Home /News /business /5G Services Benefits: 5G એટલે શું? મનોરંજન, હેલ્થ, ઇકોનોમી અને શિક્ષણને સહિતના સેક્ટરને 5Gથી શું ફાયદો થશે?

5G Services Benefits: 5G એટલે શું? મનોરંજન, હેલ્થ, ઇકોનોમી અને શિક્ષણને સહિતના સેક્ટરને 5Gથી શું ફાયદો થશે?

5G એટલે શું? મનોરંજન, હેલ્થ, ઇકોનોમી અને શિક્ષણને સહિતના સેક્ટરને 5Gથી શું ફાયદો થશે?

5G Service Benefits: છેલ્લા દોઢ દાયકામાં મોબાઈલ ડિવાઇસ અને મોબાઈલ નેટવર્ક બાબતે જોરદાર ક્રાંતિ આવી છે. ટેકનોલોજી આધુનિક થવા સાથે સસ્તી પણ થઈ ચૂકી છે. ત્યારે હવે આગામી 1 ઓક્ટોબરના દિવસે દેશમાં 5G સર્વિસ લોન્ચ થવા જઈ રહી છે. ત્યારે જાણી લો તેનાથી તમને શું ફાયદો થઈ શકે.

વધુ જુઓ ...
છેલ્લા દોઢ દાયકામાં મોબાઈલ ડિવાઇસ અને મોબાઈલ નેટવર્ક બાબતે જોરદાર ક્રાંતિ આવી છે. ટેકનોલોજી આધુનિક થવા સાથે સસ્તી પણ થઈ ચૂકી છે. એક સમયે લોકો 1G નેટવર્ક પર વાત કરતા હતા ત્યારે હવે 4G નેટવર્ક પણ જૂનું થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં ભારતમાં 5Gનું લોન્ચિંગ થવાનું છે અને આ લોન્ચિંગ વડાપ્રધાન મોદી દ્વારા થાય તેવી અપેક્ષા છે. 5Gના લોન્ચિંગ બાબતે અવારનવાર અહેવાલો પ્રકાશમાં આવે છે, ત્યારે અનેક લોકોને 5G એટલે શું? અને તેના ફાયદા શું છે? તે પ્રશ્ન થતો હશે. આજે અહીં તે અંગે માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ  5G આવવાથી કઇ રીતે થશે લોકોનું જીવન પરીવર્તન, જાણો એક ક્લિકમાં બધું જ

5G એટલે શું?


ઘણા લોકોએ 1G નેટવર્કવાળા ફોનનો પણ ઉપયોગ કર્યો હશે, ત્યારથી મોબાઇલ નેટવર્કમાં જબરદસ્ત ક્રાંતિ આવી છે. છેલ્લા એક દાયકામાં આ ટેક્નોલોજી સંપૂર્ણપણે બદલાઇ ગઇ છે. આજે દરેકની પાસે સ્માર્ટફોન છે. એક સમયે દુનિયાને 1G નેટવર્ક થકી જ વાયરલેસ ટેલિફોન એટલે કે મોબાઇલ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. હવે 5G વાયરલેસ મોબાઇલ ફોન ટેક્નોલોજીની 5મી જનરેશન છે. પહેલા લોકોએ 1G, 2G, 3G અને 4G નેટવર્કનો ઉપયોગ કર્યો છે. આગામી ટેકનોલોજી 5Gનું પૂરું નામ Fifth Generation Wireless છે.

અહીં ઉલ્લેખનીય છે કે, 4G એટલે કે Fourth-generation (4G) Long-Term Evolution (LTE) વાયરલેસ ટેકનોલોજીના સિગ્નલો આપણી પાસે આવે છે. જે રેડિયો તરંગો દ્વારા પ્રાપ્ત થાય છે, તેમને ટ્રાન્સમિટ કરવા માટે મોટા મોબાઇલ ટાવર્સ લગાવવામાં આવે છે, જ્યારે 5G વાયરલેસ સિગ્નલ ટ્રાન્સમિટ કરવા સ્મોલ સેલ સ્ટેશન બનાવવા પડશે.

આ પણ વાંચોઃ ખૂબ જ ઓછાં રોકાણમાં કરો આ બિઝનેસ, લાખો રુપિયા આવક અને સરકાર આપશે 90% સબસિડી

5Gને લો-બેન્ડ, મિડ-બેન્ડ અથવા હાઇ-બેન્ડ મિલિમીટર-વેવ 24 GHz સુધી 54 GHz સુધી લાગુ કરી શકાય છે. લો-બેન્ડ 5G એ 4G જેવી જ ફ્રીક્વન્સી રેન્જનો ઉપયોગ કરે છે, 600Mhz થી 900Mhz વચ્ચે, મિડ-બેન્ડ 5G 1.7GHz થી 4.7 GHz વચ્ચે mmWavesનો ઉપયોગ કરે છે અને હાઈ-બેન્ડ 5G 24-47 GHzની ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે.

