Home /News /business /શું તમારી પાસે પણ 500 રૂપિયાની આવી નોટ છે? RBIએ આપી છે મહત્ત્વની જાણકારી

શું તમારી પાસે પણ 500 રૂપિયાની આવી નોટ છે? RBIએ આપી છે મહત્ત્વની જાણકારી

500ની ચલણી નોટ

જો તમારી પાસે ઉપર જણાવ્યા મુજબ આ 500 રૂપિયાની નોટ છે તો તમારે ગભરાવાની જરૂર નથી.

નવી દિલ્હી: આ દિવસોમાં હવે 2,000 રૂપિયા ((2000 Rupees Note) નોટો ભાગ્યે જ જોવા મળી રહી છે, આવી સ્થિતિમાં બેન્કો અને એટીએમમાંથી પણ સૌથી વધુ 500 રૂપિયાની (500 Rupees Note) નોટ વધારે પ્રમાણમાં મળી રહી છે. એટલે કે, હવે જો આપણે દેશની વર્તમાન મોટી નોટ વિશે વાત કરીએ, તો તેને 500ની નોટ કહી શકાય છે. તેથી આ સમાચાર દરેક માટે મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં 500 રૂપિયાની નોટ અંગેના એક સમાચાર સોશિયલ મીડિયા (Social media) પર એકદમ વાયરલ (Viral) થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 500 રૂપિયાની તેની નોટ ન લેવી જોઈએ જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહીની નજીક નહીં પણ ગાંધીજીની તસવીરની નજીક છે.

જાણો શું છે વાસ્તવિકતા?

જ્યારે આની તપાસ કરવામાં આવી ત્યારે પીઆઈબી ફેક્ટ ચેકમાં આ સમાચાર નકલી હોવાનું બહાર આવ્યું છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર બંને નોટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બંને નોટ્સ માન્ય છે.

ખંભાત: મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકનાં લગ્ન: જીવનું જોખમ લાગતા પ્હોંચ્યા પોલીસ સ્ટેશન, યુવતીનાં માતાપિતા સાથે કરી મુલાકાત

પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવાને બનાવટી ગણાવ્યો છે. તેથી જો તમારી પાસે ઉપર જણાવ્યા મુજબ આ 500 રૂપિયાની નોટ છે તો તમારે ગભરાવાની જરૂર નથી. આપને જણાવી દઈએ કે, પીઆઈબી સોશિયલ મીડિયા પર વખતોવખત નકલી સમાચારો વાયરલ થતા તેની સચોટ માહિતી આપતી રહે છે, જેથી લોકોને નુકસાનથી બચાવી શકાય.

5,10 અને 100ની જૂની નોટો બંધ કરવામાં આવશે

નોંધનીય છે કે, આ પહેલા પણ આવા કેટલાક દાવા કરવામાં આવ્યા છે, જેને પાછળથી બનાવટી કહેવાયા હતા. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 5, 10 અને 100ની જૂની નોટો બંધ કરવામાં આવી રહી છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થવા માંડ્યાની સાથે જ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા એક ટ્વિટ બહાર પાડવામાં આવ્યું, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, આરબીઆઈ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 5, 10 અને 100 ની જૂની નોટો બંધ થવા અંગેના સમાચાર ખોટા છે. નવી અને જૂની બંને નોટો ચલણમાં રહેશે.

છોટાઉદેપુર: પુત્ર યુવતીને લઇને ભાગી ગયો, યુવતીનાં સંબંધીઓએ યુવકની માતા સાથે કર્યું સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

નવી 500 રૂપિયાની નોટો અસલી છે કે નહીં તે ઓળખો

ઓળખ નંબર -1- લાઇટની સામે નોટ મુકવાથી 500 લખેલા દેખાશે.
ઓળખ નંબર -2 - આંખની સામે 45 ડિગ્રીના ખૂણા પર મૂકવામાં આવે તો ત્યાં 500 લખેલા દેખાશે.
ઓળખ નંબર -3 - દેવનાગરીમાં 500 લખેલું દેખાશે.
ઓળખ નંબર -4 - જૂની નોંધની તુલનામાં મહાત્મા ગાંધીના ચિત્રની દિશા અને સ્થાન થોડું અલગ છે.
ઓળખ નંબર -5 - નોટ ધીરેથી ફોલ્ડ કરવામાં આવે છે ત્યારે સુરક્ષા થ્રેડનો રંગ લીલા રંગથી વાદળીમાં બદલાય છે.
ઓળખ નંબર -6 - ગેરંટી ક્લોઝ, ગવર્નરની સહી, પ્રોમિસ ક્લોઝ અને આરબીઆઈનો લોગો જૂની નોટની તુલનામાં જમણી બાજુ ગયો છે.
ઓળખ નંબર -7 - મહાત્મા ગાંધી અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્કનું ચિત્ર છે.
ઓળખ નંબર -8 - ઉપરની ડાબી બાજુએ અને નીચે જમણી બાજુએ નંબર ડાબેથી જમણે મોટા થાય છે.
ઓળખ નંબર -9 - અહીં લખેલા 500 નંબરનો રંગ બદલાય છે તેનો રંગ લીલો રંગથી વાદળી થાય છે.
ઓળખ નંબર -10- જમણી બાજુ અશોક સ્તંભ છે. જમણી બાજુ સર્કલ બોક્સ છે જેમાં 500 લખેલું છે. જમણી અને ડાબી બાજુ 5 બ્લીડ રેખાઓ છે જે રફ છે.

રેશન કાર્ડમાં ઘરે બેઠા જ પરિવારના વ્યક્તિનું નામ ઉમેરવું હોય તો આ છે એકદમ સરળ સ્ટેપ્સ

પાછળની બાજુ 

ઓળખ નંબર -11- નોટ છાપવાનું વર્ષ લખેલું છે.
ઓળખ નંબર -12- સ્લોગન સાથે સ્વચ્છ ભારતનો લોગો.
ઓળખ નંબર -13 - કેન્દ્રની બાજુમાં ભાષા પેનલ
ઓળખ નંબર 14 - ભારતીય ધ્વજ સાથે લાલ કિલ્લાની છબી છે
ઓળખ નંબર -15- દેવનાગરીમાં 500 લખેલું છે.
" isDesktop="true" id="1108534" >દૃષ્ટિહીન માટે

મહાત્મા ગાંધીનું પોટ્રેટ, અશોક સ્તંભનું પ્રતીક, બ્લીડ લાઇન અને ઓળખ ચિન્હ રફ છે.
First published:

Tags: Business, Social media, Viral, આરબીઆઇ, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો