Home /News /business /Credit Card: ક્રેડિટ કાર્ડ એટલું પણ ખરાબ નથી, બસ વાપરતા પહેલા સમજો આખું ગણિત
Credit Card: ક્રેડિટ કાર્ડ એટલું પણ ખરાબ નથી, બસ વાપરતા પહેલા સમજો આખું ગણિત
ડેબિટ કાર્ડ (Shutterstock imageCredit Utilization Ratio: જાણો શું છે ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયો, ક્રેડિટ સ્કોર પર કેવી રીતે પડે છે તેની અસર
Credit card usage: અહીં તે જાણવું મહત્ત્વનું છે કે, સમસ્યા કાર્ડમાં નથી, પરંતુ ખરી સમસ્યા છે ક્રેડિટ કાર્ડ્સના ઊંચા વ્યાજ દર. પરંતુ જો તમે કાર્ડના આ વ્યાજનું ગણિત (maths behind high interest rates) યોગ્ય રીતે સમજી લો છો તો તમારી તમામ સમસ્યાઓનું સમાધાન મળી જશે.
નવી દિલ્હી: કેટલાક લોકોને લાગે છે કે ક્રેડિટ કાર્ડ (Credit Card) તેમને જોઈએ તેના કરતાં વધુ ખર્ચ (spending ) કરવા માટે લલચાવે છે. પણ જો આવું થતું હોય તો સમસ્યા કાર્ડમાં નહીં કાર્ડધારકમાં છે. તમે ઘણા એવા લોકો પણ જોયા હશે, જેની પાસે એક કરતા વધુ ક્રેડિટ કાર્ડ હશે. આશ્ચર્યની વાત તો છે કે તેઓ તે તમામ કાર્ડ્સનો ઉપયોગ પણ કરી રહ્યા છે અને જરૂર કરતા વધુ ખર્ચ કરી રહ્યા છે. કાર્ડ દ્વારા આપવામાં આવતી લોભામણી ઓફર્સ (Offers)થી આકર્ષાઇને આવું કરવું જરા પણ યોગ્ય નથી. છેલ્લે એક સમય એવો આવે છે જ્યારે તેઓ કાર્ડ્સના ચાર્જીસ (Credit Card Charges) પણ ચૂકવી શકતા નથી.
આ કોઇ નવાઇની વાત નથી. પરંતુ અહીં તે જાણવું મહત્ત્વનું છે કે, સમસ્યા કાર્ડમાં નથી, પરંતુ ખરી સમસ્યા છે ક્રેડિટ કાર્ડ્સના ઊંચા વ્યાજ દર. પરંતુ જો તમે કાર્ડના આ વ્યાજનું ગણિત (Math behind high interest rates) યોગ્ય રીતે સમજી લો છો તો તમારી તમામ સમસ્યાઓનું સમાધાન મળી જશે.
અપનાવો ‘MAD’ પેમેન્ટ
ક્રેડિટ કાર્ડમાં MADનો અર્થ થાય છે મિનિમમ અમાઉન્ટ ડ્યુ. જે તમારા કાર્ડ એકાઉન્ટને રેગ્યુલર રાખવા માટે તમારે નિયત તારીખ પહેલાં ચૂકવવાની મિનિમમ રકમ છે. મિનિમમ રકમ ચૂકવીને તમે મોડી પેમેન્ટ ફી અને તમારા ક્રેડિટ સ્કોર પર થતી કોઈપણ નકારાત્મક અસરને ટાળી શકો છો. પરંતુ હાં, તમારે બાકી રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. તો ચાલો આ વ્યાજની ગણતરી એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમારા ક્રેડિટ કાર્ડની બાકી રકમ 30,000 રૂપિયા છે. અને મિનિમમ અમાઉન્ટ ડ્યુ રૂ. 1,500 છે.
હવે તમારી પાસે શું વિકલ્પ છે?
- સૌથી પહેલા કાં તો તમે સંપૂર્ણ બાકી રકમ રૂ. 30,000 એક સાથે પે કરી શકો છો.
- અથવા તમે ડ્યુ ડેટ પહેલા મિનિમમ રકમ રૂ.1500નું પેમેન્ટ કરી શકો છો.
કંઇપણ ચૂકવણી ન કરો (આ ઓપ્શન પસંદ ન કરશો).
હવે આ દરેક કિસ્સામાં શું થાય છે?
- પહેલો ઓપ્શન સિલેક્ટ કરો છો તો, તમારે કોઈ વ્યાજ ચૂકવવાનું થતું નથી. કારણ કે તમે બધા લેણાં ક્લિયર કરી દીધા છે અને નિયત તારીખ માટે પણ કોઈ ચૂકવણી બાકી નથી.
- જો બીજો વિકલ્પ પસંદ કરો છો તો વ્યાજ (મહિના માટે) રૂ. 28,500 (રૂ.30,000 - રૂ.1,500) પર વસૂલવામાં આવશે.
- ત્રીજા વિકલ્પમાં તમારી સંપૂર્ણ રકમ રૂ. 30,000 પર વ્યાજ વસૂલવામાં આવશે. ઉપરાંત તમે મિનિમમ રકમની ચૂકવણી નિયત તારીખ પહેલા ન કરી શકતા તમારે લેટ ફી પણ ચૂકવવાની રહેશે.
કાર્ડધારકો ઘણીવાર ભૂલ કરે છે કે લઘુત્તમ રકમ ચૂકવવી તે પર્યાપ્ત છે. તમે ચોક્કસપણે આ રીતે લેટ પેમેન્ટ ફી ટાળી શકો છો. પરંતુ હજુ પણ તમારી પાસેથી બાકી રકમ પર વધુ વ્યાજ વસૂલવામાં આવશે. એટલું જ નહીં, જો તમે કાર્ડની સંપૂર્ણ ચૂકવણી નહીં કરો, તો ત્યાં સુધી તમને પછીના ટ્રાન્ઝેક્શન માટે વ્યાજમુક્ત ક્રેડિટ અવધિ મળશે નહીં. આ તે છે જે ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓને આર્થિક રીતે પાયમાલ કરી દે છે.
ઉપર આપેલા ઉદાહરણને વધુ સારી રીતે સમજીએ તો...
ધારો કે તમને રૂ. 30,000નું બિલ મળ્યા પછી તમે ઓછામાં ઓછા રૂ.1,500 ચૂકવો છો. જ્યારે તેના પર રૂ. 28,500 બાકી છે. હવે જો તમે ફરી ડ્યુ ડેટ પછી ક્રેડિટ કાર્ડ દ્વારા વઘાપે રૂ. 15,000નું ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમને એક દિવસીય ઇન્ટરેસ્ટ ફ્રી પીરિયડ નહીં મળે. તમારી પાસેથી ટ્રાન્ઝેક્શન પછીના પહેલા દિવસથી જ તેના પર વ્યાજ લેવામાં આવશે. તેથી રૂ. 28,500 (મૂળ બાકી) + રૂ. 15,000 (નવો ખર્ચ) + અગાઉના બાકીની રકમ પર વધુ વ્યાજ વસૂલવામાં આવે છે.
એક સલાહ એ છે કે લાંબા સમય સુધી વ્યાજ-મુક્ત સમયગાળો મેળવવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, એકથી વધુ કાર્ડ રાખવા વગેરે જેવી હેક્સમાં ક્યારેય ન અપનાવવી જોઇએ. તેના કરતા વ્યાજની ચૂકવણી નિયમિત રીતે કરો. માત્ર ન્યૂનતમ બાકી રકમ અથવા બિલની રકમ કરતાં એક રૂપિયો પણ ઓછો નહીં. જો તમે તમારી ખર્ચ કરવાની ઇચ્છાને નિયંત્રિત કરવી મુશ્કેલ લાગે છે, તો પછી કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. એક સિમ્પલ નિયમ ધ્યાનમાં રાખો, ‘જો હું આ વસ્તુ રોકડમાં ખરીદી શકું તેમ નથી તો હું તેને મારા ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી લઇશ અથવા તમારા ક્રેડિટ કાર્ડને ડેબિટ કાર્ડની જેમ જ ઉપયોગમાં લો.’ તેટલા જ ખર્ચ કરો જેટલા પૈસાનું તમે પેમેન્ટ કરી શકો. ( DEV ASHISH, Moneycontrol)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર