Home /News /business /શાનદાર રિટર્ન મેળવવા માંગો છો? આગામી હોળી સુધી આ પાંચ શેર તમને કરી શકે છે માલામાલ
શાનદાર રિટર્ન મેળવવા માંગો છો? આગામી હોળી સુધી આ પાંચ શેર તમને કરી શકે છે માલામાલ
એક વર્ષમાં આ પાંચ શેર કરાવશે બમ્પર કમાણી
Stocks to watch: ગત હોળીથી આ હોળી દરમિયાન ભારતીય શેર બજારમાં 19 ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે, અમુક સેક્ટર્સમાં 50 ટકા કરતા વધારે ઉછાળો જોવા મળ્યો છે. અહીં એવા પાંચ શેરની માહિતી આપી રહ્યા છીએ જેમાં આવતી હોળી સુધી મોટું રિટર્ન મળી શકે છે.
નવી દિલ્હી: ગત હોળીથી આ હોળી (18 નવેમ્બર, 2022) સુધી ભારતીય શેર બજારે (Indian stock market) 19 ટકા રિટર્ન આપ્યું છે. આ દરમિયાન બજારમાં ખૂબ ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ઓક્ટોબર મહિનામાં માર્કેટ ઑલ ટાઇમ હાઈ (All time high) થયું હતું. બાદમાં તેમાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ દરમિયાન એક ખાસ વાત એ રહી કે દરેક સેક્ટરે સકારાત્મક પ્રદર્શન કર્યું છે. મેટલ સેક્ટરે (Metal sector) 56 ટકા તો પાવર સેક્ટરે (Power sector) 59 ટકા વળતર આપ્યું છે. ગઈકાલે ધુળેટીનો તહેવાર (Holi 2022) હતો ત્યારે આજે અમે તમને એવા પાંચ શેર વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમાં આગામી ધુળેટી સુધી ખૂબ સારું વળતર મળી શકે છે. આ એવા શેર્સ છે જેમાં તમને 15 ટકા સુધી વળતર મળી શકે છે.
1) HDFC Bank
વ્યાજદર વધવાના સ્પષ્ટ સંકેત છે, જેનાથી બેંકને ફાયદો થશે. કોરોના મહામારી બાદ બિઝનેસ પ્રવૃત્તિ ફરી વધી છે. જેનાથી લોનની માંગ ફરી વધશે. બીજી તરફ આરબીઆઈએ બેંક પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. જેના પગલે બેંક નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકશે. એચડીએફસી બેંકનો રિટર્ન ઑન ઇક્વિટી સારો રહ્યો છે. તેનું વેલ્યૂએશન પણ વ્યાજબી છે. આથી એચડીએફસી બેંકના શેર આગામી એક વર્ષમાં ખૂબ સારું વળતર આપી શકે છે.
2) Tata Elxsi
ટાટા એલક્સી એક મલ્ટીબેગર શેર છે. ગત વર્ષે તેનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું. આ કંપની તેના ગ્રાહકોને એન્ડ ટૂ એન્ડ સૉલ્યૂશન આપે છે. તેનો પ્રૉફિટ ગ્રોથ અને રેવન્યૂ આકર્ષક રહ્યો છે. પ્રૉફિટ માર્જિન પણ ખૂબ સારો રહ્યો છે. તેનો રિટર્ન ઑન ઇક્વિટી ખૂબ સારો છે. કંપની પાસે ખૂબ કેશ છે. કંપનીએ ઇલેક્ટ્રિક, ઑટોમેટેડ અને કનેક્ટેડ વ્હીકલ્સ (EACV), 5G અને મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ પર ફોકસ વધારવાનો નિર્ણય કર્યો છે. જેનો ફાયદો કંપનીને મળશે.
ટાટા સ્ટીલ શેર ખૂબ ચર્ચામાં રહ્યો છે. જેનું કારણ સ્ટીલની કિંમતોમાં ઉછાળો છે. સ્ટીલની કિંમતોમાં ઉછાળાને પગલે કંપની વધારે નફો કમાવામાં સફળ રહી છે. જેનાથી દેવું ઘટાડવામાં કંપનીને ખૂબ મદદ મળી છે. રશિયા-યુક્રેન કટકટીની ફાયદો પણ ટાટા સ્ટીલને મળ્યો છે. કંપની યૂરોપીયન ગ્રાહકોને રશિયન સ્ટીલનો વીકલ્પ પૂરો પાડી રહી છે. યૂરોપીયન માર્કેટમાં કંપનીની સારી હાજરી છે.
4) Valiant Organics
સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી આ કંપનીનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. સારા ફન્ડામેન્ટલ છતાં શેરમાં ઘટાડો આવ્યો છે. કંપની બિઝનેસ વિસ્તાર પર પૈસા ખર્ચ કરી રહી છે. આવકનો મોટો હિસ્સો મૂડીગત ખર્ચના રૂપમાં કરવામાં આવી રહ્યો છે. નવા પ્લાન્સ્ટમાં ઉત્પાદન શરૂ થયા બાદ કંપનીને આ ખર્ચનો ફાયદો મળશે. કંપની એવા ઉત્પાદનો પર વધારે ખર્ચ કરી રહી છે, જેનું ચીન મોટું સપ્લાયર રહ્યું છે.
કેએસબી એક મલ્ટીનેશનલ કંપની છે. તેનું વેલ્યૂએશન ખૂબ જ આકર્ષક છે. આ કંપની અનેક ઉદ્યોગો માટે પમ્પ્સ અને વાલ્વ બનાવે છે. કંપનીના પમ્પનો ઉપયોગ ન્યૂક્લિયર ફિલ્ડમાં પણ થાય છે. કંપની બિઝનેસ વિસ્તાર માટે ખૂબ મોટો ખર્ચ કરી રહી છે. કંપનીની ઓર્ડર બુક મજબૂત છે. કેશ-ફ્લો પણ સારો છે. લાંબા સમયે કંપનીનું પ્રદર્શન શાનદાર રહી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર