Home /News /business /5G Service in India: 1 ઓક્ટોબરથી મુંબઈ, અમદાવાદ સહિત શરું થશે 5G સર્વિસ, PM મોદી કરશે લોન્ચ

5G Service in India: 1 ઓક્ટોબરથી મુંબઈ, અમદાવાદ સહિત શરું થશે 5G સર્વિસ, PM મોદી કરશે લોન્ચ

દેશમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને અમદાવાદ સહિતના શહેરોમાં ટૂંકમાં જ શરું થઈ શકે છે 5G સર્વિસ.

5G Service Launch in India: દેશમાં આખરે 5G સેવા શરું થવા અંગેની રાહ જોવાનો સમય પૂર્ણ થવામાં છે. પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ પીએમ મોદી આગામી 1 ઓક્ટોબરના દિવસે દેશમાં 5G સેવાઓ લોન્ચ કરી શકે છે.

    અસીમ માનચંદા, નવી દિલ્હીઃ દેશમાં આખરે 5G સેવા શરું થવા અંગેની રાહ જોવાનો સમય પૂર્ણ થવામાં છે. પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ પીએમ મોદી આગામી 1 ઓક્ટોબરના દિવસે દેશમાં 5G સેવાઓ લોન્ચ કરી શકે છે. ઓક્ટોબરથી દેશના અનેક શહેરોમાં 5G સેવાઓ મળવાનું શરું થઈ જશે. આ શેહોરમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને અમદાવાદ જેવા મેટ્રો શહેરો પ્રથમ તબક્કામાં હોઈ શકે છે. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાના અંતમાં યોજાયેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ દેશમાં દિવાળી પહેલા 5G સેવા લોન્ચ કરવા અંગેની જાહેરાત કરી હતી.

    આ પણ વાંચોઃ Expert Advice: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો

    આ દિવસથી દેશમાં શરું થશે 5G સર્વિસ


    CNBC Awaazના એક અહેવાલ મુજબ દેશમાં 5G સેવા શરુ થવા માટે રાહ જોવાનો સમય પૂરો થતો દેખાઈ રહ્યો છે. આગામી 1 ઓક્ટોબરે નવરાત્રીના તહેવારો દરમિયાન પીએમ મોદી દેશમાં 5G સર્વિસ લોન્ચ કરી શકે છે. જે બાદ ઓક્ટોબર મહિનામાં દેશના અનેક શહેરોમાં આ સેવાઓ શરું થશે. મહત્વનું છે કે Jio દ્વારા દેશના મેટ્રો શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને અમદાવાદમાં 5G સર્વિસના લોન્ચિંગની જાહેરાત બાદ ભારતી એરટેલે પણ 5G સર્વિસના લોન્ચ અંગે તૈયારીઓ કરી લીધી છે. એરટેલ દ્વારા વારાણસી, દિલ્હી અને બેંગલુરુમાં 5G સર્વિસ આપવા માટે તૈયારી કરી લીધી છે. જ્યારે Vodafone-Idea દ્વારા પણ કેટલાક પસંદગીના શહેરોમાં 5G સર્વિસ લોન્ચ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

    આ પણ વાંચોઃ ઘરે બેઠા શરૂ કરો મસાલાનો બિઝનેસ, ખૂબ જ નાના રોકાણમાં તગડી કમાણીના ચાન્સ; મળે છે સરકારી મદદ

    રિલાયન્સ  Jio દ્વારા દિવાળી પહેલા દેશમાં 5G લોન્ચ અંગે કરવામાં આવી હતી જાહેરાત


    તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ રિલયાન્સની AGMમાં જાહેરાત કરી હતી કે, "આગામી બે મહિના એટલે કે દિવાળી સુધી ભારતના અનેક શહેરોમાં 5G સેવા લોંચ કરીશું. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મેટ્રો સામેલ છે. દર મહિને અમે જિયો 5G નેટવર્કને આગળ વધારીશું. આજથી 18 મહિના પછી એટલે કે ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેર, તાલુકામાં અમારું 5G નેટવર્ક હશે." આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 'જિયો 5Gની વધુ એક રોચક સંભાવના અલ્ટ્રા-હાઈ-સ્પીડ ફિક્સ્ડ બ્રોડબેન્ડ છે. જેમાં તમને કોઈ તાર વગર ફાઇબર જેવી સ્પીડ મળશે, આથી તેનું નામ JioAirFiber છે. 5G સેવા ફક્ત અમુક શહેરમાં નહીં હોય, અમે આખા ભારતમાં તેને પહોંચાડવા માટે યોજના બનાવીશું.'
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: 5G in India, 5G Smartphone, PM Modi પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन