Home /News /business /શું તમે પણ ખરીદવા માંગો છો તમારા સપનાનું ઘર? તો ધ્યાનમાં રાખો આ 5 મહત્વની બાબતો

શું તમે પણ ખરીદવા માંગો છો તમારા સપનાનું ઘર? તો ધ્યાનમાં રાખો આ 5 મહત્વની બાબતો

ઘરની માલિકી ધરાવવી એ તમારા આત્મવિશ્વાસને વધારવાની સાથે સલામતી અને સ્થિરતાની ભાવના લાવે છે ( પ્રતિકાત્મક તસવીર)

Home Buying Tips - જો તમે તમારા નવા ઘરને ફાઇનાન્સ કરવા જઇ રહ્યા છો, તો 750 અથવા તેથી વધુનો મજબૂત ક્રેડિટ સ્કોર રાખવાની સલાહ આપવામાં આવે છે

ઘરનું ઘર ખરીદવાનો (Buying own House) નિર્ણય એટલો સરળ નથી. આ એક મોટું આર્થિક પગલું છે, જેમાં આપણે ઘણા પૈસાની જરૂર પડે છે. છતા મોટાભાગના ભારતીયોમાં ઘરનું ઘર હોય તે સપનું વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ઘરની માલિકી ધરાવવી એ તમારા આત્મવિશ્વાસને વધારવાની સાથે સલામતી અને સ્થિરતાની ભાવના લાવે છે. ઘર (Home Buying Tips)ખરીદવું એ મોટાભાગના ખરીદદારો માટે મોટી ટિકિટની ખરીદી છે. તેથી તેઓ વ્યવહાર માટે ઘણીવાર હોમ લોન (home Loan) પર આધાર રાખે છે. મોટા ભંડોળ સામેલ હોવાથી, ઘર ખરીદનારે ઘણા પરિબળોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. નવું (રિસેલ નહીં) ઘર ખરીદતી વખતે તમારે ત્રણ પાસાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. આ પાસાંઓ નિયમનકારી, નાણાકીય અને સ્થાનીય છે. અહીં અમે તમને ઘર ખરીદતા પહેલા ધ્યાન રાખવાના મહત્વના 5 મુદ્દાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

આર્થિક સ્થિતિ અને પુનઃચુકવણી

હોમ લોનથી મકાનની માલિકી અનુકૂળ અને સસ્તી બની છે. જો કે, તમે ઘર ખરીદતા પહેલા તમારે તમારી નાણાકીય સ્થિતિ અને ડાઉન પેમેન્ટ અને હપ્તાઓ સાથે વ્યવહાર કરવાની તૈયારીઓને સમજવી આવશ્યક છે. જો કોઈ ઘરની કિંમત 100 રૂપિયા છે, તો ત્યાં વધારાનો ખર્ચ થશે જે કિંમતને 120 અથવા 130 રૂપિયા સુધી લઈ જઈ શકે છે. આમાંથી હોમ લોન 75-90% સુધી ફાઈનાન્સ કરી શકે છે. મોટી ડાઉન પેમેન્ટ તમારી લોનની જરૂરિયાતોને ઘટાડી શકે છે અને તેથી તમારા ઇએમઆઈનો ભાર પણ ઘટે છે. ખાતરી કરો કે તમારી પાસે આ પૈસા તૈયાર છે. આ ડાઉન પેમેન્ટને બચાવવાની ઘણી રીતો છે. ઉદાહરણ તરીકે, તમે એસઆઈપી દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રૂ. 25,000નું રોકાણ કરવાનું વિચારી શકો છો, જેથી ત્રણ વર્ષ પછી 12%ના સરેરાશ વળતર દરે રૂ. 10.9 લાખ મેળવી શકાય. ઇએમઆઈ ચુકવણીમાં નિયમિત રહેવાની જવાબદારી હોવાથી ખાતરી કરો કે તમારી પાસે માસિક ખર્ચ ચૂકવવા માટે પૂરતી બચત છે.

ક્રેડિટ સ્કોર

જો તમે તમારા નવા ઘરને ફાઇનાન્સ કરવા જઇ રહ્યા છો, તો 750 અથવા તેથી વધુનો મજબૂત ક્રેડિટ સ્કોર રાખવાની સલાહ આપવામાં આવે છે. આ તમારી શાખપાત્રતાને મજબૂત બનાવે છે અને સૌથી ઓછા વ્યાજ દરે લોન મેળવવા માટેની તમારી લાયકાતમાં પણ વધારો કરે છે. જો તમારી પાસે હાલના ટૂંકા ગાળાના ઇએમઆઈ હોય, તો તેને શક્ય તેટલી વહેલી તકે પતાવી દો. ઘણા બધા ઇએમઆઈ તમારી ચુકવણી કરવાની ક્ષમતામાં અવરોધ પેદા કરે છે અને આ રીતે પાત્રતાનો લાભ લેવા માટે તમારા નાણાંને પણ અસર કરે છે.

આ પણ વાંચો - ઘર લેવાનું સપનું થશે મોંઘુ, SBIએ વધાર્યા હોમ લોનના વ્યાજદર, જાણો EMIમાં કેટલો થશે વધારો

RERA અને અન્ય દસ્તાવેજો

ઘર ખરીદનારાઓએ પહેલા તેઓ જે મિલકત ખરીદી રહ્યા છે, તેમાં જરૂરી પ્રમાણપત્રો, કાનૂની માન્યતા અને સ્થાનિક મંજૂરીઓ છે કે કેમ તે અંગે યોગ્ય તપાસ કરવી જોઇએ. તમારે તપાસવું કે આ મિલકત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)માં નોંધાયેલી છે કે નહીં. રેરા-રજિસ્ટર્ડ પ્રોપર્ટી ખરીદવાથી તમારા પ્રોજેક્ટમાં વિલંબ થાય, ત્યારે અથવા પ્રોજેક્ટમાં ખામીયુક્ત બાંધકામ જેવી સમસ્યાઓની જવાબદારી સોંપવા માટે તમને સુરક્ષા મળે છે. જો તમારી પાસે જરૂરી પ્રમાણપત્રો અને મંજૂરીઓ ન હોય તો ધીરનાર તમારી મિલકતને નાણાં આપવા માટે રસ દાખવશે નહીં.

ટાઇટલ ડીડ અને એન્ક્યુમ્બરન્સ સર્ટિફિકેટ

તમારા નવા મકાન પર રોકાણ કરતા પહેલા તમારે જે સૌથી અગત્યની બાબતો ચકાસવી જોઈએ તેમાંની એક છે, જમીનનો ટાઇટલ ડીડ જેના પર મિલકત અથવા પ્રોજેક્ટ આધારિત છે. ટાઈટલ ડીડ એ એક એવો દસ્તાવેજ છે, જે તમને બિલ્ડર દ્વારા મિલકતની માલિકી, માલિકી વેચવાનો કે તબદીલ કરવાનો અધિકાર અને મિલકત કોઈ કેસમાં ફસાઈ છે કે નહીં તે વિશે જાણકારી આપે છે. દસ્તાવેજોની તપાસ કરાવવા માટે તમે વકીલની મદદ પણ લઈ શકો છો.

તેવી જ રીતે તમારે એનક્યુમ્બરન્સ સર્ટિફિકેટ પણ તપાસવું જોઈએ. હોમ લોન માટે અરજી કરતી વખતે તમારે એન્ક્યુમ્બરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે. તે એક દસ્તાવેજ છે જે પુરાવા તરીકે કાર્ય કરે છે કે સંપત્તિ કોઈપણ કાનૂની મુદ્દાઓથી મુક્ત છે. તમે એવી સંપત્તિમાં રોકાણ કરવા માંગતા નથી જે ભવિષ્યમાં સમસ્યાઓ ઉભી કરી શકે.

સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ચાર્જ

વાસ્તવિક કિંમત તમને જણાવવામાં આવેલી કિંમતથી અલગ હોઈ શકે છે. નવી પ્રોપર્ટી ખરીદતી વખતે તમારે બીજા ઘણા ચાર્જ ચૂકવવા પડશે. ખરીદીના કરાર પર હસ્તાક્ષર કરતી વખતે વાસ્તવિક ખર્ચમાં વધારો થાય છે, જે તમને પાછળથી આંચકો આપી શકે છે. સ્ટેમ્પ ડ્યુટી (5-7 ટકા), રજિસ્ટ્રેશન ફી 1-2 ટકા, મેન્ટેનન્સ ચાર્જ અને પાર્કિંગ ચાર્જ જેવા ચાર્જિસ વાસ્તવિક ખર્ચમાં વધારો કરે છે. આ સિવાય એફોર્ડેબલ હાઉસિંગ માટે 1 ટકા (45 લાખ રૂપિયાથી ઓછી) અને 45 લાખ રૂપિયાથી વધુની કિંમત પર 5 ટકા નિર્માણાધીન પ્રોપર્ટી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગે છે. તમારા સ્વપ્નનું ઘર ખરીદતા પહેલા તમારે આ કેટલાક મહત્વપૂર્ણ વધારાના ખર્ચ જાણી લેવા જોઇએ.

ઉપર ચર્ચા કરેલા પાંચ મુદ્દા ઉપરાંત નવા ઘરની ખરીદી કરતી વખતે મિલકતના સ્થાનનું મૂલ્યાંકન કરો. ઘરની નજીક શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રેલ અને માર્ગ કનેક્ટિવિટી, એરપોર્ટ્સ અને શોપિંગ બજારો હોવા જોઈએ. જે તમારી સુવિધામાં ઉમેરો કરે છે અને તમારા જીવનધોરણને વધારે છે.
First published:

Tags: Home loan EMI, બિઝનેસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો