ફેબ્રુઆરી મહિનાથી થશે આ પાંચ ફેરફાર, તમારી રોજિંદી જિંદગી પર પડશે અસર

ફેબ્રુઆરી મહિનાથી થશે આ પાંચ ફેરફાર, તમારી રોજિંદી જિંદગી પર પડશે અસર
પ્રતીકાત્મક તસવીર

એલપીજી સિલિન્ડર (LPG Cylinder)નો ભાવ, પંજાબ નેશનલ બેંક એટીએમ કેશ ઉપાડ (PNB ATM cash withdrawal), ફરિયાત FASTag વગેરેના નિયમો બદલાશે.

 • Share this:
  નવી દિલ્હી: ફેબ્રુઆરી (February 2021) મહિનાની શરૂઆત થતા જ સામાન્ય માણસના જીવન પર અસર કરતા કેટલાક નિયમોમાં બદલાવ થઈ રહ્યો છે. જેમાં એલપીજી સિલિન્ડર (LPG Cylinder)નો ભાવ, પંજાબ નેશનલ બેંક એટીએમ કેશ ઉપાડ (PNB ATM cash withdrawal), ફરિયાત FASTag વગેરેનો સમાવેશ થાય છે. આ નિયમની ઘણા લોકો પર અસર થવાની હોવાથી તેના વિશે વિગતે જાણીએ. અમે તમને જણાવી રહ્યા છીએ કે ફેબ્રુઆર, 2021થી શું શું બદલાશે.

  1) બજેટની જાહેરાત  કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટની જાહેરાત કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 29મી ફેબ્રુઆરીથી શરૂ થશે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંયુક્ત સત્રને સંબોધન કરશે. બજેટ સત્ર આઠમી એપ્રિલના રોજ પૂર્ણ થશે. જોકે, 15મી ફેબ્રુઆરીના રોજ ગૃહને સ્થગિત કરવામાં આવશે, જે ફરી 15મી માર્ચના રોજ મળશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સંસદના બંને ગૃહ અલગ અલગ સમય પર મળશે. એટલે કે રાજ્ય સભા બપોરના સમયે મળશે અને લોકસભા સાંજે ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી મળશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે અનેક નવી જાહેરાત કરવામાં આવી શકે છે.

  આ પણ વાંચો: રોકાણકારો આનંદો: IPOમાં 15,000ને બદલે 7,500 રૂપિયાનો એક લૉટ કરી શકે છે SEBI

  2) એલપીજી સિલિન્ડર ભાવ

  ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવના આધારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી હોય છે. જે પ્રમાણે પ્રથમ ફેબ્રુઆરીના રોજ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે.

  3) પંજાબ નેશનલ બેંક ATM કેશ ઉપાડ:

  પંજાબ નેશનલ બેંક પહેલી ફેબ્રુઆરીથી એટીએમ અંગે નવો નિયમ લાગૂ કરી રહી છે. 14મી જાન્યુઆરીના રોજ બેંક તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું કે, "અમારા ગ્રાહકોને એટીએમથી કરવામાં આવતી છેતરપિંડીથી બચાવવા માટે પહેલી ફેબ્રુઆરી, 2021થી Non-EMV ATM મશીનમાં ટ્રાન્ઝેક્શન કરી શકાશે નહીં. નોની ઈવીએમ એટીએમ મશીન એ એવા મશીન છે જેમાં ટ્રાન્ઝેક્શન દરમિયાન કાર્ડ અંદર રાખવું પડતું નથી."

  આ પણ વાંચો: જુગાડ કે બેવકૂફી? લગેજનો વધારાનો ચાર્જ ન ચૂકવવો પડે તે માટે ચાર લોકો અડધા કલાકમાં 30 Kg ઑરેન્જ ખાઈ ગયા!

  4) ફરજિયાત FASTag

  દેશમાં તમામ વાહનો માટે 15મી ફેબ્રુઆરીથી ફાસ્ટેગનો ઉપયોગ ફરજિયાત કરાશે. રોડ પરિવહન મંત્રાલય તરફથી 'એમ' અને 'એન' કેટેગરી વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત કર્યું છે. એમ કેટેગરીમાં એવા ફોર વ્હીલર વાહનનો સમાવેશ થાય છે જે પેસેન્જર વાહન છે જ્યારે એન કેટેગરીમાં એવા વાહનો છે જેઓ પેસેન્જર અને માલની પણ હેરફેર કરે છે. મંત્રાલયે 15મી ફેબ્રુઆરી સુધી હાઇબ્રિડ લાઈનમાં ફાસ્ટેગ અને કેશથી ચૂકવણી કરવાની છૂટ આપી છે. જ્યારે ફાસ્ટેગની લાઈનમાં ફક્ત ફાસ્ટેગ મારફતે જ પેમેન્ટ કરી શકાશે.

  આ પણ વાંચો: સુરત: બુટલેગરની દાદાગીરી કેમેરામાં કેદ, જમવા બેઠેલા વિદ્યાર્થીને માર્યો માર, છરી પણ બતાવી

  5) EPFO જીવન પ્રમાણપત્ર:

  કોરોના મહામારી અને વૃદ્ધ લોકોને કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને EPFO (Employees' Provident Fund Organisation) તરફથી જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની તારીખ 28મી ફેબ્રુઆરી, 2021 સુધી વધારી દીધી છે. એટલે કે કોઈ પણ મહિનાનું સર્ટિફિકેટ બાકી હશે તો 28મી ફેબ્રુઆરી, 2021 સુધી જમા કરાવી શકશે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 28, 2021, 12:58 pm

  ટૉપ ન્યૂઝ