Home /News /business /

દિલ્હી-મુંબઇમાં ઘર થયા સસ્તા, મોંઘા લોકેશન પર બિલ્ડર્સની ખાસ ઓફર

દિલ્હી-મુંબઇમાં ઘર થયા સસ્તા, મોંઘા લોકેશન પર બિલ્ડર્સની ખાસ ઓફર

ફ્લેટનાં વેચાણમાં આવેલી કમી અને લિક્વિડિટીની અછતને કારણે બાયર્સને બિલ્ડર્સ બંને ઘણી ઓફર્સ આપે છે

ફ્લેટનાં વેચાણમાં આવેલી કમી અને લિક્વિડિટીની અછતને કારણે બાયર્સને બિલ્ડર્સ બંને ઘણી ઓફર્સ આપે છે

  નવી દિલ્હી: હોળી આવ્યા બાદ હવે તહેવારની સીઝન શરૂ થઇ ગઇ. હોળી બાદ રામનવમી તે બાદ ચૈત્રી નવરાત્રિ આવશે. આ દરમિયાન બિલ્ડર્સ હોમ બાયર્સ માટે લોભામણી ઓફર્સ લઇને આવે છે. એક એપ્રિલથી નવું નાણાકીય વર્ષ
  પણ શરૂ થવાથી લોકો નવાં પ્રકારનું પ્લાનિંગ કરે છે. સસ્તી બેંક લોન અને અન્ય સરકારી સબસીડીને કારણે પણ હોમ બાયર્સ માટે આ સમય બેસ્ટ કહેવાય છે. એવામાં એક્સપર્ટ્સનુંક હેવું છે આ વખતે પ્રોપર્ટીનાં ભાવમાં પહેલાની સરખામણીએ 30 ટકાનો ઘટાડો થઇ શકે છે.

  માર્કેટમાં સુધારાની આશા
  નોટબંધી અને GSTનાં ખરાબ દિવસોની અસર પૂર્ણ થઇ ગઇ છે અને ઇકોનોમી જોરમાં છે. બજેટમાં રૂરલ ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જોબ માર્કેટ અને ઇન્ડસ્ટ્રી બૂસ કરવા માટે ઘણાં પગલાં ઉઠાવ્યા છે. આ સાથે જ જોબ ગ્રોથની સાથે ઇનકમ ગ્રોથની સંભાવના પણ છે. સ્માર્ટ સિટી, મેક ઇન ઇન્ડિયા, હાઉસિંગ સ્કિમ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ જેવાં ઉપાયથી પણ પ્રક્રિયાને વધુ ગતિ મળી રહી છે. તેને કારણે જ ઓક્સફોર્ડ ઇકોનોમિસ્ટ સિટીની રેકિંગમાં દુનિયાનાં 10 સૌથી તેજ વિકાસ કરી રહેલાં દેશમાં ભારત 6 સ્થાન પર છે. આપણાં બિઝનેસ કોન્ફિડન્સમાં સતત વધારો થઇ રહ્યો છે.

  સેલરીમાં 9%નાં ઇન્ક્રિમેન્ટની આશા
  વર્ષ 2018માં આપની સેલરીમાં 9 ટકાનો વધુ ઇન્ક્રીમેન્ટની આશા છે. જે ચીન સહિત તમામ એશિયા-પ્રશાંત દેશમાં સૌથી વધુ છે. એવામાં જોબ અને તમારી હાઇ લાઇફ બંનેને બેલેન્સ કરશે.  માંગ વધવાની સંભાવના
  રિઅલ એસ્ટેટ સેક્ટરની માંગણીમાં વધારાનાં સંકેત સ્પષ્ટ છે. ઓફિસ સ્પેસની માંગણી મોટાભાગે તમામ જગ્યાએ વધી રહી છે. જેનાંથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે ઇકોનોમિક એક્ટિવિટી વધી રહી છે. રેજિડેંશિયલ ડિમાન્ડ પણ  તમામ શહેરોને છોડીને વધુમાં વધુ જગ્યાએ વધી રહી છે. IT, ITES, E-કોમર્સ, FMCG, લોજિસ્ટિક્સ અને રુરલ ઇકોનોમીનાં વિસ્તારથી ઘરની માંગને વધુ બૂસ્ટ મળશે. સરકાર પણ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ વ્યાજ સબસિડી આપી રહી છે.

  સસ્તી લોન
  છેલ્લા કેટલાંક વર્ષો દરમિયાન ઘરનાં ભાવમાં ઘણો વધારો થયો છે. એવામાં હાલમાં ભાવ સ્થિર છે. બેંક વ્યાજદરમાં પણ ઘટાડો થવાને કારણે આ સેક્ટરને વધુ મજબુતી મળે તેમ છે. હાલમાં વ્યજ દર ઘટીને 8.35 ટકા થઇ ગયા છે. જેને કારણે EMI પણ ઘટી છે. ઉપરથી સરકારની અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ ચાલે છે જેમાં વ્યાજદર પર 3થી 4 ટકાની છૂટ મળે છે. જે આપનાં માટે સોનામાં સુંગધ ભળવા જેવી વાત છે.  રેડી ટૂ મૂવમાં વિકલ્પની ભરમાર
  રેર લાગૂ થવાથી બિલ્ડર્સ તેનાં પ્રોજેક્ટ તૈયાર કરવામાં લાગી ગયા છે. એવામાં હોમ બાયર્સની ફેવરમાં જ તમામ કાયદા છે. કારણ કે રેડી ટૂ મૂવનાં તમામ વિકલ્પ સાથેજ બિલ્ડર્સ સાથે ભાવ કરવાની તેમને તક મળે છે.

  તહેવારની ઓફર
  ફ્લેટનાં વેચાણમાં આવેલી કમી અને લિક્વિડિટીની અછતને કારણે બાયર્સને બિલ્ડર્સ બંને ઘણી ઓફર્સ આપે છે બિલ્ડર્સ ભારે ડિસ્કાઉન્ટની સાથે જ કાર, એસી, મોડ્યુલર કિચન સહિતની લોભમણી વસ્તુઓ આપે છે. કંસ્ટ્રક્શન
  લિંક્ડ પ્લાન, પઝેશન સુધી EMI નહીં, વાસ્તમાં આ માર્કેટ બાયરની ફેવરમાં છે. તેનો વધુમાં વધુ ફાયદો તમારે ઉઠાવવો જ જોઇએ.
  Published by:Margi Pandya
  First published:

  આગામી સમાચાર