હવે Zomato અને સ્વિગીએ આપવો પડશે 5% ટેક્સ, જાણો તમારા પર કેટલી અસર પડશે?

હવે ઝોમેટો અને સ્વિગીએ 5% GST ચૂકવવો પડશે.

Zomato અને Swiggy જેવા ઑનલાઇન એપ આધારિક ફૂડ ડિલિવરી પ્લેટફોર્મોએ હવે 5% GST ચૂકવવો પડશે. આ નિર્ણય બાદ લોકોને ડર છે કે હવે બહારથી જમવાનું મંગાવવું મોંઘું થઈ જશે.

  • Share this:
    નવી દિલ્હી: ઝોમેટો (Zomato) અને સ્વિગી (Swiggy) જેવા ઑનલાઇન એપ-આધારિત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મોએ (Food delivery App) હવે 5% GST ચૂકવવો પડશે. જીએસટી પરિષદ (GST Council meeting)ની 45મી બેઠકમાં ફૂડ ડિલિવરી કંપનીઓને ટેક્સના દાયરામાં લાવવાનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ મીડિયાને સંબોધન કરતા નાણા મંત્રી નિર્મલા સીતારણને (FM Nirmala sitharaman) કહ્યુ કે, આ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મે (Foot delivery platforms) તેમના તરફથી આપવામાં આવતી રેસ્ટોરન્ટ સેવા પર જીએસટી ચૂકવવો પડશે. આ ટેક્સને ઑર્ડરની ડિલિવરી સ્થળેથી વસૂલ કરવામાં આવશે. જ્યારે કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિંક્સ અને જ્યૂસ પર 28%+12% જીએસટી લાગશે. આ નિર્ણય 1 જાન્યુઆરી 2022થી લાગૂ થશે.

    ગ્રાહકો પરેશાન

    આ સમાચાર પછી સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સ પરેશાન નજરે પડ્યા. ગ્રાહકોને એવો ડર છે કે ક્યાંક જીએસટીની રકમ તેમના પર ન આવી જાય. એટલે કે તેમણે વધારે ચૂકવણી ન કરવી પડે. જોકે, બહુ ઝડપથી આ મામલે સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે આની કોઈ જ અસર ગ્રાહક પર નહીં પડે. કારણ કે નવો ટેક્સ નથી લગાવવામાં આવ્યો.

    ગ્રાહકો પર નહીં પડે અસર

    જીએસટી કાઉન્સિલની બેઠક પછી રેવન્યૂ સેક્રેટરી તરુણ બજાજે (Tarun Bajaj) જણાવ્યું કે, કોઈ નવો ટેક્સ નથી લગાવવામાં આવ્યો. ફક્ત ટેક્સ વસૂલ કરવાની જગ્યાને એક જગ્યાએથી ટ્રાન્સફર કરીને બીજી જગ્યાએ કરી દેવામાં આવી છે. ગ્રાહકો પાસેથી વધારાનો ટેક્સ નહીં વસૂલ કરવામાં આવે, ન તો નવા ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. પહેલા ટેક્સ રેસ્ટોરન્ટ આપતી હતી, હવે તેની જગ્યાએ એગ્રીગેટર તરફથી આપવામાં આવશે.

    આ પણ વાંચો: શું છે ટાઇટલ ઇન્શ્યોરન્સ પોલિસી? તમારા મકાનને કઈ રીતે મળશે સંપૂર્ણ સુરક્ષા? 

    તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે, "માની લો કે તમે કોઈ એપના માધ્યમથી જમવાનું મંગાવો છો. અત્યારસુધી રેસ્ટોરન્ટ આ ઓર્ડર પર ટેક્સ વસૂલ કરીને ટેક્સ ચૂકવતી હતી. પરંતુ અમને માલુમ પડ્યું કે અનેક રેસ્ટોરન્ટ ટેક્સ વસૂલ કરીને જમા નથી કરાવતી. આથી અમે એવું નક્કી કર્યું છે કે જમવાનો ઓર્ડર થયા બાદ ફૂડ એગ્રીગેટર ગ્રાહકો પાસેથી ટેક્સ વસૂલ કરીને જમા કરાવશે, રેસ્ટોરન્ટ નહીં." નાણા મંત્રીએ સ્પષ્ટતા કરી કે ફૂડ ડિલિવરી એપ સ્વિગી અને ઝોમાટોથી જમવાનું મંગાવવા પર વધારોના ટેક્સ લગાવવાની કોઈ વાત નથી. આ એપ એટલો જ ટેક્સ વસૂલ કરશે જેટલો રેસ્ટોરન્ટને લાગૂ પડે છે.

    આ સામાન થશે મોંઘો

    ખાવા-પીવાના સામાનમાં કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિંક મોંઘું થશે. જેના પર 28% જીએસટી ઉપરાંત 12% કમ્પનસેશન સેસ લાગશે. આ પહેલા તેના પર ફક્ત 28% ટેક્સ લાગતો હતો. આ ઉપરાંત આઇસક્રીમ ખાવાનું મોંઘું પડશે. તેના પર 18% ટેક્સ લાગશે. મીઠી સોપારી અને કોટેડ ઇલાઈચી હવે મોંઘી થશે. તેના પર પહેલા 5% GST હતો, હવે તે વધીને 18% થશે.
    Published by:Vinod Zankhaliya
    First published: