આ સરકારી કંપની કર્મચારીઓ પાસેથી માગે છે સામેથી VRS, ત્રણ દિવસમાં 40,000 અરજી આવી

News18 Gujarati
Updated: November 8, 2019, 11:00 PM IST
આ સરકારી કંપની કર્મચારીઓ પાસેથી માગે છે સામેથી VRS, ત્રણ દિવસમાં 40,000 અરજી આવી
ફાઇલ તસવીર

BSNLમાં 1.5 લાખથી વધારે કર્મચારીઓ છે.જેમાં આશરે 1 લાખ કર્મચારીઓ VRSની અરજી કરવા માટે યોગ્ય છે. BSNL કર્મચારીઓ ત્રણ ડિસેમ્બર સુધી VRS માટે અરજી કરી શકે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સરકારી ટેલિકૉમ કંપની (Government Telecom Company) ભારત સંચાર નિગમ લિમિટેડ (Bharat Sanchar Nigam Ltd)(BSNL)ના આશરે 40,000 કર્મચારીએ VRS (voluntary retirement scheme) માટે અરજી કર્યા છે. માત્ર દિવસમાં BSNLને પોતાના કર્મચારીઓ તરફથી આટલી મોટી સંખ્યામાં વીઆરએસની અરજીઓ આવી છે.

શુક્રવારે બીએસએનએલના એક ઉચ્ચ અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી. BSNLના ચેરમેન અને પ્રબંધ નિદેશક (CMD) પી કે પુરવારે જણાવ્યું હતું કે, 'અમે લક્ષ્ય રાખ્યું છે કે, કંપનીના 77,000 કર્મચારીઓ VRS માટે અરજી કરે. અત્યારના સમયમાં BSNLમાં 1.5 લાખથી વધારે કર્મચારીઓ છે. જેમાં આશરે 1 લાખ કર્મચારીઓ VRSની અરજી કરવા માટે યોગ્ય છે.'

આ પણ વાંચોઃ-અનુપમ ખેરએ ગરીબ બાળકોને 5 સ્ટાર હોટલમાં ખવડાવ્યું, જ્યારે બીલ આવ્યું તો...

ત્રણ ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે કર્મચારીઓ
કેન્દ્ર સરકારે 5 નવેમ્બરના દિવસે આ સ્કીમ શરૂ કરી હતી. જેમાં કર્મચારીઓ પોતાની ઇચ્છા અનુસાર VRS માટે અરજી કરી શકે છે. BSNL કર્મચારીઓ ત્રણ ડિસેમ્બર સુધી VRS માટે અરજી કરી શકે છે. આ સ્કીમ અંતર્ગત BSNLના પર્મેનેન્ટ કર્મચારી VRS માટે અરજી કરી શકે છે. અરજી કરનારના કર્મચારીઓની ઉંમર 50 વર્ષથી વધારે હોવી જોઈએ.

આ પણ વાંચોઃ-તમારું 15 મિનિટનું વૉક વૈશ્વિક આર્થીક મંદી દૂર કરી શકે છે: અભ્યાસગત મહિને સરકારે 69 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ કેન્દ્ર સરકારે BSNL અને MTNLને 69 હજાર કરોડ રૂપિયા રાહત પેકેજ આપવાની જાહેરાત કરી હતી. જેમાં સંપત્તીઓ વેચીને નાંણા એકઠાં કરવા અને કર્મચારીઓને VRS આપવું પણ સામેલ છે. સરકારે કહ્યું હતું કે, બંને કંપનીઓને વિલય પણ કરાશે.

આ પણ વાંચોઃ-માત્ર 5 મિનિટ આ 5 એક્સરસાઇઝ કરો, ફટાફટ ઓગળી જશે શરીરની ચરબી

આવી રીતે દેવું ભરશે BSNL
સરકારના આ પેકેજમાં 20,140 કરોડ રૂપિયા 4G સ્પેક્ટ્રમ ખરીદવા માટે, 3674 કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ એલોકેશન ઉપર GST સામેલ થશે. સૉવરેન ગેરેન્ટીથી 15,000 કરોડ રૂપિયા, 17,160 કરોડ રૂપિયા વીઆરએસ અને રિટાયર્મેન્ટ લાયબિલિટી માટે 12,768 કરોડ રૂપિયા હશે. સૉવરેન બોન્ડ રજૂ કરવામાં આવશે જેથી કંપની ઉપર દેવું રિસ્ટ્રક્ચર કરવામાં આવશે અને અન્ય ખર્ચા પૂરા કરવામાં આવશે.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading