ન્યૂઝ18 ગુજરાતી : દેશના લગભગ 50%થી વધારે ઑટોમેટેડ ટેલર મશીન્સ (ATM) આગામી માર્ચ, 2019 સુધીમાં બંધ થઇ જાય તેવી શક્યતા છે. આ મશીનો ન ચલાવી શકાય તેવી સ્થિતિ હોઈ, ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોને હાડમારીનો સામનો કરવો પડેશે તેવું 'કોન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (સીએટીએમ-ઈ) એ બુધવારે એક અહેવાલમાં જણાવ્યું હતું
દેશમાં હાલ લગભગ 2,38,000 એટીએમ છે જે પૈકીના લગભગ 1,13,000 એટીએમ જેમાં 1,00,000 ઑફ-સાઈટ એન્ડ 15,000 વાઈટ લેબલ એટીએમનો સમાવેશ થઇ છે તે તમામના શટર પડી જશે તેવું સીએટીએમ-ઈ ના પ્રવક્તાએ જણાવ્યું હતું
'આ કારણે ઘણા લોકો માટે તકલીફ ઉભી થશે. ખાસ કરીને જે લોકો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ એટીએમથી સબસીડી મેળવી રહ્યા છે તે લોકો અને શહેરી વિસ્તારોના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો આવશે', તેવું આ પ્રવક્તાએ જણાવ્યું હતું
તેમના જણાવ્યા અનુસાર સીએટીએમ-ઈ દ્વારા લાગુ પાડવામાં આવેલી કેટલીક રેગ્યુલેટરી ગાઇડલાઇન જે એટીએમના સોફ્ટવેર અને હાર્ડવેર માટે જરૂરી છે તેને લાગુ કરવા માટે આ આવશ્યક હતું। કેશ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ્સ એન્ડ કેસેટ સ્વેપ મેથડ જે રોકડને લોડ કરવા માટે જરૂરી છે તેના નિયમન માટે આ પગલું ભરવું જરૂરી હતું
(એજન્સીના ઇનપુટ સાથે)
Published by:sanjay kachot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર