Home /News /business /

Edible Oil Stocks: ખાદ્યતેલ સંબંધિત આ 5 સ્ટોક્સને તમારા પોર્ટફોલિયોમાં કરો સામેલ, આપશે દમદાર વળતર

Edible Oil Stocks: ખાદ્યતેલ સંબંધિત આ 5 સ્ટોક્સને તમારા પોર્ટફોલિયોમાં કરો સામેલ, આપશે દમદાર વળતર

અદાણી વિલ્મર (પ્રતીકાત્મક તસવીર)

Oil stocks: ઇન્ડોનેશિયાએ દેશમાં પામતેલની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે પામ ઓઇલના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેનાથી ઇન્ડોનેશિયામાં પામ ઓઇલની કિંમતોના વધારા પર વિરામ લાગી શકે છે.

 નવી દિલ્હી: ઇન્ડોનેશિયાએ પોતાના દેશમાં પામ તેલની શોર્ટેજના પગલે ઓઇલના એક્સપોર્ટ (Oil exports) પર બેન લગાવ્યો છે. બીજી તરફ ભારત પામતેલનો સૌથી મોટો ઇમ્પોટર છે. લાઇવ મિન્ટમાં પ્રકાશિત કરાયેલ એક અહેવાલ અનુસાર, અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, ભારતમાં ખાદ્યતેલ બનાવતી ઇન્ડસ્ટ્રીઝને વર્તમાન સ્થિતિથી ફાયદો થશે. ઇન્ડોનેશિયા (Indonesia)એ પામતેલના એક્સપોર્ટ (Palm oil export) પર બેન લગાવતા સનફ્લાવર, સરસો, સોયા વગેરે તેલોની કિંમતોમાં વધારે થઇ શકે છે. જેના કારણ ભારતીય ખાદ્યતેલ કંપનીઓને પોતાની અનસોલ્ડ ઇવેન્ટ્રી પર ઘણો ફાયદો મળી શકે છે. અહીં અમે તમને ખાદ્યતેલ સંબંધિત અમુક સ્ટોક્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને વર્તમાન સ્થિતિનો બહોળો લાભ મળી શકે છે.

મેરિકો (Marico)


મેરિકો દેશની લીડિંગ કંઝ્યૂમર ગુડ્સ કંપની છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કોકોનટ ઓઇલ, હેર ઓઇલ, ખાદ્યતેલ અને મેલ ગ્રુમિંગ પ્રોડક્ટ સામેલ છે. કંપની પોતાની કમાણીનો 66 ટકા ભાગ ખાદ્યતેલમાંથી મેળવે છે. મેરિકોની ખાદ્યતેલ બ્રાન્ડ સફોલાની સુપર પ્રીમિયમ રિફાઇન્ડ સેગમેન્ટમાં 83 ટકા બજાર હિસ્સો ધરાવે છે. આશા છે કે હાલની બજાર સ્થિતિઓમાં મેરીકોને વધુ ફાયદો થશે.

રૂચિ સોયા (Ruchi Soya)


આ લીસ્ટમાં બીજા નંબરે છે રૂચિ સોયા. તે દેશની સૌથી મોટી પામ ઓઇલ પ્લાન્ટેશન કંપની છે. દેશભરમાં રૂચિ સોયના 22 એકમો છે. રૂચિ ગોલ્ડ, ન્યૂટ્રેલા, સનરીચ અને મહાકોશ આ કંપનીની જાણીતી બ્રાન્ડ છે.

એગ્રો ટેક ફૂડ્સ (Agro tech foods)


એગ્રો ટેક ફૂડ્સ ખાદ્યતેલ અને બ્રાન્ડેડ ફૂડ્સ બિઝનેસનું જાણીતું નામ છે. કંપનીની આવકનો મોટાભાગનો હિસ્સો ખાદ્યતેલમાંથી આવે છે. કંપની સનડ્રોપ અને એક્ટ-2 બ્રાન્ડ નામથી પોતાની પ્રોડક્ટ વેચે છે. અગ્રોટેક ફૂડની આવકનો 60 ટકા ભાગ ખાદ્ય તેલના વેપારમાંથી આવે છે. ખાદ્યતેલના બજારમાં કંપનીનું માર્કેટ શેર 13.8 ટકા છે.

ગોકુલ એગ્રો રિસોર્સિસ (Gokul Agro resources)


આ કંપની ખાદ્યતેલ સિવાય બિન ખાદ્યતેલ અને તેને સંબંધિત પ્રોડક્ટ્સ બનાવે છે. કંપની ખાદ્યાન્ન, મસાલાઓ, ફીડ અને અન્ય મીલ્સના કારોબાર પણ ધરાવે છે. વીટાલાઇફ, મકેપ, ઝાયકા, પ્રાઇડ અને પફપ્રાઇડ ગોકુલ એગ્રોની જાણીતી બ્રાન્ડ્સ છે. કંપનીની સીડ પ્રોસેસિંગ કેપેસિટી 3200 ટન પ્રતિ દિવસની છે અને ઓઇલ રીફાઇનિંગ કેપેસિટી 3400 ટન પ્રતિ દિવસની છે.

આ પણ વાંચો: બેંક બેલેન્સ રાખો તૈયાર! આવતા અઠવાડિયે આવી રહ્યા છે આ ત્રણ આઈપીઓ

અદાણી વિલ્મર (Adani wilmar)


આ લિસ્ટમાં છેલ્લુ નામ છે અદાણી વિલ્મર. કંપની દેશની જાણીતી FMCG કંપની છે જે ખાદ્યતેલ, લોટ, ચોખા, દાળ અને શુગરના વેપાર સાથે સંકલિત છે. કંપનીની આવકનો 65 ટકા ભાગ ખાદ્યતેલમાંથી આવે છે. કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ અંતર્ગત ખાદ્યતેલનું વેચાણ કરે છે.

શું ખાદ્યતેલ પર રમવો જોઇએ રોકાણનો દાવ?


ઇન્ડોનેશિયાએ દેશમાં પામતેલની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે પામ ઓઇલના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેનાથી ઇન્ડોનેશિયામાં પામ ઓઇલની કિંમતોના વધારા પર વિરામ લાગી શકે છે. પરંતુ ભારતમાં તેની વિપરીત અસર પડી શકે છે. જેમાં પામ ઓઇલની સાથે અન્ય ખાદ્ય તેલોની કિંમતોમાં વધારો થવાથી ભારતની ખાદ્યતેલ બનાવતી કંપનીઓને ફાયદો થઇ શકે છે.

આ પણ વાંચો: 'દરેક ઘટાડા પર શેર ખરીદતા રહો': જાણો કોણ આપી આવી સલાહ

આ ઉપરાંત ભારત સરકારે દેશમાં એડીબલ ઓઇલ- ઓઇલ પામ (NMEO-OP) જેવા મિશનનું એલાન કર્યુ છે. જેથી દેશમાં પામ ઓઇલનું પ્રોડક્શન વધારી શકાય અને ઇમ્પોર્ટ પર નિર્ભરતા ઘટાડી શકાય. સરકારનું આ મિશનથી દેશની ખાદ્યતેલ બનાવતી કંપનીઓ માટે અવસર સમાન છે. જોકે આપને સલાહ છે કે ઉપર જણાવેલા સ્ટોક્સમાં રોકાણ કરતા પહેલા સ્ટોક્સના ફંડામેન્ટલ્સ અને વેલ્યુએશનની તપાસ જરૂર કરો.

આ આર્ટિકલ Equitymaster.com પરથી લેવામાં આવ્યો છે.

(ખાસ નોંધ: અહીં રજૂ કરવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Adani wilmar, Investment, Share market, Stock market, Stock tips

આગામી સમાચાર