Home /News /business /લગ્નની સિઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? આ પાંચ વાતોનું રાખો ધ્યાન, ફાયદામાં રહેશો

લગ્નની સિઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? આ પાંચ વાતોનું રાખો ધ્યાન, ફાયદામાં રહેશો

સોનાની કિંમત

Buy physical gold: સોનાનો ભાવ શુદ્ધતાના આધારે હોય છે. એટલે કે ગુણવત્તા પ્રમાણે તેના ભાવમાં વધઘટ હોય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે.

  નવી દિલ્હી: હાલ લગ્નની સિઝન (Marriage season) ચાલી રહી છે. સ્વાભાવિક છે કે લગ્નની સિઝન દરમિયાન સોનાની માંગ (Gold demand) વધારે હોય. આ દરમિયાન જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો તમારે કેટલિક વાતોનું ધ્યાન રાખવું જરૂરી (5 things to keep in mind while buying physical gold) છે. સોનાની માંગ વધારે હોય ત્યારે છેતરપિંડીની શક્યતા પણ વધી જતી હોય છે. આમ પણ ભારતમાં લગ્નની સિઝન સિવાય પણ સોના અને ચાંદીની જ્વેલરી ખરીદીનું આકર્ષણ રહ્યું છે. લોકો રોકાણ તરીકે પણ સોના-ચાંદી (Investment in gold and silver)ની ખરીદી કરતા હોય છે. આ દરમિયાન જો તમે પણ આ લગ્ન સિઝનમાં સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે અમુક વાતો યાદ રાખની જરૂરી છે. જે નીચે પ્રમાણે છે.

  1) સોનાની કિંમત નક્કી કરવી

  સોનાનો ભાવ શુદ્ધતાના આધારે હોય છે. એટલે કે ગુણવત્તા પ્રમાણે તેના ભાવમાં વધઘટ હોય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે. આ માટે તેની કિંમત વધારે હોય છે. સોનું ખરીદતી વખતે આ પીળી ધાતુની વર્તમાન કિંમતની જાણ હોવી જોઈએ કારણ કે સોનાની કિંમત બજાર ભાવ પ્રમાણે દરરોજ બદલાય છે. આભૂષણોની દુકાનો પર દરરોજ સોનાના ભાવ પ્રદર્ષિત કરવામાં આવે છે.

  2. હૉલમાર્ક જ્વેલરી જ ખરીદો

  હૉલમાર્ક વાળા આભૂષણો શુદ્ધતાની ગેરંટી આપે છે. આથી તેને સુરક્ષિત ખરીદી માનવામાં આવે છે. સોનાની શુદ્ધતાને પ્રમાણિત કરવાની પ્રક્રિયાને હૉલમાર્કિંગ કહેવામાં આવે છે. ભારતીય નામક બ્યૂરો (Bureau of Indian Standards - BIS) હૉલમાર્ક સોનાને પ્રમાણિત કરતી એજન્સી છે.

  3) શુદ્ધતાના સ્તર જાણો

  સોનાની શુદ્ધતા કેરેટમાં વ્યક્ત થાય છે. જેમ કે 24 કેરેટ સોનું 99.99% શુદ્ધ માનવામાં આવે છે. 22 કેરેટ સોનું 92% શુદ્ધ હોય છે. સોનાની વસ્તુઓ કે આભૂષણ ખરીદતા પહેલા તેની શુદ્ધતાની તપાસ કરો, ત્યાર બાદ જ તેની કિંમત ચૂકવો.

  4) ઘડામણ કિંમત જાણો

  મેકિંગ અથવા ઘડામણ ચાર્જ (Gold making charges) આભૂષણો પર લાગતી મજૂરી (labour charges) છે. જેનો આધાર પ્રકાર અને ડિઝાઈન પર હોય છે. મશીનમાં બનેલા સોનાના આભૂષણો માનવ નિર્મિત આભૂષણોથી સસ્તા હોય છે, કારણ કે તેમાં શ્રમની ખપત ઓછી થાય છે. અનેક જ્વેલરી સ્ટોર્સ મેકિંગ ચાર્જ પર છૂટ પણ આપતા હોય છે. આથી જ્વેલરી ખરીદતા પહેલા એક વખત મેકિંગ ચાર્જ અને ઑફર વિશે જાણી લેવું જરૂરી છે.

  5) વજનની તપાસ કરો

  ભારતમાં સોનાના મોટાભાગના આભૂષણો વજનના હિસાબે વેચવામાં આવે છે. જોકે, હીરા અને પન્ના જેવા કિંમત પથ્થરો સોનાને વજનદાર બનાવે છે. આથી સોનાની ખરીદતા પહેલા તેના વજનની તપાસ કરવી જરૂરી છે. એ વાત હંમેશા યાદ રાખો કે તમે કોઈ કરિયાણું નથી ખરીદી રહ્યા, તમે ખૂબ જ કિંમતી ધાતુની ખરીદી કરી રહ્યા છો. આ કારણે જ તેના વજનની ઝીંણવટપૂર્વક તપાસ ખૂબ જરૂરી છે. જો વજન થોડું પણ ઉપર નીચે થઈ જાય તો મોટી સમસ્યા આવી શકે છે. તમને સોનાની ખરીદી મોંઘી પડી શકે છે.

  સોનાની શુદ્ધતાના માપદંડ

  24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

  આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

  જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

  આ પણ વાંચો: ઘરમાં કેટલું સોનું રાખી શકાય? નિશ્ચિત મર્યાદાથી વધારે સોનું હોય તો શું તે જપ્ત થઈ શકે?

  મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

  નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Festival, Marriage, ગોલ્ડ, ચાંદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन