Home /News /business /સપ્ટેમ્બરમાં પર્સનલ ફાઈનાન્સને લાગતા આ પાંચ કામ પતાવી દો, નહીંતર...

સપ્ટેમ્બરમાં પર્સનલ ફાઈનાન્સને લાગતા આ પાંચ કામ પતાવી દો, નહીંતર...

સપ્ટેમ્બરમાં પતાવી દેજો તમારા અધુરા કામ

Personal Finance: બેંક એકાઉન્ટ ખોલવા, મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં રોકાણ કરવા અને રૂ. 50,000થી વધુનું ટ્રન્જેક્શન કરવા માટે PAN કાર્ડ ફરજીયાત છે. નાણાંકીય સંસ્થાઓ KYC માટે સમયાંતરે ગ્રાહકો પાસેથી PAN માંગે છે. જો PAN નિષ્ક્રિય હોય તો એકાઉન્ટને અસર થઈ શકે છે.

વધુ જુઓ ...
  દેશમાં દર મહિનાની (Personal Finance) પહેલી તારીખથી કેટલાક ફેરફારો અથવા નવા નિયમો અમલમાં આવે છે. સપ્ટેમ્બરથી પણ આવું થવાનું છે. પર્સનલ ફાઈનાન્સ બાબતે સપ્ટેમ્બર મહિનો (September Month) મહત્વનો છે. કારણ કે, આ મહિનામાં પાંચ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાના છે. જો તમે સમયમર્યાદા ચૂકી જશો તો તમે દંડ પણ થઈ શકે છે. જેથી અહીં 30 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ કરવા જરૂરી એવા 5 કર્યો અંગે જાણકારી (5 Important Work) આપવામાં આવી છે.

  EPF સાથે આધાર લિંક કરાવવું જરૂરી- સુરક્ષા અને પારદર્શકતા માટે EPFO દ્વારા પગાર-દાર કર્મચારીઓને પોતાના આધાર EPF એકાઉન્ટ કે UAP સાથે લિંક કરવા જણાવાયું છે. EPF/UAN અને આધાર લિંક તથા વેરીફાઈ થયા હોય તેવા કર્મચારીઓને જ પ્રોવિડન્ટ ફંડ રેમિટન્સની મંજૂરી આપવામાં આવશે. લિંક કરવાની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર, 2021 છે.

  આ પણ વાંચો-આજથી Xiaomi Mi Notebook Pro અને Ultra નું વેચાણ થયું શરૂ, ક્યાં છે શું કિંમત અને ઓફર

  આ બાબતે ડેલોઇટ ઇન્ડિયાના ભાગીદાર હોમી મિસ્ત્રીનું કહેવું છે કે, તમારે તરત જ બંને જોડવા જોઈએ. નહીંતર, પીએફ ખાતાઓમાં ક્રેડિટ રોકાઈ જવું અને મોડું રેમિટન્સ જેવી સમસ્યા ઉભી થઇ શકે છે. જેના પરિણામે કર્મચારીને વ્યાજ ગુમાવવું પડી શકે છે.

  આવકવેરા રિટર્ન ભરવું- અત્યારે નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા (IT) રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2021 છે. કોરોનાની બીજી લહેરના કારણે ડેડલાઈન 31 જુલાઈ, 2021થી લંબાવવામાં આવી હતી. વર્તમાન સમયે ઇન્કમટેક્સ પોર્ટલમાં ક્ષતિના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને અપેક્ષા છે કે, ડેડલાઇન ઓછામાં ઓછા એક મહિના અથવા ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી શકે છે. પરંતુ ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. જેમ બને તેમ જલ્દી આવકવેરો ભરી દેવો જોઈએ. તમે 30 સપ્ટેમ્બર પહેલા તમારો આવકવેરો ફાઇલ નહીં કરો તો તમારે બાકી ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે. તેમજ 5,000 રૂપિયાની લેટ ફાઇલિંગ ફી ચૂકવવી પડશે. નાણાંકીય વર્ષમાં કુલ આવક પાંચ લાખથી વધુ નહીં હોય તો લેટ ફાઇલિંગ ફી તરીકે રૂ. 1,000 જેટલી રકમ આપવી પડશે.

  આ પણ વાંચો-No Safety: ભારતીય બનાવટની Suzuki Swift લેટિન ક્રેશ ટેસ્ટમાં ફેઇલ, મળ્યા ZERO સ્ટાર્સ

  પાન અને આધાર લિંક કરવું- PAN કાર્ડ અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. છેલ્લી તારીખ વીત્યા બાદ આધાર સાથે લિંક થયા વગરના નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે. પાન અને આધાર લિંક ન હોય તો નાણાંકીય ટ્રન્જેક્શન થઈ શકશે નહીં.

  ઉલ્લેખનીય છે કે, બેંક એકાઉન્ટ ખોલવા, મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં રોકાણ કરવા અને રૂ. 50,000થી વધુનું ટ્રન્જેક્શન કરવા માટે PAN કાર્ડ ફરજીયાત છે. નાણાંકીય સંસ્થાઓ KYC માટે સમયાંતરે ગ્રાહકો પાસેથી PAN માંગે છે. જો PAN નિષ્ક્રિય હોય તો એકાઉન્ટને અસર થઈ શકે છે. બંને ડોક્યુમેન્ટ સમયમર્યાદા સુધીમાં લિંક કરવામાં ન આવે તો PAN નિષ્ક્રિય થઈ જવા સાથે આવકવેરા કાયદાની કલમ 272બી મુજબ રૂ. 10,000નો દંડ પણ થઈ શકે છે.

  PAN અને આધારને ઈ-ફાઇલિંગ વેબસાઇટ મારફતે લિંક કરી શકાય છે. તેમજ 567678 અથવા 56161 પર SMS મોકલીને અને UIDPAN ટાઇપ કરીને અથવા નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)અને UTIITSLના PAN સર્વિસ સેન્ટર મારફતે પણ લિંક થઈ શકે છે.

  આ પણ વાંચો-Samsung Galaxy Z Fold 3: જાણો ફોનનાં ફિચર્સ, ટેક્નોલોજી અને ફોન વિશે બધુ જ

  ડિમેટ એકાઉન્ટમાં KYC અપડેટ- સેબીના 30 જુલાઈ, 2021ના પરિપત્ર મુજબ રોકાણકારે ડિમેટ એકાઉન્ટ માટે નામ, સરનામું, આવકની રેન્જ, મોબાઇલ નંબર, ઈમેઇલ આઇડી, PAN સહિતની વિગતો અપડેટ કરવી પડશે. આ બધી જાણકારી ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં અપડેટ નહીં કરવામાં આવે તો એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. KYC અપડેટ કર્યા પછી જ ડિમેટ એકાઉન્ટ એક્ટિવ થશે. ડિમેટ એકાઉન્ટમાં KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી થઈ છે.

  બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર અપડેટ કરવા- કાર્ડ ટ્રાન્જેક્શનની સુરક્ષા વધારવા માટે તા. 30 સપ્ટેમ્બર બાદ ઓથેન્ટીકેશનનું વધારાનું ફેક્ટર ફરજિયાત થઈ જશે. ત્યારબાદ થર્ડ પાર્ટી મર્ચન્ટ વેબસાઇટ્સ મારફતે ચુકવણી માટે બેંકે તમને 5 દિવસ પહેલા અને ચુકવણીની તારીખના ઓછામાં ઓછા 24 કલાક પહેલા તમારા મોબાઇલ નંબર પર સંપર્ક કરવો પડશે. આ રિમાઈન્ડર તમને આગામી ચુકવણી જાણકારી આપશે. આ સર્વિસમાં તમને ચુકવણી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. આવી સ્થિતિમાં તમારી બેંકના રેકોર્ડમાં એક્ટિવ નંબર નહીં હોય તો ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શન ઓથેન્ટીકેટ નહીં થાય અને બેંક એકાઉન્ટ ડેબિટ નહીં થાય

  30મી સુધીમાં મોબાઈલ નંબર અપડેટ નહીં કરવામાં આવે તો તમારા લોનના હપ્તા, મોબાઈલ ફોન બિલ, બ્રોડબેન્ડ, વીજળી, વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ SIP, OTT સબ્સ્ક્રિપ્શન અને અન્ય યુટિલિટી બિલના ચુકવણાને અસર થઈ શકે છે. સબસ્ક્રીપશન રીન્યુ કરવાની રકમ રૂ. 5000થી વધુ હશે તો રકમ ઓટો ડેબિટ નહીં થાય. જ્યારે રૂ. 5,000થી નીચેના વ્યવહારો માટે કાર્ડ મારફતે ચુકવણી અગાઉની જેમ ચાલુ રહેશે

  ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શન બાઉન્સ થાય તો તમારી બેંક ઓટો-પે મેન્ડેટ પર ચાર્જ વસૂલી શકે છે. જો ક્રેડિટ કાર્ડની બાકી રકમ ચૂકવવામાં ન આવે તો તમારા ક્રેડિટ સ્કોરને પણ અસર થઈ શકે છે. આવી જ રીતે વીમા પ્રીમિયમ નિયત તારીખ પહેલાં ચૂકવવામાં ન આવે તો તમારી વીમા પોલિસી લેપ્સ થઈ શકે છે
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aadhar card, Epf, Kyc, Pan card, Personal finance

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन