Home /News /business /

Stock Market Crash: માર્ચ 2020ના ક્રેશ બાદ આ પાંચ સ્ટોક્સે આપ્યું બેસ્ટ રિટર્ન, રોકાણકારોને કર્યા માલામાલ

Stock Market Crash: માર્ચ 2020ના ક્રેશ બાદ આ પાંચ સ્ટોક્સે આપ્યું બેસ્ટ રિટર્ન, રોકાણકારોને કર્યા માલામાલ

ચલણી નોટોની પ્રતિકાત્મક તસવીર

Best Stocks: છેલ્લા બે વર્ષમાં સારેગામા શેરે 1,864% વળતર આપ્યું છે. સારેગામાએ ભારતની સૌથી જૂની અને સૌથી મોટી રેકોર્ડિંગ અને પ્રકાશન કંપનીઓમાંની એક છે. તેની પાસે 18 ભાષાઓમાં 1.3 લાખથી વધુ ગીતોની મ્યુઝિક લાઇબ્રેરી છે.

મુંબઇ. ભારતીય શેર બજારે (Stock Market) માર્ચ 2020માં તેના ઇતિહાસમાં સૌથી મોટા ઘટાડાનો અનુભવ કર્યો હતો. ફેબ્રુઆરી 2020માં સેન્સેક્સ 42,270ની ટોચે હતો. તે માર્ચ 2020માં ઘટીને 25,630 થઈ ગયો હતો. મહામારીને કારણે માત્ર 40 દિવસમાં તેમાં 39%નો ઘટાડો જોવા મળ્યો. જોકે, કડાકા બાદ પણ માર્કેટમાં તેજી જોવા મળી હતી. ઑક્ટોબર 2021માં BSE સેન્સેક્સ (BSE Sensex) બમણા કરતાં વધુ વધીને 62,245ની ટોચે પહોંચ્યો હતો. નીચા વ્યાજ દરોને લીધે હાઇ લિક્વિડીટી (Liquidity) જોવા મળી. જેણે ધીમી આર્થિક વૃદ્ધિ, ફુગાવો અને નવા કોવિડ વેરિઅન્ટના ખતરો હોવા છતાં તેજીને વેગ આપ્યો હતો. આ તેજી દરમિયાન ઘણા શેરોએ 1,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. અહીં તે પૈકીના ટોચના પાંચ શેર (Top 5 Stocks) વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

1) સારેગામા (Saregama)


આજની યાદીમાં આ ટોપ પરફોર્મિંગ સ્ટોક છે. છેલ્લા બે વર્ષમાં આ શેરે 1,864% વળતર આપ્યું છે. સારેગામાએ ભારતની સૌથી જૂની અને સૌથી મોટી રેકોર્ડિંગ અને પ્રકાશન કંપનીઓમાંની એક છે. તેની પાસે 18 ભાષાઓમાં 1.3 લાખથી વધુ ગીતોની મ્યુઝિક લાઇબ્રેરી છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીની આવક 15.3%ના CAGRથી વધી છે. તેનો નફો પણ આ જ સમયગાળા દરમિયાન 67.3%ના CAGR પર વધ્યો હતો.

2) અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)


બીજા નંબર પર અદાણી ટોટલ ગેસનો નંબર આવે છે. તે ભારતની સૌથી મોટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપની છે. આ સ્ટોકે માર્ચ 2020માં આવેલ ક્રેશ બાદથી 1600 ટકા રીટર્ન આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં અદાણી ટોટલ ગેસની સ્ટેન્ડઅલોન રેવન્યુ 9.1%ના CAGRથી વધી છે. તેનો નફો પણ આ જ સમયગાળા દરમિયાન 36.1%ના યોગ્ય CAGR પર વધ્યો છે.

3) અદાણી ગ્રીન એનર્જી (Adani green energy)


આ પછી આ 5 શેરોમાં ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપનીનું નામ આવે છે, જે અદાણી ગ્રીન એનર્જી છે. છેલ્લા 2 વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને લગભગ 1,459% જેટલું વળતર આપ્યું છે. અદાણી ગ્રીન એનર્જીની આવક છેલ્લા પાંચ વર્ષમાં 41%ના CAGRથી વધી છે. આ વધારો વીજ ઉત્પાદન ક્ષમતામાં થયેલા સુધારાને કારણે મળેલા ઊંચા વોલ્યૂમના કારણે છે. તેનો નફો પણ આ જ સમયગાળા દરમિયાન 30%ના CAGRથી વધ્યો છે.

આ પણ વાંચો: ટાટા જૂથની આ 12 કંપનીઓએ રોકાણકારોને કરી દીધા માલામાલ

4) અદાણી એન્ટરપ્રાઇઝ (Adani enterprise)


અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ પરફોર્મિંગ શેરોની યાદીમાં ચોથા નંબરે છે. છેલ્લા બે વર્ષમાં આ સ્ટોક 1,250% વધ્યો છે. ઇન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ બિઝનેસની નીચી વૃદ્ધિને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં અદાણી એન્ટરપ્રાઇઝિસની આવક 1.2% ના સાધારણ દરે વધી છે. આ સમયગાળા દરમિયાન તેના નફામાં 1.6% નો ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: આવતા અઠવાડિયે કેવી રહેશે શેર બજારની ચાલ? બજાર નિષ્ણાતો પાસેથી જાણો

5) અદાણી ટ્રાન્સમિશન (Adani transmission)


આ યાદીમાં છેલ્લું નામ અદાણી ટ્રાન્સમિશનનું છે, જે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની છે. આ શેરે છેલ્લા 2 વર્ષમાં 1,250.6%નું વળતર આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં, તેના ટ્રાન્સમિશન બિઝનેસમાં વૃદ્ધિને કારણે તેની આવક 30.7%ની CAGR પર વધી છે. તે જ સમયે તેનો નફો પણ સમાન સમયગાળા દરમિયાન 25.3%ના CAGR પર વધ્યો છે.
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips, અદાણી, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन