વોડાફોને દુનિયાના સૌથી મોટા ઈન્ટરનેશલ ફ્યુચર જોબ પ્રોગ્રામ 'વોટ વિલ યુ બી?'ના લોન્ચની જાહેરાત કરી છે. આ કાર્યક્રમના માધ્યમથી વોડાફોન 2022 સુધી ભારતના 50 લાખ યુવાનો અને 18 દેશોના એક કરોડ યુવાનોને નવી દુનિયાના નવા જોબ રોલ્સ માટે તૈયાર કરશે. વોડાફોને એક નવા ઓનલાઈન પ્લેટફોર્મ ફ્યુચર જોબ ફાઈન્ડર શરૂ કર્યા છે જે યુવાનોને વર્તમાન ડિજીટલ અર્થવ્યવસ્થામાં કેરિયર માટે યોગ્ય માર્ગદર્શન પ્રદાન કરશે. સાથે જ યોગ્ય નોકરીની શોધમાં આ મંચ મદદ કરશે.
ફ્યુચર જોબ ફાઇન્ડર અંતર્ગત ક્વિક સાઈકોમેટ્રિક ટેસ્ટની એક શ્રૃખંલા રજૂ કરવામાં આવી છે. જે દ્વારા યુવા પોતાની યોગ્યતા અને રસના ક્ષેત્રોને ઓળખી શકે છે અને તે પ્રમાણે પોતાના માટે સૌથી ઉપયુક્ત જોબ કેટેગરીમાં નોકરી શોધી શકે છે. ઉપયોદકર્તા આ પ્લેટફોર્મના માધ્યમથી પ્રાસંગિક ઓનલાઈન ડિજિટલ કૌશલ પ્રશિક્ષણ મેળવી શકે છે.
વોડાફોન ઈન્ડિયાના પ્રબંધ નિદેશક તથા મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ સુદે કહ્યું, 'દુનિયામાં ભારત એવો દેશ છે જ્યાં સૌથી વધુ યુવાનોની સંખ્યા છે. આપણે બધા સરકારના ડિજીટલ ઈન્ડિયાના દ્રષ્ટિકોણ માટે પ્રતિબદ્ધ છે. જેને માટે ડિજીટલ કૌશલને વધારવાની જરૂરિયાત છે. સમયની સાથે દરેક કાર્યસ્થળ ડિજીટલ થઈ રહ્યું છે અને ડિજીટલ અર્થવ્યવસ્થાના સંદર્ભમાં સ્પેશિઆલિસ્ટ ટેકનોલોજી કૌશલની માંગ વધી રહી છે. આ પ્રોગ્રામના માધ્યમથી દેશભરના પચાસ લાખ યુવાનોને નવી દુનિયા માટે નવી જોબ રોલ્સ તૈયાર કરવામાં આવશે.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર