Home /News /business /Stock Market: આ પાંચ સ્ટૉકે ફક્ત એક જ મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા, તમે પણ કરી લો એક નજર

Stock Market: આ પાંચ સ્ટૉકે ફક્ત એક જ મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા, તમે પણ કરી લો એક નજર

મલ્ટીબેગર સ્ટોક

Ganesh Holding: આ સ્મૉલકેપ XT ગ્રુપનો શેર છે. છેલ્લા એક મહિનામાં તે 23.70 રૂપિયાથી વધીને 59.15 રૂપિયા પર પહોંચી ગયો છે. એક મહિનામાં આ શેર 150 ટકા વધ્યો છે.

    મુંબઇ. Multibagger stocks: રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે વૈશ્વિક બજારમાં ખૂબ ખરાબ અસર પડી છે. જોકે, ભૂ-રાજકીય તણાવ વચ્ચે પણ ભારતીય શેર બજારમાં અનેક એવા શેર્સ છે જેણે પોતાના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ શેરોએ છેલ્લા એક મહિનામાં રોકાણકારોની સંપત્તિ બેગણી કરી દીધી છે. આજે અમે તમને આવા જ પાંચ શેરની યાદી આપી રહ્યા છીએ. આ શેર છેલ્લા એક મહિનામાં મલ્ટીબેગર સાબિત થયા છે. આ શેર્સ એક નજર કરીએ.

    IEL

    આ શેરમાં આજે અપર સર્કિટ લાગી હતી. છેલ્લા એક મહિનામાં XT ગ્રુપનો આ શેર 38.65 રૂપિયાથી વધીને 99.10 રૂપિયા પર પહોંચી ગયો છે. આ દરમિયાન રોકાણકારોને 155 ટકા વળતર મળ્યું છે. આ શેરનું વર્તમાન ટ્રેડ વોલ્યૂમ 2,541 છે જે 20 દિવસના સરેરાશ ટ્રેડ વોલ્યૂએ એટલે કે 4,970નું લગભગ 50 ટકા છે.

    BLS Infotech

    છેલ્લા એક મહિનામાં આ સ્મૉલકેપ પેની સ્ટૉકે આશરે 155 ટકા વળતર આપ્યું છે. આ દરમિયાન આ શેર 1.59 રૂપિયાથી વધીને 4.07 રૂપિયા પર પહોંચ્યો છે. આ વર્ષે આ મલ્ટીબેગર શેરમાં 500 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ શેરનું વર્તમાન ટ્રેડ વોલ્યૂમ 2,65,732 છે જે, 11,83,686 ના સરેરાશ 20 દિવસના વોલ્યૂમથી ઓછું છે. કંપનીની માર્કેટ કેપ 175 કરોડ રૂપિયા છે.

    Ganesh Holding

    આ સ્મૉલકેપ XT ગ્રુપનો શેર છે. છેલ્લા એક મહિનામાં તે 23.70 રૂપિયાથી વધીને 59.15 રૂપિયા પર પહોંચી ગયો છે. એક મહિનામાં આ શેર 150 ટકા વધ્યો છે. 2022ના વર્ષમાં આ શેર અત્યારસુધી 165 ટકા વધી ચૂક્યો છે. આ દરમિયાન શેર 16.20 રૂપિયાના સ્તરથી વધીને 59.15 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ શેરની માર્કેટ કેપ ફક્ત બે કરોડ રૂપિયા છે. આ ખૂબ જ જોખમી શેર છે.

    આ પણ વાંચો: આટલું કરવાથી તમારી હોમ લોનનો EMI 5,000 રૂપિયા સુધી ઘટી શકે! 

    Gujchem Distillers India

    છેલ્લા એક મહિનામાં XT ગ્રુપનો આ શેર 255.50 રૂપિયાથી વધીને 677.15 રૂપિયા પર પહોંચ્યો છે. એક મહિનામાં આ શેર 165 ટકા ભાગ્યો છે. 2022માં આ શેર 148 રૂપિયાથી વધીને 677 રૂપિયા પર પહોંચી ગયો છે. આ દરમિયાન આ શેરે આશરે 360 ટકા રિટર્ન આપ્યું છે. આ ખૂબ જ લૉ વોલ્યૂમ ધરાવતો શેર છે. તેની વર્તમાન માર્કેટ કેપ ફક્ત 10 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચો: આવતા અઠવાડિયાથી ખિસ્સું હળવું કરવા તૈયાર રહેજો

    Cyber Media (India)

    આ T ગ્રુપનો સ્મૉલકેપ શેર છે. છેલ્લા એક મહિનામાં આ શેર 105 ટકા ભાગ્યો છે. આ દરમિયાન શેર 15.50 રૂપિયાના સ્તરથી વધીને 31.55 રૂપિયા પર પહોંચ્યો છે. ફેબ્રુઆરીની શરૂઆતથી આ શેર અપટ્રેન્ડમાં છે. 2022થી અત્યારસુધી આ પેની સ્ટૉકે 135 ટકા રિટર્ન આપ્યું છે. સ્ટૉકની માર્કેટ કેપ 50 કરોડ રૂપિયા આસપાસ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Penny stocks, Stock market

    विज्ञापन
    विज्ञापन