની સુવિધા સાથે 5G મોબાઇલ ઇકોસિસ્ટમને નવા ક્ષેત્રોમાં વિસ્તૃત બનાવશે. 5G દરેક ઉદ્યોગને અસર કરશે. જેમ કે, સલામત પરિવહન, દૂરસ્થ જગ્યાએ આરોગ્ય સંભાળ, કૃષિ, ડિજિટાઇઝ્ડ લોજિસ્ટિક્સ વગેરે.

ક્યાં થશે ઉપયોગ?


મોબાઇલ બ્રોડબેન્ડ – 5જી મોબાઇલમાં ઇન્ટરનેટની સ્પીડ વધારવની સાથે સમાન ડેટા રેટ, ઓછો વિલંબ, ઓછી કોસ્ટ-પર-બીટ સાથે VR અને AR જેવા અનુભવો પ્રદાન કરશે.

જટિલ સંદેશાવ્યવહાર - 5G નવી સેવાઓને સક્ષમ બનાવી શકે છે. જેમાં અતિ-વિશ્વસનીય, ઉપલબ્ધ, ઓછો વિલંબ ધરાવતી લિંક્સ જેવા કે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાહનો અને તબીબી પ્રક્રિયાઓના રિમોટ કન્ટ્રોલ જેવા ઉદ્યોગોને પરિવર્તિત કરી શકે છે.

મેસિવ loT -5Gનો અર્થ ડેટા રેટ, પાવર અને મોબિલિટીમાં ઘટાડો કરવાની ક્ષમતા દ્વારા લગભગ દરેક વસ્તુમાં મોટી સંખ્યામાં એમ્બેડેડ સેન્સર્સને એકીકૃત રીતે જોડવા એવો છે - જે અત્યંત સરળ અને ઓછા ખર્ચવાળા કનેક્ટિવિટી સોલ્યુશન્સ પૂરા પાડે છે.

આ પણ વાંચોઃ આગામી સમયમાં શેરબજારમાં થઇ શકે છે ઉથલપાથલ, જાણો રોકાણકારોએ શું કરવું

5G આવવાથી ઇન્ટરનેટ સ્પીડમાં શું ફેરફાર થશે?


યૂઝર્સને 4G કરતા 5Gમાં વધુ ટેક્નિકલ સુવિધાઓ મળશે. 4Gમાં ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ પ્રતિ સેકંડ 150 મેગાબાઇટ સુધી મર્યાદિત છે. 5Gમાં તે 10GB પ્રતિ સેકન્ડ સુધી જઈ શકે છે. યૂઝર્સ માત્ર થોડી સેકન્ડમાં જ મોટામાં મોટી ફાઇલ્સ ડાઉનલોડ કરી શકશે. 5Gમાં અપલોડ સ્પીડ પણ 1GB પ્રતિ સેકન્ડ સુધીની હશે, જે 4G નેટવર્કમાં માત્ર 50mbps સુધી જ છે. બીજી તરફ 4G કરતા 5G નેટવર્કનો વ્યાપ વધારે હોવાને કારણે તે સ્પીડ ઘટાડ્યા વગર ઘણા વધુ ડિવાઇસ સાથે કનેક્ટ થઇ શકશે.

શું ડેટા પ્લાન થશે મોંઘા?


વપરાશકર્તાઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 5G ઇન્ટરનેટ માટે ચૂકવવામાં આવતી કિંમત. ભારતમાં સ્પેક્ટ્રમની હરાજી થોડા સમય પહેલા જ પૂરી થઈ ગઈ હોવાથી ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં જ પોતાના પ્લાનની માહિતી આપી શકે છે. જોકે નવી ટેક્નોલોજી લાવવાના ખર્ચને કારણે 5G સર્વિસના ભાવ 4G કરતા વધારે હોવાનો અંદાજ છે. જોકે, ભારતમાં આ અંતર ઘણું ઓછું રહેવાની ધારણા છે, કારણ કે પાછલા વર્ષોમાં ભારતમાં ડેટાની કિંમત વિશ્વમાં સૌથી ઓછી રહી છે.

શું તમારા ઘરની બાજુમાં લાગશે ટાવર?


5Gની એક ખાસ વાત એ છે કે તેમાં એ જ રેડિયો ફ્રીકવન્સીનો ઉપયોગ કરવામાં આવશે, જેના પર હાલના મોબાઇલ ડેટા, વાઇ-ફાઇ અને સેટેલાઇટ કમ્યુનિકેશન ચાલી રહ્યા છે. એટલે કે ટેલિકોમ કંપનીઓ 5G નેટવર્ક માટે તમારા પાડોશમાં કોઇ વધારાના ટાવર લગાવશે નહીં.


શું 5Gના વપરાશ માટે લેવો પડશે નવો ફોન?


જી હાં, જો તમે નેટવર્કનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે 5Gને સપોર્ટ કરતો નવો સ્માર્ટફોન લેવો પડશે. આજકાલ માર્કેટમાં ઘણા 5G સપોર્ટેડ ફોન્સ લોન્ચ થઇ ચૂક્યા છે.

આ 10 દેશોમાં છે સૌથી મોંઘુ 5G નેટવર્ક


વિશ્વના એવા ઘણા દેશો છે, જ્યાં લોકો 5Gનો વપરાશ કરી રહ્યા છે. જેમાં અમુક દેશો વિશ્વમાં સૌથી મોંઘી 5G સર્વિસ પૂરી પાડી રહ્યા છે. જેમાં અનુક્રમે ચીન, સાઉથ કોરિયા, અમેરિકા, સ્પેન, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, ઈટલી અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે.
Published by:Mitesh Purohit
First published:

Tags: 5G in India, 5G Smartphone, Business news, પીએમ નરેન્દ્ર મોદી

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन