આ 5 બેન્ક ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝીટ પર આપી રહી છે 6.5 ટકા સુધીનું વ્યાજ

RBL બેન્ક ટેક્સ સેવિંગ ડિપોઝીટ પર 6.5 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

નાણાંકીય બાબતોને ધ્યાનમાં રાખીને સમજણપૂર્વક ટેક્સ (ncome tax)પ્લાનિંગના નિર્ણય કરવા જોઈએ. ઓછા ટેક્સ બ્રેકેટવાળા લોકોને બેન્ક FDમાં રોકાણ કરવું વધુ પસંદ હોય છે. બેન્કબજારના (Bankbajar) આંકડા અનુસાર વ્યાજદરમાં (intestrate) ઘટાડો થઈ રહ્યો છે,

  • Share this:
નવી દિલ્લી:  નાણાંકીય બાબતોને ધ્યાનમાં રાખીને સમજણપૂર્વક ટેક્સ (ncome tax)પ્લાનિંગના નિર્ણય કરવા જોઈએ. ઓછા ટેક્સ બ્રેકેટવાળા લોકોને બેન્ક FDમાં રોકાણ કરવું વધુ પસંદ હોય છે. બેન્કબજારના (Bankbajar) આંકડા અનુસાર વ્યાજદરમાં (intestrate) ઘટાડો થઈ રહ્યો છે, તો તે પરિસ્થિતિમાં અનેક ખાનગી બેન્કો FD (fixed deposit)પર 6.50 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. જેને લઈને ટેક્સ સેવિંગ ડિપોઝીટ (tax-saving deposits)પર સૌથી ઓછું વ્યાજ આપનાર ટોપ પાંચ બેન્કની જાણકારી અહીં આપવામાં આવી છે.

રૂ. 1.5 લાખથી અધિકનું રોકાણ કરવાથી ઈન્કમટેક્સ ધારા 80C હેઠળ ટેક્સ કપાતનો દાવો કરી શકાય છે. ટેક્સ સેવિંગ FDમાં 5 વર્ષનો લોક ઈન સમયગાળો હોય છે. જેથી તમે પાંચ વર્ષ પહેલા પૈસા ઉપાડી શકતા નથી.

RBL બેન્ક ટેક્સ સેવિંગ ડિપોઝીટ પર 6.5 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. ખાનગી બેન્કોમાં RBL બેન્ક સૌથી વધુ વ્યાજ આપી રહી છે. રૂ. 1.5 લાખની રકમ પાંચ વર્ષ બાદ રૂ. 2.07 લાખ થઈ જાય છે. YES બેન્ક પણ ટેક્સ સેવિંગ ડિપોઝીટ પર 6.5 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. જ્યાં રૂ. 1.5 લાખની FDની રકમ પાંચ વર્ષ બાદ રૂ. 2.07 લાખ થઈ જાય છે.

Deutsche બેન્ક ટેક્સ સેવિંગ ડિપોઝીટ પર 6.25 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. વિદેશી બેન્કોમાંથી આ બેન્ક સૌથી અધિક વ્યાજ આપી રહી છે. રૂ. 1.5 લાખની FDની રકમ પાંચ વર્ષ બાદ રૂ.2.05 લાખ થઈ જાય છે. Suryoday સ્મોલ ફાઈનાન્સ બેન્ક ટેક્સ સેવિંગ ડિપોઝીટ પર 6.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. રૂ. 1.5 લાખનું રોકાણ કરવાથી તે રકમ પાંચ વર્ષ બાદ રૂ. 2.05 લાખ થઈ જાય છે.

Ujjivan સ્મોલ ફાઈનાન્સ બેન્ક ટેક્સ સેવિંગ ડિપોઝીટ પર 6.25 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. અહીં રૂ. 1.5 લાખનું રોકાણ પાંચ વર્ષ બાદ વધીને રૂ. 2.05 લાખ થઈ જાય છે. ખાનગી બેન્કો રકમ એકત્ર કરવા માટે વધુ વ્યાજ દર આપી રહી છે. ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) RBIની સબ્સિડરી કંપની છે. જે રૂ. 5 લાખ સુધીની ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરવાની ગેરંટી આપે છે.

આ પણ વાંચો: બેંકમાં એકાઉન્ટ ન હોય તો પણ મળશે લોકરની સુવિધા, RBIએ નિયમોમાં કર્યો બદલાવ

જે પણ બેન્કની માહિતી આપવામાં આવી છે, તે બેન્ક પરની વેબસાઈટ પરથી 25 ઓગસ્ટ 2021 સુધીનો ડેટા લેવામાં આવ્યો છે. જે બેન્ક સ્ટોક એક્સચેન્જની યાદીમાં શામેલ છે, માત્ર તે બેન્કોની FDની માહિતી આપવામાં આવી છે. જે બેન્કનો ડેટા સંબંધિત વેબસાઈટ પર ઉપલબ્ધ નથી, તેમની માહિતી આપવામાં આવી નથી. વિદેશી નાગરિકો માટે આ વ્યાજદર તેમની FD પર માત્ર 5 વર્ષ માટે ઉપલબ્ધ છે.
Published by:kuldipsinh barot
First published: