Home /News /business /

Stock Market: HDFC AMCથી LIC હાઉસિંગ સુધી, આ 5 શેર 52 સપ્તાહના હાઇ લેવલથી 42% તૂટ્યા

Stock Market: HDFC AMCથી LIC હાઉસિંગ સુધી, આ 5 શેર 52 સપ્તાહના હાઇ લેવલથી 42% તૂટ્યા

ભારતીય શેર બજાર

Stock Market: ઑક્ટોબર 2021માં IRCTCનો શેર રૂ. 1279.26ના લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા બાદથી વેચાણમાં દબાણ હેઠળ છે. હાલમાં આ સ્ટોક તેની લાઇફટાઇમ હાઇ સપાટીથી લગભગ 40 ટકા નીચે જોવા મળી રહ્યો છે.

નવી દિલ્હી: વર્ષ 2021 ભારતીય ઈક્વિટી માર્કેટ (Indian Equity Market) માટે શાનદાર રહ્યું છે. આ વર્ષ દરમિયાન આપણી પાસે ઘણા મલ્ટીબેગર્સ છે. આ સિવાય એવા ઘણા શેરો છે, જે કોવિડના કારણે વેચવાલીમાંથી રિકવર થતા મજબૂત તેજી દર્શાવવામાં સફળ રહ્યા છે. જોકે, આમાંના ઘણા શેરો એવા છે કે જેમાં તેમની હાઇ સપાટીથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમાં HDFC એસેટ મેનેજમેન્ટ કંપની, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) અને LIC હાઉસિંગ (LIC Housing) જેવા શેરનો સમાવેશ થાય છે. અહીં અમે તમને એવા 5 શેરોની યાદી આપી રહ્યા છીએ, જે તેમના લાઇફ ટાઇમ હાઇ અથવા 52 સપ્તાહની હાઇ સપાટીથી નીચે ટ્રેડ કરી રહ્યા છે.

1) એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસ (Endurance Technologies)


એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસ એ પાર્ટસ મેન્યુફેક્ચરિંગ કંપની છે. ઑક્ટોબર 2021માં રૂ.1,989ની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો, ત્યારથી શેર સતત ઘટાડામાં છે અને વર્તમાનમાં તે રૂ. 1145ની આસપાસ જોવા મળી રહ્યો છે. એટલે કે લાઇફ ટાઇમ હાઇ સુધી પહોંચ્યા બાદ અત્યારસુધી આ સ્ટોક લગભગ 42 ટકા તૂટી ચૂક્યો છે. આ વર્ષે આ શેર લગભગ 33 ટકા તૂટ્યો છે, જ્યારે ગત મહિનામાં આ શેર 15 ટકા તૂટ્યો છે.

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation -IRCTC)


ઑક્ટોબર 2021માં IRCTCનો શેર રૂ. 1279.26ના લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા બાદથી વેચાણમાં દબાણ હેઠળ છે. હાલમાં આ સ્ટોક તેની લાઇફટાઇમ હાઇ સપાટીથી લગભગ 40 ટકા નીચે જોવા મળી રહ્યો છે. હાલમાં આ સ્ટૉક 768 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. આ વર્ષે અત્યારસુધીમાં આ સ્ટોકમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે, આ સ્ટોક છેલ્લા એક મહિનામાં લગભગ 6 ટકા ઘટ્યો છે.

એચડીએફસી એએમસી (HDFC AMC)


આ એસેટ મેનેજમેન્ટ કંપનીનો સ્ટોક સપ્ટેમ્બર 2021માં રૂ. 3,365ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. આ પછી શેરમાં વેચવાલીનું દબાણ આવ્યું છે. હાલમાં આ સ્ટૉક રૂ. 2,158 આસપાસ જોવા મળી રહ્યો છે. તેના 52-સપ્તાહના ઉચ્ચ સ્તરેથી શેરમાં અત્યારસુધીમાં લગભગ 36 ટકાનો ઘટાડો થયો છે. HDFC AMC એ નવેમ્બર 2019માં રૂ. 3707.80 સાથે લાઇફ ટાઇમ હાઇની સપાટી બનાવી લીધી હતી.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી આજે મળી રાહત

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (Steel Authority of India Limited or SAIL)


આ નવરત્ન કંપનીનો શેર ઓગસ્ટ 2021માં રૂ.151ની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો. ત્યારથી શેર વેચવાલી દબાણ હેઠળ આવી ગયો છે. હાલમાં આ સ્ટોક રૂ. 99.70ની આસપાસ જોવા મળી રહ્યો છે. આનો અર્થ એ થયો કે શેર તેની તાજેતરની ઊંચી સપાટીથી 35 ટકા તૂટ્યો છે. આ વર્ષે અત્યારસુધીમાં આ શેરે તેના રોકાણકારોને શૂન્ય વળતર આપ્યું છે અને લગભગ 10 ટકાનું નુકસાન કર્યું છે.

આ પણ વાંચો: રુચિ સોયાનો FPO ખુલ્યો, જાણો તમારે કેટલું રોકાણ કરવું પડશે

LIC હાઉસિંગ ફાઇનાન્સ (LIC Housing Finance)


LIC હાઉસિંગ ફાઇનાન્સે જૂન 2021માં રૂ. 542.45ની 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી. ત્યારથી વેચવાલી પ્રભુત્વ ધરાવે છે. હાલમાં આ સ્ટૉક 369 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. આનો અર્થ એ થયો કે શેરમાં તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 32 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2022માં અત્યારસુધીમાં આ શેરે તેના રોકાણકારોને શૂન્ય વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન શેરમાં 2.50 ટકાનો ઘટાડો થયો છે.
First published:

Tags: Investment, Share market, Stock market, આઇઆરસીટીસી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन