હવે 40 વર્ષની ઉંમર સુધી કરી શકાશે સરકારી નોકરી માટે અરજી

અહીં સરકારે સરકારી નોકરીઓ માટેની વય મર્યાદા 40 વર્ષ સુધી વધારી છે.

અહીં સરકારે સરકારી નોકરીઓ માટેની વય મર્યાદા 40 વર્ષ સુધી વધારી છે.

 • Share this:
  ભોપાલ: મધ્ય પ્રદેશ સરકારે સરકારી સેવાઓમાં સીધી ભરતી મારફતે ભરનારી જગ્યા માટે મહત્તમ વય મર્યાદા સુધારો કર્યો છે. જેના માટે ઉમર મર્યાદામાં આદેશ જાહેર કરાયો છે. હવે 40 વર્ષ સુધી લોકો પણ પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર તરફથી તમામ વિભાગોમાં જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ખુલ્લી સ્પર્ધામાં લોક સેવાનાં માધ્યમથી ગેજેટેડ, નોનગેજેટેડ અને એક્ઝિક્યુટિવ થઈ ભરવામાં આવેલ પદો માટે વય મર્યાદા 21થી 40 વર્ષ હશે.

  પબ્લિક સર્વિસ કમિશનની પરિમિતિની બહારની ત્રીજી અને ચોથી ગ્રેડ શ્રીણીની ભરતી માટે વય મર્યાદા 18 થી 40 વર્ષની રહેશે. એસસી, ST, OBC, સ્ત્રીઓ, અન્યમધ્યમ વર્ગ માટે વય મર્યાદમાં પાંચ વર્ષની છૂટ મળશે.  આદેશ અનુસાર, મધ્યપ્રદેશ લોક સેવા આયોગથી ભરવામાં આવેલા વર્ગો માટે ઉમર સીમા 21થી 45 વર્ષ અને જાહેર સેવા પંચનાં કાર્યક્ષેત્રની બહારનાં પદો પર 18 થી 45 વર્ષની ઉંમર સીધી ભરતીની જગ્યાઓનાં પદો પર નિમણૂંક માટે સુયોજિત કરવામાં આવી છે.  છેલ્લા મહિને 10 જૂનનાં રોજ સરકારે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશનો ઉલ્લેખ કરતા રાજ્ય અને રાજ્ય બહારનાં ઉમેદવારો માટે પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષામાં 35 વર્ષની મહત્તમ વય મર્યાદા કરી હતી.
  Published by:Bhoomi Koyani
  First published: