ઈંધણના ભાવમાં રાહત આપશે આ પાંચ fuel credit cards, અહીં જાણો કેશબેક અને રિવોર્ડ પોઈન્ટ વિશે

ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ

Fuel credit card: BPCL SBI ક્રેડિટ કાર્ડ પર રૂ. 4000 સુધીના ટ્રાન્ઝેક્શન્સ પર 3.25 ટકા રિવોર્ડ અને 1 ટકા ફ્યુઅલ સરચાર્જ વેઈવર મળે છે.

  • Share this:
મુંબઈ: પેટ્રોલ-ડીઝલના વધતી કિંમતો લગભગ દરેક વ્યક્તિના ખિસ્સા પર ભાર વધારે છે. આવામાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે તેમની માટે પૈસા બચાવી લેવા fuel credit cards સ્માર્ટ વે છે. આ પ્રકારની સેવિંગ્સ કરવા માટે પૈસાબઝાર (Paisabazaar) દ્વારા 5 બેસ્ટ ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ (fuel credit cards) ઓફર રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કાર્ડથી પેમેન્ટ કરવા, ફ્યુઅલ ટ્રેન્જેક્શન પર તમને કેશબેક (cashback), ફ્રી ફ્યુઅલ (free fuel), રિવોર્ડ પોઈન્ટ (reward point) વગેરે મળે છે.

SBI ક્રેડિટ કાર્ડ

BPCL SBI ક્રેડિટ કાર્ડ પર રૂ. 4000 સુધીના ટ્રાન્ઝેક્શન્સ પર 3.25 ટકા રિવોર્ડ અને 1 ટકા ફ્યુઅલ સરચાર્જ વેઈવર મળે છે. આ સાથે જ આ કાર્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોર, ગ્રોસેરી, મૂવી અને ડાઈનિંગ માટે કરવામાં આવતા પ્રત્યેક 100 રૂ. ના પેમેન્ટ પર 5 ગણા રિવોર્ડ પોઈન્ટ મળે છે. આ કાર્ડ પર વાર્ષિક 449 રૂપિયા ચાર્જ આપવાનો રહે છે.

HDFC બેન્ક કાર્ડ

HDFC ભારત કેશબેક તમને ફ્યુઅલ એક્સપેન્સ પર માસિક 5 ટકા કેશબેક અને 1 ટકા ફ્યુઅલ સરચાર્જ વેઈવર આપે છે. ગ્રોસેરી અને IRCTCની ઓનલાઈન ટિકિટ બુક કરાવવા પર તમને માસિક 5 ટકા કેશબેક મળે છે. આ કાર્ડ માટેની વાર્ષિક ફી 500 રૂપિયા છે.

Axis બેન્ક કાર્ડ

ઈન્ડિયન ઓઈલ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ પર 1 ટકા ફ્યુઅલ સરચાર્જ વેઈવર, ઈન્ડિયન ઓઈલ પોટ્રોલ પંપ પર પ્રતિ 100 રૂપિયાના પેટ્રોલ પર 20 રિવોર્ડ પોઈન્ટ વગેરે લાભ મળે છે. આ કાર્ડની વાર્ષિક ફી 500 રૂપિયા છે. જો તમે વાર્ષિક 50 હજાર અથવા વધુ ખર્ચ કરો છો તો આ ફી ભરવાની રહેતી નથી.

SBI ક્રેડિટ કાર્ડ

BPCL SBI ક્રેડિટ કાર્ડ Octane BPCL પેટ્રેલ પંપ પર 4000 રૂપિયા સુધીના ફ્યુઅલની ખરીદી પર 6.25 ટકા વેલ્યુબેક, 6.25 ટકા રિવોર્ડ પોઈન્ટ અને 1 ટકા ફ્યુઅલ સરચાર્જ વેઈવર આપે છે. આ સાથે જ BPCL ફ્યુઅલ, લુબ્રીકેન્ટ અને ભારત ગેસ પર પ્રત્યેક 100 રૂપિયાના ખર્ચ પર 25 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવે છે. ડાઈનિંગ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, ગ્રોસેરી અને મૂવીઝ પર પ્રત્યેક 100 રૂપિયાના ખર્ચ પર આ કાર્ડ 10 ગણા રિવોર્ડ પોઈન્ટ આપે છે. આ કાર્ડની વાર્ષિક ફી 1499 રૂપિયા છે.

સિટીબેન્ક કાર્ડ

ઈન્ડિયન ઓઈલ સિટીબેન્ક પ્લેટિનમ કાર્ડમાં ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર ખર્ચ કરવામાં આવતા પ્રત્યેક 150 રૂપિયા પર 4 ટર્બો પોઈન્ટ મળે છે. આ સાથે જ 1 ટકા ફ્યુઅલ સરચાર્જ વેઈવર પણ મળે છે. ગ્રોસેરી સ્ટોર અને સુપર માર્કેટમાં પ્રત્યેક 150 રૂપિયાના ખર્ચ પર 2 ટર્બો પોઈન્ટ તથા અન્ય ખર્ચાઓ પર 1 ટર્બો પોઈન્ટ મળે છે. 1 ટર્બો પોઈન્ટ એટલે 1 રૂપિયાનું ફ્રી પેટ્રોલ. આ કાર્ડની વાર્ષિક ફી એપ્લીકેશન વખતે નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો: RBIને 'બેન્કોની બેન્ક' શા માટે કહેવામાં આવે છે? તેનું કામ શું છે? RBIની જવાબદારી કઈ કઈ છે?

નોંધનીય છે કે, ક્રેડિટ કાર્ડ માટે ડિસપ્લીન અપ્રોચ રાખવો જરૂરી છે. તમારે ફ્યુઅલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ. ક્રેડિટ કાર્ડ ઈન્ટ્રેસ્ટ ફ્રી પિરિયડ આપે છે, તે પાછળનું કારણ વધુ ખર્ચની વૃત્તિ હોઈ શકે છે. જો તમે ચૂકવવાની ક્ષમતા કરતા વધુ ખર્ચ કરો અને સમયસર ક્રેડિટકાર્ડ બિલની ચૂકવણી ન કરો તો તમારે 28-49 ટકા સુધીનુ ભારે વ્યાજ ભરવું પડી શકે છે સાથે જ લેટ પેમેન્ટ ફી પણ ચુકવવાની રહે છે.

આ પણ વાંચો: Car loan: કાર લોન લેવા માટે આટલી વાતોનું રાખો ધ્યાન, નહીંતર પડશે મોંઘી

પાંચ ફ્યુઅલ ક્રેડિટકાર્ડ શોર્ટલિસ્ટ કરવા માટે પૈસાબજાર દ્વારા વિવિધ ફ્યુઅલ કાર્ડની સરખામણી કરવામાં આવી છે. અહીં આપવામાં આવેલા કાર્ડ સૌથી વધુ લાભ આપે છે.
Published by:Vinod Zankhaliya
First published: