Sharekhanના શૉપિંગ લિસ્ટમાં સામેલ આ પાંચ શેર આપી શકે છે 29% સુધી વળતર, શું તમારી પાસે છે?

શેરખાનની પસંદગીના શેર (પ્રતીકાત્મક તસવીર)

બ્રોકરેજ હાઉસ શેરખાને (Sharekhan) 11થી 29 ટકા અપસાઇડ માટે પાંચ સ્મૉલકેપ શેર (Small cap shares) પર દાવ લગાવ્યો છે. આ યાદીમાં Inox Leisure અને Apollo Tyres જેા શેર સામેલ છે. તો તેના પર એક નજર કરીએ.

  • Share this:
    મુંબઈ: ઉતાર-ચઢાવ ભર્યા ટ્રેડિંગ દિવસ દરમિયાન પાંચમી ઓક્ટોબરના રોજ ભારતીય બજાર (Indian share Market)માં બપોર પછી તેજી જોવા મળી હતી. પાવર, ગેસ શેર (Power and Gas share)માં ખરીદીના દમ પર બજાર આશરે 1 ટકા વધીને બંધ રહ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સ (Sensex) 445.56 અંક એટલે કે 0.75 ટકાના વધારા સાથે 59,744.88 અંક પર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી (NIFTY) 137.05ના અંક સાથે 0.77 ટકાની સાથે 17,828.30ના સ્તર પર બંધ રહ્યો હતો. આ દરમિયાન બ્રોકરેજ હાઉસ શેરખાને (Sharekhan) 11થી 29 ટકા અપસાઇડ માટે પાંચ સ્મૉલકેપ શેર (Small cap shares) પર દાવ લગાવ્યો છે. આ યાદીમાં Inox Leisure અને Apollo Tyres જેા શેર સામેલ છે. તો તેના પર એક નજર કરીએ.

    PNC Infratech

    આ શેરમાં શેરખાન તરફથી Buy રેટિંગ આપવામાં આવ્યું છે. શેરખાને શેરનો ટાર્ગેટ 420 રૂપિયા રાખ્યો છે. શેરખાનનું કહેવું છે કે શેરમાં 13%નો વધારો જોવા મળી શકે છે.

    Laurus Labs

    આ સ્ટોકમાં શેરખાને Buy રેટિંગ આપ્યું છે. શેર માટે 800 રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. શેર ખાનનું કહેવું છે કે આ શેરમાં 28% સુધી તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: Dolly Khanna portfolio: આ શેરે એક વર્ષમાં આપ્યું 140% વળતર, શું હજુ પણ રોકાણનો મોકો છે?

    Persistent Systems

    આ શેરમાં શેરખાન તરફથી Buy રેટિંગ આપવામાં આવ્યું છે. શેરનો ટાર્ગેટ 4,160 રૂપિયા રાખવામાં આવ્યો છે. શેર ખાનનું કહેવું છે કે આ શેરમાં 11% તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કયા શેરમાં રોકાણ કર્યું, કેટલું વળતર મળ્યું?

    Inox Leisure

    આ શેરમાં શેરખાને Buy રેટિંગ આપતા 470 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. શેર ખાનનું કહેવું છે કે આ શેરમાં 15%નો વધારો જોવામાં આવી શકે છે.

    આ પણ વાંચો: ઇન્કમટેક્સ રિટર્ન: તમારે કયું ITR ફોર્મ ભરવાનું છે? જો ખોટું ફોર્મ ભરાય જાય તો શું થાય?

    Apollo Tyres

    આ સ્ટૉકને પણ શેરખાન તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે. આ માટે શેરખાન તરફથી 290 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. શેરખાનનું કહેવું છે આ શેરમાં 29% સુધી વધારો જોવા મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: