59 Chinese Apps પર પ્રતિબંધથી કેવી રીતે ફાયદો થશે! સરકારે આપી પૂરી જાણકારી

News18 Gujarati
Updated: June 30, 2020, 9:10 PM IST
59 Chinese Apps પર પ્રતિબંધથી કેવી રીતે ફાયદો થશે! સરકારે આપી પૂરી જાણકારી
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું કહેવું છે કે, એપ પર પ્રતિબંધથી ભારતીય સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળશે અને તે ટૂંક સમયમાં શાનદાર સંસ્કરણ સાથે આવશે.

  • Share this:
નવી દિલ્હી : સૂચના પ્રસારણ મંત્રાલયે આઈટી એક્ટ એન્ડ રૂલ્સના સેક્શન 69A હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરતા 59 એવી એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જે એવી ગતિવિધીમાં સામેલ છે જે ભારતની સંપ્રભૂતા અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે હાનિકારક છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી કરોડો ભારતીય મોબાઈલ અને ઈન્ટરનેટ યૂઝર્સના હિતની રક્ષા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું કહેવું છે કે, એપ પર પ્રતિબંધથી ભારતીય સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળશે અને તે ટૂંક સમયમાં શાનદાર સંસ્કરણ સાથે આવશે. આ આત્મનિર્ભર ભારત તરફથી એક સારૂ પગલું છે.

અંગ્રેજીના બિઝનેસ સમાચારપત્ર ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર, આ પગલું ચીની એપ્સ પર અસર કરશે. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર, સામરિક દ્રષ્ટીથી જોઈએ તો, તેનાથી આર્થિક દબાણ પડશે. કેમ કે, આ એપ ભારતીય બજારો પર ખૂબ વધારે નિર્ભર હતા. કાયદાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો, પણ આ મજબૂત પલું છે કેમ કે, રાષ્ટ્રીય સુરક્ષાના આધારવાળા મામલાને કોર્ટમાં પડકાર આપવું ખૂબ મુશ્કેલ છે.

તે એ પણ કહે છે કે, શું ભારતીય એપ આ જરૂરતને પૂરી કરી શકે છે અથવા અમેરિકન એપ માર્કેટ શેર પર કબ્જો કરી લેશે. તો ભારતીય સોશિયલ એપ્સના રોકાણકારોનું કહેવું છે કે, ચીની એપ્સ પર પ્રતિબંધના કારણે પ્રતિસ્પર્ધામાં ઘટાડો થશે.

શેરચેટે સરકારના પગલાના વખાણ કર્યા છે - ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવવાના સરકારના નિર્ણયનો વ્યાપારી સંગઠન કેટ અને ઘરેલુ સોશિયલ મીડિયા એપ શેરચેટે સ્વાગત કર્યું છે. તેમણે આ નિર્ણયને સારો ગણાવી સમર્થ કર્યું છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સ (કેટ)ના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે એક નિવેદનમાં કહ્યું કે, આ અભૂતપૂર્વ પગલાથી કેટના 'ચીનનો બહિસ્કાર' અભિયાનને મજબૂત કરવામાં મદદ મળશે. આ અભિયાનમાં ભારતના સાત કરોડ વેપારી કેન્દ્ર સરકારની સાથે એકજૂટતાથી ઉભા છે.

ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એસોસિએશન ઓફ ઈન્ડીયા (ઈસ્પાઈ)એ પણ સરકારના આ નિર્ણયના વખાણ કર્યા છે. ઈનમોબાઈલ સમૂહના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી નવીન તિવારીએ કહ્યું કે, આ ડિઝિટલ આત્મનિ ક્ષણ છે જેના માટે મોટાભાગના ભારતીય સમર્થન આપવા ઉભા છે.
First published: June 30, 2020, 9:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading