Home /News /business /આ સરકારી કંપનીના શેરમાં 42% કમાણીમા ચાન્સ, બ્રોકરેજ ફર્મે આપી રોકાણની સલાહ

આ સરકારી કંપનીના શેરમાં 42% કમાણીમા ચાન્સ, બ્રોકરેજ ફર્મે આપી રોકાણની સલાહ

આ સરકારી કંપનીના શેરમાં આવી શકે છે તેજી

Stocks to Buy: એન્જિનિયર્સ ઈન્ડિયાના શેર શુક્રવાર 11 નવેમ્બરના રોજ એનએસઈ પર 1.59 ટકાના વધારા સાથે 73.50 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. ગત એક મહિનામાં કંપનીના શેરોમાં 17.51 ટકાની તેજી આવી છે. જ્યારે ગત 6 મહિનામાં તેના શેર લગભગ 24.37 ટકા વધ્યા છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ સરકારી માલિકી ધરાવતા એન્જિનિયર્સ લિમિટેડના શેરોમાં આગામી એક વર્ષમાં 42 ટકા તેજી આવી શકે છે. સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે કંપનીના ક્વાટર પરિણામો પછી એક રિપોર્ટમાં આ શક્યતા દર્શાવી છે. એન્જિનિયર્સ ઈન્ડિયાનો ચોખ્ખો નફો સપ્ટેમ્બર ક્વાટરમાં 341.08 ટકા વધીને 75.16 કરોડ રૂપિયા થયો છે, જે ગત નાણાકીય વર્ષના આ જ ક્વાટરમાં 17.04 કરોડ હતો. કંપનીના વેચાણમાં પણ સપ્ટેમ્બર દરમિયાન 20.75 ટકાનો ઉછાળો જોવા મળ્યો અને તે વધીને 793.06 કરોડ રૂપિયાએ પહોંચી ગયુ છે. ગત નાણાકીય વર્ષના આ જ ક્વાટરમાં કંપનીનું કુલ વેચાણ 656.78 કરોડ રૂપિયા હતું.

  કંપનીનો ઓર્ડર ફ્લો સારો થયો છે


  ICICI સિક્યોરિટીઝે કહ્યુ કે, ‘Engineers India’ હાલ ઘણી પાઈપલાઈન, હાઈડ્રોકાર્બન ફ્યૂલ અને હાઈડ્રોજન, ઈથેનોલ જેવા રિન્યૂએબલ ફ્યૂલ્સના પ્રોજેક્ટસને લઈને તેની સંભવિતતા શોધી રહ્યુ છે. જાણકારી અનુસાર, જેમ-જેમ મૂડી ખર્ચ વધશે, આ ક્ષમતાઓ કંપનીને નવા ઓર્ડર મેળવવામાં મદદ કરશે. આ ઉપરાંત કંપનીનો ઓર્ડર ફ્લો સારો થયો છે અને તેની બેલેન્સ શીટમાં ઘણી રકમ છે. તેને જોતા અમે એન્જિનિયર્સ ઈન્ડિયાના શેર પર ખરીદી માટે રેટિંગ યથાવત્ રાખી છે અને તેના માટે 103.00 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે.

  આ પણ વાંચોઃ આ 8 મિડકેપ શેર પર લગાવો રૂપિયા, થશે મોટી કમાણી; મ્યુચ્યુઅલ ફંડ્સને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

  ટર્નકી સેગમેન્ટમાં કંપનીએ સારી વૃદ્ધિ નોંધાવી છે


  બ્રોકરેજ ફર્મે કહ્યુ કે, ‘સપ્ટેમ્બર ક્વાટરમાં એન્જિનિયર્સ ઈન્ડિયાની આવકમાં વાર્ષિક આધાર પર 21 ટકાના વધારા સાથે 780 કરોડ રૂપિયા રહી છે. ટર્નકી સેગમેન્ટમાં કંપનીએ સારી વૃદ્ધિ નોંધાવી છે. આ સતત બીજું ક્વાટર છે જ્યારે, ટર્નકી સેગમેન્ટમાં કંપનીએ સારું પ્રદર્શન કર્યુ છે. કંપનીની કુલ આવકમાં ટર્નકી સેગમેન્ટનો હિસ્સો વધીને સપ્ટેમ્બર ક્વાટરમાં 56 ટકા થયો, જે ગત વર્ષના આધાર પર આ જ ક્વાટરમાં 46 ટકા હતો.’

  આ પણ વાંચોઃ આર્થિક મંદી શું છે અને તેની સામાન્ય માણસ પર શું અસર પડે છે? જાણો ભારતમાં આવી સ્થિતિ ક્યારે-ક્યારે સર્જાઇ

  Engineers Indiaના શેર એક મહિનામાં 17.5 ટકા વધ્યા


  આ વચ્ચે એન્જિનિયર્સ ઈન્ડિયાના શેર શુક્રવાર 11 નવેમ્બરના રોજ એનએસઈ પર 1.59 ટકાના વધારા સાથે 73.50 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. ગત એક મહિનામાં કંપનીના શેરોમાં 17.51 ટકાની તેજી આવી છે. જ્યારે ગત 6 મહિનામાં તેના શેર લગભગ 24.37 ટકા વધ્યા છે. જો કે, ગત એક વર્ષમાં તેના શેર માત્ર 3.89 ટકા વધ્યા છે.


  1956 માં એન્જિનિયર્સ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી


  જાણકારી અનુસાર એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડ, પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવનારી એક સરકારી કંપની છે. કંપનીની સ્થાપના 1965માં થઈ હતી. કંપની પેટ્રોલિયમ રિફાઈનરી અને અન્ય ઈન્ડસ્ટ્રીયલ પરિયોજનાઓ માટે એન્જિનિયરિંગ અને તેની સાથે જોડાયેલી તકનીકી સેવાઓ પ્રદાન કરવાના વ્યવસાયમાં છે. તેની ઉપસ્થિતિ પાઈપલાઈન, પેટ્રોકેમિકલ, ઓઈલ એન્ડ ગેસ પ્રોસેસિંગ, ઓફશોર સ્ટ્રક્ચર અને પ્લેટફોર્મ, ફર્ટિલાઈઝર્સ, મેટલ સાઈન્સ અને પાવર જેવા અન્ય સેક્ટરમાં છે. તેની માર્કેટ વેલ્યૂ લગભગ 4.08 હજાર કરોડ રૂપિયા છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment રોકાણ, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन