Home /News /business /ભૂલથી પણ આ 5 ભૂલો નહીં કરતા નહીંતર તમાર પરિવારને Term Insuranceનો પૂરો ફાયદો જ નહીં મળે
ભૂલથી પણ આ 5 ભૂલો નહીં કરતા નહીંતર તમાર પરિવારને Term Insuranceનો પૂરો ફાયદો જ નહીં મળે
ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે આ પાંચ ભૂલો કરશો તો ભોગવવી તમારા પરિવારે પડશે.
Term Insurance Mistake: ટર્મ ઇન્સ્યુરન્સ લેતા સમયે મોટાભાગના લોકો કેટલીક એવી ભૂલો કરી દેતા હોય છે જેના કારણે તેમના પરિવારને આવા ટર્મ ઇન્સ્યોરન્સનો પૂરો ફાયદો જ મળી શકતો નથી. ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે આવી ભૂલોથી બચવું કોઈ અઘરું કામ નથી.
નવી દિલ્હીઃ પોતાના પરિવારનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આજના સમયમાં લગભગ મોટાભાગના લોકો ટર્મ ઈન્સ્યોરન્સ (Term Insurance) લેતા હોય છે. જે એક ઉત્તમ પગલું પણ છે, પરંતુ ઘણીવાર આ લેતા સમયે કેટલીક ભૂલો કરી લેતા હોય છે જેનાથી તમારા પરિવારને આ વીમાનો પૂરતો લાભ નથી મળતો. ટર્મ ઇન્સ્યોરન્સ તમારા પરિવારની આર્થિક જરુરિયાત અને નાણાકીય લક્ષ્યો પૂરા કરવામાં ત્યારે મદદ કરે છે જ્યારે તમે દુનિયામાં નથી હોતા. આ માટે ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે ખૂબ જ સાવધાની રાખી અને સમજી વિચારીને તમામ પ્રકારની બાબતો અંગે યોગ્ય તપાસ કર્યા બાદ જ લેવો જોઈએ.
અમારી સહયોગી મનીકંટ્રોલ વેબસાઈટના એક રિપોર્ટ અનુસાર બેશક ડોટ ઓઆરજીના ફાઉન્ડર મહાવીર ચોપડાનું કહેવું છે કે ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે મોટાભાગના લોકો કેટલીક ભૂલો કરે છે જેનાથી તેમના પરિવારને તેમની ગેરહાજરમાં ટર્મ ઇન્સ્યોરન્સનો પૂરો લાભ મળતો નથી. મહાવીર ચોપડાનું કહેવું છે કે ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે આ ભૂલોથી બચવું કોઈ મુશ્કેલ નથી. આવો જાણીએ આવી ભૂલો અંગે વધુમાં.
ટર્મ ઇન્સ્યોરન્સ કેટલી રકમનું લેવું જોઈએ તેના માટે એક સર્વ સામાન્ય નિયમ એવો છે કે તમારે તમારી હાલની વાર્ષિક આવકના 20 ગણું ટર્મ ઇન્સ્યોરન્સ કવર લેવું જોઈએ. પરંતુ આ જરુરી નથી કે આ પ્રકારે ગણવામાં આવેલ ટર્મ ઇન્સ્યોરન્સ પૂરતું હોય. સામાન્ય રીતે લોકો ટર્મ ઇન્સ્યોરન્સ કેટલું લેવું જોઈએ તેનો નિર્ણય કરવામાં ભૂલો કરે છે. માટે ટર્મ ઇન્સ્યોરન્સનું કેટલું કવર લેવું તે નક્કી કરવા માટે તમે કેટલી રકમનું રોકાણ કર્યું છે તેનો સરવાળો કરવો જોઈએ. તેવી જ રીતે લોન્ગ ટર્મ આર્થિક લક્ષ્યો, લોન અને અન્ય નાણાકીય કમિટમેન્ટ પૂરા કરવા માટે જરુરી રકમનો પણ સરવાળો કરો. હવે આ બંને રકમને એકબીજામાંથી બાદ કરો હવે જેટલી રકમ જવાબ તરીકે આવે તેટલાનું ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ.
ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન લેતા સમયે ક્લેમ પે આઉટ પ્લાનની પસંદગી કરવી ખૂબ જ જરુરી છે. ક્લેમ પે આઉટ પ્લાન તે સાધન છે જેના દ્વારા તમારા પરિવારને વીમા કંપની રુપિયા આપશે. ટર્મ ઇન્સ્યોરન્સમાં એક સાથે પે-આઉટ, માસિક આવક સ્વરુપે પે-આઉટ અને એકસાથે તેમજ માસિક બંને રીતે ભેગા પે-આઉટનો ઓપ્શન પણ મળે છે. મોટાભાગના લોકો પે આઉટ પ્લાન પસંદ કરવામાં ભૂલ કરે છે જેનાથી આગળ તેમને પરિવારને ક્લેમથી મળેલી રકમ સંભાળવામાં મુશ્કેલી પડે છે.
રાઈડર્સ ન લેવા
મોટાભાગના લોકો ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે ત્રીજી મહત્વની ભૂલ એ કરે છે કે તેઓ રાઈડર્સ એટલે કે એડ ઓન્સ લેતા નથી. આ રાઈડર્સ કેટલીક વિશેષ ઘટનાઓમાં વધારાની રકમ વીમા ધારકને ક્લેમ રુપે આપે છે. જેમાં એક્સિડેન્ટલ ડિસએબિલિટી રાઈડર, ક્રિટિકલ ઈલનેસ રાઈડર અને એક્સિડેન્ટલ ડેથ બેનેફિટ રાઇડર જેવા એડ ઓન વીમા કંપનીઓ ઉપલબ્ધ કરાવે છે જેને તમારી જરુરિયાત અનુસાર જરુર લેવા જોઈએ.
ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે વીમા કંપનીની પસંદગી સામાન્ય રીતે લોકો તેના ક્લેમ સેટલમેન્ટ રેશિયોને જોઈને કરતા હોય છે. જોકે વીમા કંપની પસંદ કરવા માટે આ કોઈ સાચી રીત નથી. જરુર નથી કે જે કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો સારો હોય તેની સર્વિસ પણ સારી હોય. અનેક કંપનીઓ નાના ક્લેમ જલ્દી જલ્દી પૂરા કરીને પોતાનો ક્લેમ રેશિયો તો સારો દેખાડી લે છે પણ જ્યારે મોટા સેટલમેન્ટની વાત આવે ત્યારે તેમનો રેકોર્ડ ખરાબ હોય છે. માટે આ બાબતોને ધ્યાને લેવી જોઈએ.
પ્રપોઝલ ફોર્મ ભરવામાં બેદરકારી
ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે મોટાભાગના લોકો બેદરકારી દાખવે છે. કેટલાક લોકો તો પોતાના પારિવારિક સભ્યો પાસે આ ફોર્મ ભરાવે છે. પ્રપોઝલ ફોર્મ હંમેશા પોતે સારી રીતે વાંચીને ભરવું જોઈએ. તેમાં તમામ જાણકારીઓ સાચી ભરવી જોઈએ. કંઈ પણ છુપાવવું જોઈએ નહીં. જો તમે પ્રપોઝલ ફોર્મમાં કોઈ જાણકારી ખોટી ભરી છે કે જાણીજોઈને છુપાવી છે તો કંપની તમારા પરિવારને ક્લેમ આપવાની ના પાડી શકે છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર