Home /News /business /Budget 2023: 500 વંદે ભારત, 35 હાઇડ્રોજન ટ્રેન! આવનારું સામાન્ય બજેટ ભારતના વિકાસની ગતિ વધારશે

Budget 2023: 500 વંદે ભારત, 35 હાઇડ્રોજન ટ્રેન! આવનારું સામાન્ય બજેટ ભારતના વિકાસની ગતિ વધારશે

નાણાકીય વર્ષ 2023-24નું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે.

Budget 2023- રિપોર્ટ અનુસાર નાણામંત્રી રેલવે માટે 1.9 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવી શકે છે. આ દ્વારા, ભારત સરકાર તેના રોલિંગ સ્ટોક (ટ્રેન, કોચ અને વેગન)ના આધુનિકીકરણ, રેલવે ટ્રેકના સુધારણા અને વીજળીકરણ અને 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનના ટારગેટને હાલિલ કરવા માગે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ (બજેટ 2023) રજૂ કરશે. તમામ ઉદ્યોગો, ઉદ્યોગપતિઓ, કરદાતાઓ, નિષ્ણાતો વગેરે વિવિધ માધ્યમો દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટમાંથી તેમની અપેક્ષાઓ મોકલી રહ્યા છે. ભારતીય રેલવેને પણ આ બજેટથી ઘણી આશાઓ છે. આશા છે કે આ બજેટમાં વંદે ભારત ટ્રેન અને હાઈડ્રોજન ટ્રેનને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, આ બજેટમાં 35 હાઈડ્રોજન ઈંધણવાળી ટ્રેન, 400 થી 500 વંદે ભારત ટ્રેન, 4000 નવા ઓટો મોબાઈલ કેરિયર કોચ, 58000 વેગન ટ્રેનોને ભેટ મળી શકે છે. આ તમામને આગામી 3 વર્ષમાં પાટા પર ઉતારી શકાય છે.

    આ પણ વાંચોઃ મોટા સમાચાર: પીએમ મોદીએ કર્ણાટકને આપી 10,800 કરોડની ભેટ, અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યું

    રેલવેને મળી શકે છે 1.9 લાખ કરોડ રૂપિયાનું ફંડ


    રિપોર્ટ અનુસાર નાણામંત્રી રેલવે માટે 1.9 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવી શકે છે. આ દ્વારા, ભારત સરકાર તેના રોલિંગ સ્ટોક (ટ્રેન, કોચ અને વેગન)ના આધુનિકીકરણ, રેલવે ટ્રેકના સુધારણા અને વીજળીકરણ અને 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનના ટારગેટને હાલિલ કરવા માગે છે.

    રિપોર્ટમાં સૂત્રોને ટાંકવામાં આવ્યું હતું કે રોલિંગ સ્ટોક પ્રોગ્રામ માટે બજેટમાં જે જાહેરાત થવાની અપેક્ષા છે તે 3 વર્ષમાં પૂર્ણ થશે. આ માટે લગભગ 2.7 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે, જે અત્યાર સુધીના બજેટમાં સૌથી વધુ હશે. નવા યુગના રોલિંગ સ્ટોક ઉપરાંત, 100 વિસ્ટાડોમ કોચ બનાવવાની યોજના અને પ્રીમિયર ટ્રેનોના 1,000 કોચના નવીનીકરણનો પણ કાર્યક્રમમાં સમાવેશ કરી શકાય છે.


    31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે બજેટ સત્ર


    તમને જણાવી દઈએ કે, સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, જે દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ હાલમાં જ આ માહિતી આપી હતી. જોશીએ જણાવ્યું હતું કે સત્રમાં 27 બેઠકો થશે અને તે 6 એપ્રિલ સુધી ચાલશે. સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રહેશે. લગભગ એક મહિનાના વિરામ બાદ બજેટ સત્રનો બીજો તબક્કો 12 માર્ચથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Budget 2023, India budget, Indian railways

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन