Home /News /business /

FY22માં આ પાંચ ફૂટવેર સ્ટૉકમાં આવ્યો 88% સુધી ઉછાળો, શું તમારી પાસે આમાંથી કોઈ છે?

FY22માં આ પાંચ ફૂટવેર સ્ટૉકમાં આવ્યો 88% સુધી ઉછાળો, શું તમારી પાસે આમાંથી કોઈ છે?

ફૂટવેર બ્રાન્ડ્સ (પ્રતીકાત્મક તસવીર)

Footwear Stocks: Mirza International, Relaxo Footwears અને Bata India જેવા સ્ટૉક્સે નાણાકીય વર્ષ 2022માં અત્યારસુધી ક્રમશ: 88 ટકા, 48 ટકા, 33 ટકા વધારો જોવા મળ્યો છે.

    મુંબઈ: નાણાકીય વર્ષ 2022માં અત્યારસુધી પાંચ ફૂટવેર સ્ટૉક (Footwear stocks)માં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. તમામ ફૂટવેર સ્ટૉક્સે સેન્સેક્સ કરતા વધારે સારું પ્રદર્શન કર્યું છે. આ સ્ટૉક્સમાં 15%થી વધારે વધારો જોવા મળ્યો છે. Mirza International, Relaxo Footwears અને Bata India જેવા સ્ટૉક્સે નાણાકીય વર્ષ 2022માં અત્યારસુધી ક્રમશ: 88 ટકા, 48 ટકા, 33 ટકા વધારો જોવા મળ્યો છે. મનીકંટ્રોલના SWOT એનાલિસિસ પ્રમાણે આમાંથી મોટાભાગના સ્ટૉકે મંદીના બદલે તેજીના સંકેત આપ્યા છે.

    બીજી તરફ CAPITALVIAના ગૌરવ ગર્ગનું કહેવું છે કે કાચા માલની કિંમત અને લેબર કૉસ્ટને પગલે ફૂટવેર કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં થયેલો વધારો અને તમામ ફૂટવેર બ્રાન્ડ્સ તરફથી સિલિબ્રિટી એન્ડોર્સમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવાને પગલે પ્રીમિયમ ફૂટવેર સેગમેન્ટમાં માંગ વધવાની આશા છે. તેમણે કહ્યુ કે, Bata India, Relaxo અને Liberty shoes જેવી બ્રાન્ડે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ સ્ટૉક્સ પર એક નજર કરીએ.

    Mirza International | આ શેર 30 નવેમ્બર 2021ના રોજ 85.65 રૂપિયા પર હતો. 31 માર્ચ 2021ના રોજ આ શેર 45.60 રૂપિયા પર હતો. આ સમયગાળા દરમિયાન શેરમાં 88% તેજી જોવા મળી છે.

    Relaxo Footwears Ltd.| આ શેર 30 નવેમ્બર 2021ના રોજ 1293.15 રૂપિયા પર હતો. 31 માર્ચ 2021ના રોજ આ શેર 874.15 રૂપિયા પર હતો. આ સમયગાળા દરમિયાન શેરમાં 48% તેજી જોવા મળી છે.

    Bata India Ltd.| આ શેર 30 નવેમ્બર 2021ના રોજ 1880.30 રૂપિયા પર હતો. 31 માર્ચ 2021ના રોજ આ શેર 1404.65 રૂપિયા પર હતો. આ સમયગાળા દરમિયાન શેરમાં 34% તેજી જોવા મળી છે.

    Superhouse Ltd.| આ શેર 30 નવેમ્બર 2021ના રોજ 150.25 રૂપિયા પર હતો. 31 માર્ચ 2021ના રોજ આ શેર 123.00 રૂપિયા પર હતો. આ સમયગાળા દરમિયાન શેરમાં 22% તેજી જોવા મળી છે.

    આ પણ વાંચો: મારુતિ સુઝુકી આવતા મહિનાથી વધારશે તમામ મૉડલની કિંમત- વાંચો વધારે વિગત

    Liberty Shoes Ltd.| આ શેર 30 નવેમ્બર 2021ના રોજ 147.00 રૂપિયા પર હતો. 31 માર્ચ 2021ના રોજ આ શેર 127.25 રૂપિયા પર હતો. આ સમયગાળા દરમિયાન શેરમાં 164% તેજી જોવા મળી છે.

    ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં આપવામાં આવેલી વિગત ફક્ત તમાણી જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદી કે વેચાણ અંગે ક્યારેય કોઈ સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bata, Investment, Share market, Stock tips

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन