Home /News /business /Multibagger Stock: જાન્યુઆરી મહિનામાં આ 5 સ્મૉલકેપ શેરમાં મળ્યું 320% સુધી વળતર, શું તમે રોકાણ કર્યું છે?

Multibagger Stock: જાન્યુઆરી મહિનામાં આ 5 સ્મૉલકેપ શેરમાં મળ્યું 320% સુધી વળતર, શું તમે રોકાણ કર્યું છે?

મલ્ટીબેગર શેર

Multibagger Stock January 2022: શેરબજારમાં મોટી ઉથલપાથલ વચ્ચે પણ જાન્યુઆરીમાં એવા શેર છે જેમાં રોકાણકારોને ખૂબ સારું વળતર મળ્યું છે. આવા શેર્સ પર એક નજર કરીએ.

    મુંબઈ. Multibagger Stock: નવા વર્ષનો એક મહિનો પસાર થઈ ગયો છે. આ મહિને ભારતીય શેરબજાર (Indian Stock Market)માં ખૂબ મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જોકે, આ ઉથલપાથલ વચ્ચે પણ એવા શેર્સ છે જેમણે રોકાણકારોને ખૂબ સારું વળતર (Multibagger return) આપ્યું છે. એટલે કે આ શેર્સમાં રોકાણકારોને ફક્ત એક જ મહિનામાં મલ્ટીબેગર વળતર મળ્યું છે. આ શેર્સમાંથી મોટાભાગના સ્મૉલકેપ શેર્સ (Small cap Stocks) છે જે X અને B ગ્રુપમાં છે. આજે અમે તમને આવા પાંચ શેર્સ વિશે જણાવી રહ્યા છીએ. આ શેર્સમાં જાન્યુઆરી 2022ના મહિનામાં 320 ટકા સુધી વળતર (Multibagger stocks January 2022) મળી ચૂક્યું છે.

    1) KIFS ફાઇનાન્સિયલ સર્વિસિસ (KIFS Financial Services)

    BSEના X ગ્રુપમાં લિસ્ટ થયેલા આ શેરની કિંમત છેલ્લા એક મહિનામાં 43.85 રૂપિયાથી વધીને 162.10 રૂપિયાના સ્તર પર પહોંચી છે. આ રીતે છેલ્લા એક મહિનામાં આ શેરમાં રોકાણ કરનાર લોકોને 270 ટકાનું વળતર મળ્યું છે. આ મલ્ટીબેગર શેર હાલ 52 અઠવાડિયાની પોતાની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. શેરનો 52 અઠવાડિયાનો લૉ 32.55 રૂપિયા પ્રતિ શેર છે.

    2) એકે સ્પિનટેક્સ (AK Spintex)

    આ મલ્ટીબેગર શેરની કિંમત છેલ્લા એક મહિનામાં 24.50 રૂપિયાથી વધીને 103.10 રૂપિયાના સ્તર પર પહોંચી છે. આ રીતે છેલ્લા એક મહિનામાં આ શેરે રોકાણકારોને 320 ટકા વળતર આપ્યું છે. BSE પર લિસ્ટેડ આ શેરનું માર્કેટ કેપિટલાઈઝેશન આશરે 52 કરોડ રૂપિયા છે.

    3) ભક્તિ જેમ્સ એન્ડ જ્વેલરી (Bhakti Gems and Jewellery)

    આ મલ્ટીબેગર પેની સ્ટૉકની કિંમત છેલ્લા એક મહિનામાં 15 રૂપિયાથી વધીને 42.65 રૂપિયા પર પહોંચી છે. 2022ના વર્ષની શરૂઆત બાદ અત્યારસુધી આ શેરે તેના રોકાણકારોને 180 ટકા રિટર્ન આપ્યું છે. B ગ્રુપનો આ શેરની માર્કેટ કિંમત આશરે 42 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચો: Budget 2022: IIFL Securitiesના અનુજ ગુપ્તા 10 સ્ટૉક પર બુલિશ, બજેટથી થઈ શકે છે ફાયદો

    4. બીસીએલ એન્ટરપ્રાઇઝિસ (BCL Enterprises)

    બીએસઈના X ગ્રુપમાં લિસ્ટેડ આ કંપનીનો શેર છેલ્લા એક મહિનામાં 15.40 રૂપિયાના સ્તરથી વધીને 43.80ના સ્તર પર પહોંચ્યો છે. આ રીતે છેલ્લા એક વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને આશરે 185 ટકા રિટર્ન આપ્યું છે. આ મલ્ટીબેગર પેની સ્ટૉકની માર્કેટ વેલ્યૂ 25 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચો: Budget 2022: બજેટની જાહેરાત બાદ આ સ્ટૉક્સમાં આવી શકે છે વધુ મજબૂતી, જાણો શું કહે છે બ્રોકરેજ

    5. રુત્તોશા ઇન્ટરનેશનલ રેક્ટિફાયર (Ruttonsha International Rectifier)

    આ શેર બીએસઈના X ગ્રુપમાં લિસ્ટેડ છે. આ એક મલ્ટીબેગર સ્મૉલકેપ શેર છે. છેલ્લા એક મહિનામાં આ શેર 195 રૂપિયાના સ્તરથી વધીને 515.85 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે છેલ્લા એક મહિનામાં આ શેર તેના રોકાણકારોને 165 ટકા સુધી વળતર આપી ચૂક્યો છે. આ શેરનું વર્તમાન માર્કેટ કેપિટલાઇઝેશન 359 કરોડ રૂપિયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market

    विज्ञापन
    विज्ञापन