5G નેટવર્કના ફાયદા


* 5G વાયરલેસ ટેકનોલોજીના ઉપયોગ થકી આપણે ઉચ્ચ મલ્ટિ જીબીપીએસ ડેટા ટ્રાન્સફર રેટ હાંસલ કરી શકીએ છીએ. તે બાકીની જનરેશન કરતા વધુ વિશ્વસનીય અને ઝડપી નેટવર્ક હશે. 5G દ્વારા વાયરલેસ બ્રોડબેન્ડ કનેક્શન પર ડેટા મલ્ટિ ગીગાબાઇટની ગતિ આપી શકે છે. આ ઝડપ 1 મિલી સેકન્ડ (એમએસ) અથવા તેનાથી ઓછી લેટન્સી આપે છે.

* 5G ટેકનોલોજી 4G કરતા વધુ સારા ઇન્ટરફેસ સાથે આવશે. 4Gમાં 150Mbps સુધીની મહત્તમ સ્પીડ મળે છે, જ્યારે 5Gમાં 10Gbps સુધીની ડાઉનલોડ સ્પીડ હોવાનું કહેવાય છે.

* 5G આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સ્પેસમાં પણ ઘણી તકો લાવશે, કારણ કે 5Gના કારણે વૈજ્ઞાનિકો તેમની સિસ્ટમમાં વધુને વધુ ડેટા પ્રોગ્રામ કરી શકશે, જેના પરિણામો અને ઉકેલો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Corporate Bonds : શું છે કોર્પોરેટ બોન્ડ્સ, તેમાં કેવી રીતે રોકાણ કરવું?

* 5Gના કારણે મનોરંજન ક્ષેત્રે બહોળી ક્રાંતિ આવશે. ઈન્ટરનેટ યુઝર્સ પળવારમાં ફિલ્મો અને અન્ય વસ્તુઓ ડાઉનલોડ કરી શકશે. ઉચ્ચ ગુણવત્તાવાળા અને ઝડપી ટીવી કાર્યક્રમો, મલ્ટિમીડિયા વગેરે જોઈ શકાશે.

* 5G થકી કૃષિ, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, ટ્રાફિક વ્યવસ્થાપન વગેરે તમામ ક્ષેત્રોમાં ક્રાંતિની અપેક્ષા છે. આ સાથે જ 5G ટેક્નોલોજીવાળી ડ્રાઇવરલેસ કારનું સપનું પણ સાકાર થવાની આશા છે.

* 5G ટેક્નોલોજી હેલ્થકેર, વર્ચ્યુઅલ રિયાલિટી, ક્લાઉડ ગેમિંગ માટે નવા દ્વાર ખોલશે.

* અત્યારે એલેક્સા અને ગૂગલ હોમ જેવા ડિવાઇસનું ચલણ વધ્યું છે. 5G સર્વિસ બાદ આવા અન્ય ડિવાઇસનો ટ્રેન્ડ પણ વધશે. આ ઉપરાંત માર્કેટમાં સિક્યોરિટીના નવા ડિવાઇસ આવી શકે છે.

* મેડિકલ ક્ષેત્રમાં 5Gનો ઉપયોગ કરી રોબોટની મદદથી સર્જરીની ટેકનિકને સરળ બનાવી શકાય છે.

આ પણ વાંચોઃ બજારના સતત ઘટાડા વચ્ચે આ સ્મોલ કેપ સ્ટોકમાં ભડકો, શેર રોકેટ થયા

* 4G નેટવર્ક આવ્યા બાદ પણ ઘણા વિસ્તારોમાં નેટવર્કને એક્સેસ નથી મળતું. 5G દ્વારા ટેલિકોમ કંપનીઓને પોતાના નેટવર્કની રેન્જ વધારવાનો વધુ એક રસ્તો મળશે.

* ક્વોલકોમના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 5G ટેક્નોલોજીએ વૈશ્વિક અર્થતંત્રને લગભગ 13.1 ટ્રિલિયન ડોલરનું ઉત્પાદન પૂરું પાડ્યું છે. તેના કારણે દુનિયાભરમાં લગભગ 22.8 મિલિયન નવી નોકરીની તકો વિકસિત થઈ રહી છે.

* દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. તેમજ ઈ-ગવર્નન્સનો વિસ્તાર થશે. કોરોના મહામારી બાદથી જે રીતે ઇન્ટરનેટ પર આપણી નિર્ભરતા વધી છે, તે જોતા 5જી દરેક વ્યક્તિના જીવનને વધુ સારું અને સરળ બનાવવામાં મદદ કરશે.* 4G સેલ્યુલર નેટવર્ક્સ ઘણીવાર ગીચ બની જાય છે, જેના પરિણામે જટિલ ડેટાને એક્સેસ કરવામાં વિવિધ સમસ્યાઓ આવે છે. જ્યારે 5G નેટવર્ક વધુ સારી ગતિ અને વધુ બેન્ડવિડ્થને કારણે યુઝર્સને સારી સુવિધા આપશે.
Published by:Mitesh Purohit
First published:

Tags: 5G in India, 5G Smartphone, Business news

विज्ञापन
विज्ञापन