Home /News /business /1 ઓગસ્ટથી આ પાંચ જરૂરી નિયમમાં થશે ફેરફાર, તમારા ઘરના બજેટ પર થશે સીધી અસર
1 ઓગસ્ટથી આ પાંચ જરૂરી નિયમમાં થશે ફેરફાર, તમારા ઘરના બજેટ પર થશે સીધી અસર
પહેલી ઓગસ્ટથી આ નિયમો બદલાશે.
1st August: ઓગસ્ટથી LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે. દર મહિનાની પહેલી તારીખે ઘરેલૂ ગેસ સિલિન્ડર અને કમર્શિયલ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવે છે.
મુંબઈ: 1 ઓગસ્ટથી કેટલાક જરૂરી નિયમોમાં ફેરફાર થશે. નિયમોમાં ફેરફાર થવાથી તમને થોડો ફાયદો થશે અને તમારા ખર્ચમાં વધારો પણ થશે. જણાવી દઈએ કે ICICI બેન્ક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે. સાથે જ 1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે, જેની સીધી અસર તમારા ઘરના બજેટ પર થશે. આ તમામ નિયમોની જાણકારી અહીં આપવામાં આવી છે.
રજાના દિવસે પણ બેન્કના ખાતામાં પગાર આવશે
1 ઓગસ્ટ 2021 રવિવાર અથવા અન્ય બેન્કની હોલિડેના દિવસે પણ તમારો પગાર, પેન્શન, ડિવિડન્ડ અને વ્યાજની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જશે. હવે રજાના દિવસે તમારો પગાર રોકવામાં નહીં આવે. RBIએ એલાન કર્યું છે કે નેશનલ ઓટોમેટેડ ક્લિઅરિંગ હાઉસ (National Automated Clearing House- NACH) અઠવાડિયાના 7 દિવસ ઉપલબ્ધ રહેશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત NACHના માધ્યમથી મોટુ પેમેન્ટ જેમ કે, સેલેરી, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. NACHની સુવિધા 1 ઓગસ્ટથી અઠવાડિયાના 7 દિવસ 24 કલાક મળતી થઇ જશે, જેથી કંપનીઓ ગમે ત્યારે સેલેરી ટ્રાન્સફર કરી શકશે.
દેશના છ મેટ્રોમાં સામાન્ય બચત ખાતું ધરાવતા ગ્રાહકોને ત્રણ ટ્રાન્ઝેક્શન (ફાયનાન્સિયલ અને નોન ફાઈનાન્સિયલ સહિત) ફ્રી મળશે. મેટ્રો સિવાયના શહેરોમાં પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે. નિયમ મર્યાદા કરતા વધુના વ્યવહાર માટે પ્રત્યેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. 20 ચાર્જ લાગશે, જ્યારે નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. 8 ચાર્જ વસૂલ કરાશે. ICICI Bankના ગ્રાહક તેમની હોમ બ્રાન્ચમાંથી રૂ. 1 લાખ ઉપાડી શકે છે. રૂ. 1 લાખથી વધુ રકમ ઉપાડ્યા બાદ પ્રતિ રૂ. 1,000 પર રૂ. 5 ચાર્જ ચૂકવવાનો રહેશે. હોમ બ્રાન્ચ સિવાય અન્ય બ્રાન્ચમાંથી તમે પ્રતિદિન રૂ. 25,000 ઉપાડી શકો છો, તેનાથી વધુ રકમ ઉપાડવા પર તે રકમ ચાર્જેબલ રહેશે. ત્યારબાદ પ્રતિ રૂ. 1000 પર રૂ. 5 ચાર્જ ચૂકવવાનો રહેશે.
1 ઓગસ્ટથી ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ATM ટ્રાન્ઝેક્શન પરના ચાર્જમાં વધારો કર્યો છે. RBIએ ઈન્ટરચેન્જ ફીસ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ રૂ. 15થી વધારીને રૂ. 17 કરી દીધો છે. નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ રૂ. 5થી વધારીને રૂ. 6 કરી દેવામાં આવ્યો છે.
1 ઓગસ્ટથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) તેમના ગ્રાહકો પાસેથી ડોર સ્ટેપ બેન્કિંગ માટે ચાર્જ વસૂલશે. હાલમાં IPPB તરફથી ડોરસ્ટેપ બેન્કિંગ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી, પરંતુ 1 ઓગસ્ટથી બેન્ક તમામ ગ્રાહક પાસેથી ડોરસ્ટેપ બેન્કિંગ મામલે કેટલીક સર્વિસ પર રૂ. 20 ચાર્જ અને GST વસૂલશે. પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ જેમ કે, સમૃદ્ધિ યોજના, PPF, RD, LRD માટે રૂ. 20 ચાર્જ અને GST ચૂકવવાનો રહેશે. મોબાઈલ પોસ્ટપેઈડ અને બિલ પેમેન્ટ માટે રૂ. 20 ચાર્જ અને GST ભરવાનો રહેશે.
સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે
ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટથી LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે. દર મહિનાની પહેલી તારીખે ઘરેલૂ ગેસ સિલિન્ડર અને કમર્શિયલ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર