Home /News /business /

India 5G technology : સંપૂર્ણ સ્વદેશી 5G કૉલ્સનું સફળ પરીક્ષણ, સંચાર પ્રધાન અશ્વની વૈષ્ણવે IIT મદ્રાસ સાથે કરી વાત

India 5G technology : સંપૂર્ણ સ્વદેશી 5G કૉલ્સનું સફળ પરીક્ષણ, સંચાર પ્રધાન અશ્વની વૈષ્ણવે IIT મદ્રાસ સાથે કરી વાત

ભારતમાં 5જી કોલ્સનું સફળ પરીક્ષણ

India 5G technology : સંચાર પ્રધાન અશ્વની વૈષ્ણવે (Union Communications Minister Ashwani Vaishnav) 5જી વીડિયો કોલ્સ દ્વારા IIT મદ્રાસ (IIT Madras) સાથે કરી વાત કરી. આ વર્ષ સુધીમાં સમગ્ર દેશમાં 5G સેવા શરૂ થઈ જશે. તેની શરૂઆત સાથે, સેવાની ગુણવત્તાનો સમગ્ર લેન્ડસ્કેપ બદલાઈ જશે. આ સિવાય અનેક પ્રકારની નવી સેવાઓ ઉપલબ્ધ થશે

વધુ જુઓ ...
    India 5G technology :  કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વની વૈષ્ણવે (Union Communications Minister Ashwani Vaishnav) દેશની પ્રથમ 5G ટેક્નોલોજી (5G technology) આધારિત ઓડિયો અને વિડિયો કોલનું પરીક્ષણ કર્યું છે. આ કોલ ટેસ્ટિંગ દરમિયાન કરવામાં આવ્યો હતો, જે સંપૂર્ણ રીતે સફળ રહ્યો હતો. 5G કૉલ્સ સંપૂર્ણપણે સ્વદેશી નિર્મિત ટેક્નોલોજીથી કરવામાં આવ્યો છે. તેનું સમગ્ર નેટવર્ક ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. કોમ્યુનિકેશન્સ અને રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે Ku પર લખ્યું, IIT મદ્રાસ તરફથી 5G કૉલ્સનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. તેનું સમગ્ર એન્ડ-ટુ-ઇન્ટ નેટવર્ક ભારતમાં જ ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ બે દિવસ પહેલા 5G ટેસ્ટબેડ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે, તેમણે કહ્યું હતું કે 5G ટેસ્ટબેડ સમગ્ર ઉદ્યોગ અને દેશના સ્ટાર્ટઅપ્સને ટેકો આપશે.

    ભારતમાં બનેલી આખી દુનિયા માટે છે આ ટેક્નોલોજી

    NDTVના સમાચાર અનુસાર, 8 સંસ્થાઓએ મળીને 5G ટેસ્ટ બેડ ટેક્નોલોજી તૈયાર કરી છે. તેમાં IIT બોમ્બે, દિલ્હી, હૈદરાબાદ, કાનપુર, IISc બેંગ્લોર, સોસાયટી ફોર માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ (SAMEER) અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન વાયરલેસ ટેકનોલોજી (CEWiT) નો સમાવેશ થાય છે. રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે તેના પરીક્ષણ દરમિયાન કહ્યું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની સાચી તસવીર છે. તેમના વિઝનના કારણે દેશમાં 4G અને 5G ટેક્નોલોજીનો વિકાસ થયો. આ ભારતમાં બની છે અને સમગ્ર વિશ્વ માટે છે. આ ટેક્નોલોજીની વિશાળતાથી આપણે વિશ્વને જીતવું છે.

    આ પણ વાંચોGeneral Knowledge : ભારતમાં ક્યારે હોય છે સૌથી નાનો દિવસ? સરકારી ભરતીની પરીક્ષાઓ માટે ટોપ 10 GK સવાલો

    આ ટેક્નોલોજીથી $450 બિલિયનનો ફાયદો થશે

    એવું માનવામાં આવે છે કે, આ વર્ષ સુધીમાં સમગ્ર દેશમાં 5G સેવા શરૂ થઈ જશે. તેની શરૂઆત સાથે, સેવાની ગુણવત્તાનો સમગ્ર લેન્ડસ્કેપ બદલાઈ જશે. આ સિવાય અનેક પ્રકારની નવી સેવાઓ ઉપલબ્ધ થશે. તેના પરીક્ષણ પ્રસંગે ટ્રાઈના અધ્યક્ષ પીડી વાઘેલાએ જણાવ્યું હતું કે, આ ડિજિટલ ટેક્નોલોજી શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉર્જા અને અન્ય ક્ષેત્રોમાં સેવાની ડિલિવરીને સંપૂર્ણપણે બદલી નાખશે. લોકોને પહેલા કરતા વધુ ગુણવત્તાયુક્ત સેવા મળશે. આ 5G ટેસ્ટબેડનું ઉદ્ઘાટન 17 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ ટેક્નોલોજી વિકસાવવા માટે 220 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 5જી ટેસ્ટબેડ લોન્ચ કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ આત્મનિર્ભર ભારત તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું હતું કે, આગામી 15 વર્ષમાં 5G નેટવર્કથી દેશની અર્થવ્યવસ્થાને $450 બિલિયનનો ફાયદો થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 5G, 5G in India, 5G phone, 5G Smartphone, IIT Madras

    આગામી સમાચાર