5 બેસ્ટ CNG કાર, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી મળશે છૂટકારો, જાણો કિંમત અને ફીચર્સ

5 બેસ્ટ CNG કાર, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી મળશે છૂટકારો, જાણો કિંમત અને ફીચર્સ
Maruti Suzuki અને Hyundaiની આ 5 CNG કારો વચ્ચે માઇલેજથી લઈને કિંમત બાબતે જોરદાર ટક્કર

Maruti Suzuki અને Hyundaiની આ 5 CNG કારો વચ્ચે માઇલેજથી લઈને કિંમત બાબતે જોરદાર ટક્કર

  • Share this:
    નવી દિલ્હી. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો (Petrol Diesel Price Hike) આસમાને પહોંચી ગઈ છે. બીજી તરફ કોરોના મહામારી (Corona Pandemic)ના કારણે લોકોની આવક પર ગંભીર અસર થઈ છે. એવામાં તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપની પાસે CNG કાર બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. CNG કાર પેટ્રોલ અને ડીઝલ કારોની તુલનામાં સસ્તી આવે છે, સાથોસાથ તેનું મેન્ટેનન્સ પણ સસ્તું હોય છે. બીજી તરફ, હાલના સમયમાં CNGનો ભાવ પણ 60 રૂપિયા પ્રતિ કિલો કરતા પણ ઓછો છે. એવામાં સીએનજી કાર (CNG Car) આપના માટે સૌથી સારો વિકલ્પ હોઈ શકે છે. આવો જાણીએ તેના વિશે...

    Hyundai Santro- Hyundaiએ હાલમાં નવી જનરેશનની Santro લૉન્ચ કરી છે. આ કારમાં આપને CNGનું ઓપ્શન મળે છે. તેની માઇલેજની વાત કરીએ તો આપને 30.48km પ્રતિ કિગ્રાની માઇલેજ મળે છે. બીજી તરફ તેની કિંમતની વાત કરવામાં આવે તો તેના બેઝ વેરિયન્ટની કિંમત 4 લાખ 28 હજાર રૂપિયા છે અને તેના ટોપ વેરિયન્ટની કિંમત 6 લાખ 26 હજાર રૂપિયા છે.



    Maruti Suzuki Celerio- મારૂતિ Celerioમાં આપને CNG ઓપ્શનની સાથે 5 સ્પીડ મેન્યૂઅલ ગિયરબોક્સ મળશે. આ કાર સીએનજીની સાથે 31.79kmની માઇલેજ આપે છે. બીજી તરફ તેની કિંમતની વાત કરીએ તો તેની બેઝ વેરિયન્ટની કિંમત 4 લાખ 46 હજાર રૂપિયા છે. તેના ટોપ વેરિયન્ટની કિંમત 5 લાખ 73 હજાર રૂપિયા છે.

    આ પણ વાંચો, Maruti આવતા મહિનાથી કારોની કિંમતમાં કરશે વધારો, કંપનીએ આપ્યું આ મોટું કારણ

    Hyundai Grand i10 Nios- Hyundaiની સૌથી વધુ વેચાતી Grand i10 Niosનું અપડેટ વર્જન કંપનીએ એપ્રિલ 2020માં લૉન્ચ કર્યું હતું. આ કારમાં કંપનીએ CNGનું ઓપ્શન આપ્યું છે. આ કારમાં 1.2 લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે જે 62 psનો પાવર અને 95 Nmનો ટોર્ક જનરેટ કરે છે. માઇલેજની વાત કરીએ તો આ કાર 20.7kmની માઇલેજ આપે છે અને તેની કિંમત 6 લાખ 63 હજાર રૂપિયા છે.

    આ પણ વાંચો, Honda Activa 125 પર મળી રહ્યું છે 3,500 રૂપિયાનું કેશબેક, જાણો કેવી રીતે મળશે ફાયદો

    Maruti Suzuki Alto 800- મારૂતિ સુઝુકીએ ઓલ્ટોને 6 વેરિયન્ટમાં બજારમાં લૉન્ચ કરી છે. તેના તમામ વેરિયન્ટમાં આપને CNGનું ઓપ્શન મળશે. કારના બૂટ સ્પેસની વાત કરીએ તો આપને તેમાં 177 લીટરની સ્પેસ મળશે. કંપનીએ આ કારમાં 0.8 લીટરનું એન્જિન આપ્યું છે, જે 48 psનો પાવર અને 69 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેના બેઝ વેરિયન્ટની કિંમત 2 લાખ 88 હજાર રૂપિયા છે અને તેના ટોપ વેરિયન્ટની કિંમત 4 લાખ 9 હજાર રૂપિયા છે.

    Hyundai Aura- કંપનીએ પાંચમા જનરેશનની Auraમાં સીએનજીનું ઓપ્શન આપ્યું છે. આ કાર BS6 પર આધારિત છે અને તેમાં આપને 1.2 લીટરનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સની સાથે મળશે. આ કાર 83 psનો પાવર અને 114 Nmનો ટોર્ક જનરેટ કરે છે. માઇલેજની વાત કરીએ તો આ કાર 25.4kmની માઇલેજ આપે છે અને તેની કિંમત 7 લાખ 28 હજાર રૂપિયા છે.
    Published by:Mrunal Bhojak
    First published:June 23, 2021, 14:39 pm

    ટૉપ ન્યૂઝ