Home /News /business /Health Insurance લેતા સમયે આ પાંચ ભૂલ બિલકુલ ન કરશો, નહીં તો થશે મોટું નુકસાન

Health Insurance લેતા સમયે આ પાંચ ભૂલ બિલકુલ ન કરશો, નહીં તો થશે મોટું નુકસાન

પ્રતીકાત્મક તસવીર

Health Insurance: હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેતા સમયે કવરેજમાં કઈ બાબતો સામેલ છે અને કઈ બાબતો સામેલ નથી, તેની જાણકારી પણ હોવી જરૂરી છે.

મુંબઈ: કોરોના મહામારી (Corona pandemic)ને કારણે દરેક વ્યક્તિ Health Insuranceનું મહત્ત્વ ખૂબ જ સારી રીતે સમજે છે. દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય વીમાને પ્રાથમિકતા આપે છે. માર્કેટમાં અનેક પોલિસી ઉપલબ્ધ છે, તેમાંથી કઈ પોલિસીની પસંદગી કરવી તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ (5 Things to Consider Before Buying Health Insurance) છે. મોટાભાગની વ્યક્તિ તેમની જરૂરિયાતોને સમજ્યા વગર હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદે છે. આ કારણોસર તેમને ક્યારેક વધુ કવરેજ મળે છે અને ક્યારેક ઓછું કવરેજ મળે છે. જરૂરિયાતોને સમજ્યા વગર પોલિસી (Policy) લેવાથી વ્યક્તિ કેટલીક ભૂલ કરી બેસે છે. જેથી આ ભૂલ કરવાથી બચવું જોઈએ.

કવરેજને સમજવું જરૂરી છે

મોટાભાગના લોકો તેમની જરૂરિયાતોને સમજ્યા વગર હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદે છે, જેના કારણે તેમને ઓછું અથવા વધારે કવરેજ મળે છે. પોલિસી ક્લેમ કરતા સમયે કવરેજ પર મળતી રકમની વેલ્યૂ સૌથી વધુ પ્રીમિયમના મૂલ્ય પર નિર્ભર કરે છે. જ્યારે વધુ કવરેજ ઈન્શ્યોરન્સ વાળી પોલિસી લેવામાં આવે તો ક્યારેક ક્યારેક જરૂરિયાત વગર વધુ પૈસા ખર્ચ થઈ જાય છે. બીજી તરફ ઓછા કવરેજ ઈન્શ્યોરન્સ વાળી પોલિસી લેવાથી ઓછું કવરેજ મળે છે, જેના કારણે ઈલાજ દરમિયાન તમારુ ફાઈનાન્શિયલ બજેટ બગડી શકે છે.

આ પણ વાંચો: PF withdrawal rule: સારવાર માટે આ રીતે તુરંત જ મેળવો રૂ. 1 લાખ મેડિકલ એડવાન્સ

યોગ્ય જાણકારી હોવી જરૂરી છે

હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેતા સમયે તમારી મેડિકલ હિસ્ટ્રી અને કરન્ટ હેલ્થ સ્ટેટસની તમામ વિગતો આપવી જરૂરી છે. ઈન્શ્યોરન્સ માટે પ્રપોઝલ ફોર્મ લેતા સમયે તમારી કોઈપણ બીમારી વિશેની માહિતી છૂપાવવી ન જોઈએ. આ માહિતી છૂપાવવાને કારણે તમને મેડિકલ કવરેજનો વધુ ફાયદો નહીં મળે.

જરૂરિયાત અનુસાર હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ

તમારી જરૂરિયાત અનુસાર હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. આ કારણોસર સૌથી પહેલા તમારા હેલ્થ સ્ટેટ્સ અને હિસ્ટ્રીની માહિતી ભેગી કરી લેવી જોઈએ. ત્યારબાદ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી માટે એપ્લાય કરો. આ પ્રક્રિયાની મદદથી ઈન્શ્યોરન્સ પોલીસી ક્લેઈમ કરવા સમયે વધુ લાભ મળશે.

આ પણ વાંચો: Investment tips: પરિવારમાં સભ્યોની સંખ્યા વધે ત્યારે આ રીતે વધારો વીમા કવચ અને મૂડી રોકાણનો વ્યાપ

આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેતા સમયે કવરેજમાં કઈ બાબતો સામેલ છે તેની જાણકારી હોવી જરૂરી છે. આ પોલિસીમાં કઈ બાબતો સામેલ નથી, તેની જાણકારી પણ હોવી જરૂરી છે. મોટાભાગના લોકો આ બાબતને ધ્યાને લેતા નથી, પરંતુ પોલિસી ક્લેઈમ કરતા સમયે આ માહિતી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સરખામણી જરૂરી છે

હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ પોલિસીમાં ગ્રાહકોને અનેક ઓફરનો લાભ આપે છે. મોટાભાગના લોકો તેમના ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરને બદલવા ઈચ્છતા નથી. યોગ્ય ઓફર મેળવવા માટે અલગ-અલગ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ તરફથી આપવામાં આવતી ઓફરોની સરખામણી જરૂરથી કરવી જોઈએ.

આ પણ વાંચો:  પર્સનલ લોન કે ઓવરડ્રાફ્ટથી કઈ રીતે અલગ છે ક્રેડિટ લાઇન? જાણો વિગત

આ પ્રમાણે કરવાથી તમને વધુ ફીચર્સનો લાભ મળશે. અલગ અલગ કંપનીઓની શરતો અને તેમની વિગતો વિશેની પણ જાણકારી મળશે. આ જાણકારીની મદદથી તમે યોગ્ય હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની સરળતાથી પસંદગી કરી શકશો.
First published:

Tags: Coronavirus, Health insurance, Insurance, આરોગ્ય

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો