પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવથી કાર ખરીદવામાં મૂંઝવણ અનુભવી રહ્યા છે? આ 5 કાર પર કરી લો નજર

બેસ્ટ માઇલેજ કાર

Best Mileage Cars in India: કારના દરેક સેગમેન્ટમાં એવા મૉડલ ઉપલબ્ધ છે જે તમને સૌથી સારી માઇલેજ આપે છે. આ કાર્સની માઇલેજ ARAI સર્ટિફાઇડ છે. જોકે, રોડની સ્થિતિ પ્રમાણે તેમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવથી (Skyrocketing Fuel Prices) લોકો ખૂબ પરેશાન છે. અનેક એવા લોકો પણ છે જેઓ આ જ કારણે હાલ કાર લેવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ દર વર્ષે તહેવારના સમયે વાહનોના વેચાણમાં વધારો (Car sales) થાય છે. હાલ મુંબઈમાં પેટ્રોલની કિંમત (Petrol price in Mumbai) 110 રૂપિયાને પાર થઈ ગઈ છે. એક વર્ષ પહેલા તેની કિંમત 88 રૂપિયા આસપાસ હતી. આ જ રીતે ડીઝલની કિંમત (Diesel price) પણ 100 રૂપિયાથી વધારે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં થઈ રહેલો વધારો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના ઊંચા ટેક્સને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતો હાલ સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચી છે.

    પેટ્રોલ-ડીઝલના વધી રહેલા કિંમતને પગલે જો તમે કાર લેવાનું ટાળી રહ્યા છો તો તમારે આવું કરવાની જરૂર નથી. આજે અમે તમને એવી પાંચ કાર વિશે જણાવી રહ્યા છીએ જેની માઇલેજ શાનદાર (5 Best Mileage Cars in India) છે. આમાંથી કોઈ એક કારની પસંદગી કરીને તમે એક મર્યાદા સુધી ઈંધણની કિંમત પર નિયંત્રણ કરી શકો છો. ખાસ વાત એ છે કે આ કાર્સની માઇલેજ ARAI સર્ટિફાઇડ છે. જોકે, રસ્તાની સ્થિતિ અનુસાર તેમાં ફેરફાર થઈ શકે છે. તો પેટ્રોલ અને ડીઝલ એન્જીન સાથે આવતી આ કાર્સની માહિતી મેળવીએ.

    સ્મૉલ હેચબેક મૉડલ

    -Hyundai Grand i10 Nios: આ કારના ડીઝલ વેરિએન્ટની માઇલેજ 25.49 કિલોમીટર પ્રતિ લીટર છે.
    -મારુતિ સુઝુકી સ્વિફ્ટ (Maruti Suzuki Swift) પેટ્રોલ કાર તમને 23.76 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપી શકે છે.

    આ પણ વાંચો: કાર ખરીદવાનું વિચારી રહ્યો છો તો જરા થોભો! Tata Tiago સહિત આ ત્રણ CNG કાર બહુ ઝડપથી થશે લૉંચ

    પ્રીમિયમ હેચબેક

    -હ્યુન્ડાઈ આઈ 20 (Hyundai i20) મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ડીઝલ એન્જીન સાથેની કાર તમને 25.2 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે.
    - મારુતિ સુઝુકુ બલેનો (Maruti Suzuki Baleno) પેટ્રોલ એન્જીન સાથેની આ કાર તમને એલ લીટર પેટ્રોલમાં 23.87 કિલોમીટર સુધી માઇલેજ આપી શખે છે.

    મલ્ટીપર્પઝ વ્હીકલ્સ

    -ડેટસન ગો-પ્લ (Datsun Go+) કારમાં તમને 19.02 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળશે.

    આ પણ વાંચો: ટાટાની આ 4 કારનું નવું CNG વેરિએન્ટ તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, મળશે દમદાર માઇલેજ

    કૉમ્પેક્ટ સેડાન

    -હ્યુન્ડાઈ ઑરા (Hyundai Aura) ઑટોમેટિક ટ્રાન્સમિશન ડીઝલ એન્જીનમાં તમને 25.4 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળે છે.
    -હ્યુન્ડાઈ ઑરા (Hyundai Aura) ઑટોમેટિક ટ્રાન્સમિશનમાં પેટ્રોલ એન્જીન તમને 21 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળી શકે છે.

    આ પણ વાંચો: TATA Punch SUV લૉંચ: તસવીરો સાથે જુઓ કારના ફીચર્સ અને માઇલેજ સહિતની વિગત

    કૉમ્પેક્ટ એસયૂવી

    -કિયા સોનેટ (Kia Sonet) મેન્યૂઅલ ટ્રાન્સમિશનમાં ડીઝલ એન્જીન સાથે તમને 24.1 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળે છે.
    -પેટ્રોલથી ચાલતી એસયૂવીમાં રેનો કાઇગર અને નિસાન મેગ્નાઇટ પર પણ વિચાર કરી શકાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: