મુંબઇ: યુક્રેન પર રશિયાના હુમલા (Russia Ukraine war)ને પગલે પૂર્વ યૂરોપમાં તણાવ ખૂબ વધી ગયો છે. જેના પગલે આખી દુનિયાના શેર બજારમાં કડાકો (Share Market crash) બોલી ગયો છે. આ તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલ (Crude Oil), ગેસ અને કોમોડિટીની કિંમતો આકાશને સ્પર્શી જવા આવી છે. ક્રૂડ ઓઇલની કિંમત હજુ વધી શકે છે. જેના પગલે મોંઘવારીમાં પણ વધારો થશે. હાલ ભારત સહિત દેશોના રોકાણકારો સચેત થઈ ગયા છે. જેના પગલે વૈશ્વિક ઇક્વિટી બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. 2022 દરમિયાન મોટાભાગના નિફ્ટી સ્ટૉકમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ નજર કરીએ તો Dr. Reddy's Laboratories, Ultratech Cement, Wipro, Tech Mahindra અને HDFC Life Insurance શેરમાં 18-24 ટકા સુધી ઘટાડો જોવામાં આવ્યો છે. મનીકંટ્રોલના SWOT વિશ્લેષણ પ્રમાણે આ પાંચ શેરમાં નબળાની સામે સબળ પાસા વધારે છે.
આ મામલે કેપિટલ વાયા ગ્લોબલના લિખિતા ચેપાનું કહેવું છે કે, આ પાંચેય શેરમાં રોકાણનો ખૂબ સારો મોકો છે. આ તમામ શેર ઓવર સૉલ્ડ ઝોનથી નજીક છે. તમામ શેરના ફંડામેન્ટલ ખૂબ મજબૂત છે. હવે આ શેરમાં ખૂબ સારું વળતર મળી શકે છે. આ તમામ પાસાઓ પરથી એક વાત નક્કી છે કે એક વખત દુનિયામાં ભૂ-રાજકીય સંકટ ઓછું થશે કે આ શેરમાં શોર્ટ ટર્મમાં મોટો ઉછાળો જોવા મળશે.
આ પાંચેય શેર પર એક નજર કરીએ
Dr. Reddy's Laboratories Ltd. | 2022માં અત્યારસુધી આ શેરમાં 24 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ આ શેર 4907.00 રૂપિયા પર હતો. ત્રીજી માર્ચ, 2022ના રોજ આ શેર 3718.85 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
Ultratech Cement Ltd. | 2022માં અત્યારસુધી આ શેરમાં 21 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ આ શેર 7591.05 રૂપિયા પર હતો. ત્રીજી માર્ચ, 2022ના રોજ આ શેર 5980.70 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
Wipro Ltd. | 2022માં અત્યારસુધી આ શેરમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ આ શેર 715.35 રૂપિયા પર હતો. ત્રીજી માર્ચ, 2022ના રોજ આ શેર 569.55 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
Tech Mahindra Ltd. | 2022માં અત્યારસુધી આ શેરમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ આ શેર 1790.55 રૂપિયા પર હતો. ત્રીજી માર્ચ, 2022ના રોજ આ શેર 1426.65 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
HDFC Life Insurance Co Ltd. | 2022માં અત્યારસુધી આ શેરમાં 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ આ શેર 649.55 રૂપિયા પર હતો. ત્રીજી માર્ચ, 2022ના રોજ આ શેર 531.75 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર