ડેબિટ કાર્ડ પેમેન્ટ, ચેકબુક, પેન્શન આવતા મહિનેથી બદલાઇ રહ્યા છે આ પાંચ નિયમો

ઓક્ટોબરની શરૂઆતમાં બેંક ચેકબુક (chequebooks)અને સેલેરી સંબંધિત ઘણા નિયમોમાં બદલાવા જઇ રહ્યા છે (પ્રતિકાત્મક તસવીર)

business gujarati news- 3 દિવસ બાદ એટલે કે 1 ઓક્ટોબરથી તમને ઘણા નવા ફેરફાર જોવા મળશે

  • Share this:
3 દિવસ બાદ એટલે કે 1 ઓક્ટોબરથી તમને ઘણા નવા ફેરફાર (changes from 1 October 2021) જોવા મળશે. જી હાં, ઓક્ટોબરની ( new calendar month)શરૂઆતમાં બેંક ચેકબુક (chequebooks)અને સેલેરી સંબંધિત ઘણા નિયમોમાં બદલાવા જઇ રહ્યા છે. જેનો સીધો સંબંધ સામાન્ય માણસના રોજીંદા જીવન સાથે છે. તો આવો જાણીએ કયા નવા ફેરફાર થવા જઈ રહ્યા છે.

1. પેન્શન નિયમમાં થશે ફેરફાર (Pension Rules)

1 ઓક્ટોબરથી ડિજીટલ લાઇફ સર્ટિફિટકેટ (Digital Life Certificate) સાથે સંબંધિત નિયમ બદલાઈ રહ્યો છે. હવે દેશમાં તમામ વૃદ્ધ પેન્શનર્સ જેની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે, તે દેશના તમામ હેડ પોસ્ટ ઓફિસના જીવન પ્રમાણ સેન્ટરમાં ડિજીટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકશે. તેના માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જીવન પ્રમાણ પત્ર જમા કરવાનું કામ પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ થવા જઈ રહ્યું છે. તેથી ભારતીય પોસ્ટ વિભાગે તે સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે જીવન પ્રમાણ સેન્ટરનું આઇડી જો પહેલાથી જ બંધ હોય તો સમયસર એક્ટિવેટ કરાવી લે.

2. એક ઓક્ટોબરથી નહીં ચાલે જૂની ચેકબુક (Cheque book rules)

1 ઓક્ટોબરથી ત્રણ બેંકોની ચેકબુક અને MICR કોડ ઈનવેલિડ થઇ જશે. આ બેંક છે- ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (United Bank of India) અને અલાહાબાદ બેંક (Allahabad Bank). આપને જણાવી દઇએ કે આ એ બેંકો છે, જેને હાલમાં અન્ય બેંક સાથે મર્જ કરવામાં આવી છે. બેંકો મર્જ થવાથી ખાતાધારકના એકાઉન્ટ નંબર, IFSC અને MICR કોડમાં બદલાવ થવાના કારણે 1 ઓક્ટોબર, 2021થી બેંકિંગ સિસ્ટમ જૂના ચેકને રિજેક્ટ કરશે. આ બેંકોની તમામ ચેકબુક અમાન્ય થઇ જશે.

આ પણ વાંચો - નવી કારની સાથે કેમ જરૂરી છે Zero Depreciation Insurance, જાણો તેના ફાયદા

3. ઓટો ડેબિટ કાર્ડના નંબરમાં થશે ફેરફાર (Auto Debit Rules)

1 ઓક્ટોબરથી તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડથી થતી ઓટો ડેબિટ માટે RBI (Reserve Bank of India)નો નવો નિયમ લાગૂ થશે. જે અંતર્ગત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કે મોબાઇલ વોલેટ દ્વારા થતા અમુક ઓટો ડેબિટ ત્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી ગ્રાહક પોતાની મંજૂરી ન આપે. 1 ઓક્ટોબર, 2021થી લાગુ થનાર additional Factor Authentication નિયમ અનુસાર બેંકોએ કોઇ પણ ઓટો ડેબિટ પેમેન્ટ દ્વારા ખાતામાંથી પૈસા ડેબિટ કરવાની અનુમતિ આપવા માટે ગ્રાહકને 24 કલાક પહેલા એક નોટિફિકેશન આપવી પડશે. ગ્રાહકના ખાતામાંથી પૈસા ત્યારે ડેબિટ થશે, જ્યારે તે તેને કન્ફર્મ કરશે. આ નોટિફિકેશન તમને એસએમએસ કે ઈ-મેલ દ્વારા મળી શકે છે.

4. રોકાણ સંબંધિત નિયમોમાં ફેરફાર (Mutual Fund Related Rules)

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) હવે મ્યૂચ્યુઅલ ફંડ રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખી એક નવો નિયમ લઇને આવ્યું છે. આ નિયમ એસેટ અંડર મેનેજમેન્ટ (AMC) એટલે કે મ્યૂચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જૂનિયર કર્મચારીઓ પર લાગૂ થશે. એસેટ અંડર મેનેજમેન્ટ કંપનીઓ અનુસાર, જૂનિયર કર્મચારીઓને 1 ઓક્ટોબર 2021થી પોતાની ગ્રોસ સેલેરીનો 10 ટકા ભાગ મ્યૂચ્યૂઅલ ફંડના યૂનિટ્સમાં રોકાણ કરવો પડશે. જ્યારે 1 ઓક્ટોબર, 2023 સુધી ફેઝવાઇઝ તે સેલરીનો 20 ટકા થઇ જશે. તેને સેબીએ સ્કિન ઈન ધ ગેમ નિયમ કહ્યો છે. આ રોકાણમાં લોક ઇન પીરિયડ પણ હશે.

5. દારૂની પ્રાઇવેટ દૂકાનો થશે બંધ (Liquor Shop)

1 ઓક્ટોબરથી દિલ્હીમાં પ્રાઇવેટ દારૂની દુકાનો બંધ થઇ જશે. 16 નવેમ્બર સુધી માત્ર સરકારી દુકાનો પર દારૂનું વેચાણ થશે. ડે. સીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું કે નવી એક્સાઇઝ નિતી અંતર્ગત રાજધાનીને 32 ઝોનમાં વહેંચીને લાઇસન્સ પ્રદાન કરવાની પ્રક્રિયા કરાઈ છે. હવે 17 નવેમ્બરથી નવી નીતિ અંતર્ગત દુકાનો ખુલશે.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
Published by:Ashish Goyal
First published: