ઘર ખરીદનારને મળશે મોટી Gift! મોદી સરકાર આવતા મહિને કરી શકે છે જાહેરાત

News18 Gujarati
Updated: January 8, 2019, 4:05 PM IST
ઘર ખરીદનારને મળશે મોટી Gift! મોદી સરકાર આવતા મહિને કરી શકે છે જાહેરાત
પ્રધાનમંત્રી આવાસ યોજના

પીએમ આવાસ યોજના પર ચૂંટણી દાવ લગાવશે મોદી સરકાર

  • Share this:
ચૂંટણી પહેલા સરકાર સમાજના દરેક વર્ગને ખુશ કરવાની કોશિસમાં લાગી ગઈ છે. સીએનબીસી-આવાજને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, છેલ્લા બજેટમાં મોદી સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ 50 ટકા વધારી શકે છે. સૂત્રો અનુસાર, સરકારને લાગે છે કે, આ મહત્વકાંક્ષી યોજના લોકસભા ચૂંટણીમાં તેને મીડલ ક્લાસના વોટ અપાવી શકે છે.

સૂત્રો અનુસાર, હવે પીએમ આવાસ યોજનાનો ફાયદો વધારેમાં વધારે લોકોને આપવાની કોશિસ કરવામાં આવશે. આની માટે સરકાર અફોર્ડેબલ હાઉસિંગ ફંડ 50 ટકા વધારી શકે છે. સૂત્ર અનુસાર, અફોર્ડેબલ હાઉસિંગ ફંડ છેલ્લા બજેટમાં વધારી શકે છે. સરકાર જોર હાઉસિંગ ફોર ઓલ સ્કીમનું લક્ષ્ય પુરૂ કરવા પર છે.

શું છે નવી યોજના

- પીએમ આવાસ યોજના પર ચૂંટણી દાવ લગાવશે મોદી સરકાર
- અગામી છેલ્લા બજેટમાં અપોર્ડેબલ હાઉસિંગ ફંડને 50 ટકા વધારી શકે છે સરકાર
- મિડલ ક્લાસને આકર્ષવા માટે સરકાર ઉઠાવી શકે છે આ પગલું- AHFના સાઈઝને 10000 કરોડ રૂપિયાથી વધારી 15000 કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ
- ફંડમાં વધારાથી વધારે લોકોને વ્યાજ દરોમાં મળશે છૂટ
- પહેલી વખત ઘર ખરીદનારને મળશે વ્યાજમાં છૂટ
- ક્રેડિટ લિંક્ડ સબસીડી સ્કીમ (CLSS) હેઠળ મળશે ફાયદો
- સ્કીમ હેઠળ ઘર ખરીદી ચુકેલા લોકોને ખાતામાં બેન્ક ટુક સમયમાં નાખી શકશે સબસિડી
- CLSS હેઠળ લગભગ 7500 કરોડની સબસિડી હજુ પેન્ડિંગ છે.
- હાઉસિંગ ફોર ઓલ સ્કીમના ટારગેટને પુરો કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.

શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના?
પીએમ આવાસ યોજનાનો ઉદ્દેશ્ય છે કે, તમામ લોકોને પાકુ મકાન મળે. હા આ યોજનાની કેટલીક શરતો જરૂર છે, જેણે જાણવી જરૂરી છે. સૌથી પહેલા તો એવા લોકો જેમની પાસે આ પહેલા ઘર છે, તે લોકો આ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નિયમ છે કે, લાભ તેને જ મળશે, જેમની પાસે પહેલાથી કોઈ પાક્કુ મકાન નહી હોય.

સબસિડી કેટલી મળે છે?
1. 6થી 12 લાખ રૂપિયાની વાર્ષીક આવકવાળા MIGની પહેલી કેટેગરીના લોકોને 9 લાખ રૂપિયા સુધીની લોન એમાઉન્ટના વ્યાજ પર 4 ટકા સબસિડી મલશે. જ્યારે 12 થી 8 લાખ રૂપિયાની વાર્ષીક આવકવાળી બીજી કેટેગરીના લોકોને 12 લાખ રૂપિયા સુધીની લોનના વ્યાજ પર 3 ટકા છૂટ મળશે.
2. જો કોઈ આનાથી વધારે લોન લેશે તો, તેણે વધારાની રકમ પર બેન્ક તરફથી નક્કી દર પર જ વ્યાજ ચુકવવું પડશે.

કેવા ઘર પર મળશે લોન?
1. તમે કોઈ બિલ્ડર કે ડેવલોપર અથવા કોઈ જુનુ મકાન ખરીદી રહ્યા હોવ, તમે PMAYનો લાભ ઉઠાવી શકો છો.
2. જે લોકો ઘર ખરીદવાને બદલે તેને ખુદ બનાવી રહ્યા હોય, તેમને પણ આ યોજનાનો લાભ મળશે.
3. જેમની પાસે હાલમાં પાક્કુ મકાન છે, તે તેની મરમ્મત કરવા અથવા તેમાં કેટલાક અન્ય રૂમ ઉમેરવા અથવા કોઈ અન્ય રીતે વિસ્તાર કરવા પણ લોન લઈ શકે છે.
4. બેન્ક તમને હાલના મકાનમાં એક પાક્કુ કિચન, રૂમ વગેરે બનાવવા માટેની યોજના હેઠળ લોન આપતા એવી ના નથી પાડી શકતી કે, તમારી પાસે પહેલાથી જ પાક્કુ મકાન છે.
First published: January 8, 2019, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading