મુંબઈ: ઘરેલૂ ઇક્વિટી બજારમાં આજે એટલે કે 20મી ડિસેમ્બરે શરૂઆતથી જ ફ્રીફૉલ (Freefall) જોવા મળ્યા હતા. જેમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ એક ટકાથી વધુના ઘટાડા સાથે ખુલ્યા હતા. આજે નિફ્ટીમાં 550થી વધારે પોઈન્ટ અને સેન્સેક્સમાં 1,800થી વધુ પોઈન્ટનો કડાકો (Sensex Crash today) બોલી ગયો છે. બપોરે 1 વાગ્યાની સ્થિતિએ સેન્સેક્સમાં 3.38% અને નિફ્ટીમાં 3.30%નો કડાકો બોલી ગયો છે. નિફ્ટી મિડકેપ 100માં 3.1 ટકા, નિફ્ટી સ્મૉલકેપ 250માં 3 ટકાનો ઘટાડા સાથે બ્રૉડર માર્કેટ પર ઊંડી અસર પડી હતી.
તમામ સેક્ટર લોહીલુહાણ
આજે એટલે કે 20 ડિસેમ્બરના રોજ IT સહિત તમામ સેક્ટર લોહીલુહાણ જોવા મળ્યા હતા. નિફ્ટી આઈટી, જે શુક્રવારે વધારા સાથે બંધ થયો હતો તેમાં પણ નેગેટિવ સેન્ટીમેન્ટને પગલે ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ્સ, રિયલ એસ્ટેટ અને ફાઇનાન્શિયલ શેર બેન્ચમાર્ક ઇન્ડેક્સને નીચે લઈ ગયા હતા. સેન્સેક્સમાં બોલી ગયેલા કડાકા પાછળ ચાર કારણ જવાબદાર છે.
1) ઓમિક્રોનની ચિંતા (Omicron concerns)
કોવિડ-19ના ખૂબ ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિઅન્ટે રોકાણકારોને ડરાવવાનું ચાલુ રાખ્યું છે. કારણે કે યૂરોપના મોટાભાગના દેશો તેના પર નિયંત્રણ લાવવા માટે મહેનત કરી રહ્યા છે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય થઈ રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થાના બરાબર એક વર્ષ પછી વધુ એક કડક લૉકડાઉનની સંભાવના આર્થિક સુધારાઓને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
બીજી તરફ નેધરલેન્ડે તહેવારોની સિઝન વચ્ચે સખત લૉકડાઉન લગાવ્યું છે. જ્યારે યૂકેમાં પહેલા જ પ્રવાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જર્મની અને ઓસ્ટ્રેલિયા પણ કોરોનાની નવી લહેરથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
2) ગ્લોબલ સ્લિપઑફ (Global spilloff)
વૉલ સ્ટ્રીટમાં શુક્રવારે નીચલા સ્તર પર બંધ રહી. જ્યારે અમેરિકાના ત્રણેય પ્રમુખ ઇન્ડેક્સ ફેડ તરફથી બુધવારે ફુગાવા સામે લડવા માટે 2022ના અંત સુધી ત્રણ વખત વ્યાજમાં વધારાના સંકેત આપ્યા બાદ ઘટાડા સાથે બંધ થયા હતા.
બીજી તરફ 20 ડિસેમ્બરના રોજ એશિયન સૂચકાંક તૂટ્યા હતા. આ ઉપરાંત ઓમિક્રોનની ચિંતાઓ વચ્ચે યૂરોપમાં કડક નિયંત્રણોને પગલે ક્રૂડની કિંમત તૂટી હતી.
વૈશ્વિક સ્તરોએ કેન્દ્રીય બેંકોની કડક વલણે પણ એશિયાના બજારો પર અસર પહોંચાડી છે. ફેડ તરફથી મહામારી દરમિયાન પ્રોત્સાહન આપવાના વલણથી પાછો હટવાનો નિર્ણય કર્યા બાદ અન્ય કેન્દ્રીય બેંકો પણ પોત પોતાના દેશમાં ફુગાવા સામે લડવા માટે વ્યાજદરો વધાર્યાં છે.
બેંક ઑફ ઇંગ્લેન્ડે ગુરુવારે કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ વ્યાજદર વધારનાર પ્રથમ પ્રમુખ કેન્દ્રીય બેંક બની છે. નોર્વેએ આ વર્ષે બીજી વખત 16 ડિસેમ્બરના રોજ કોવિડ પ્રતિબંધોના વિસ્તાર છતાં વ્યાજદરો વધાર્યાં છે. જ્યારે રશિયાએ 17મી ડિસેમ્બરના રોજ સાતમી વખત પોતાના પોલિસી દર વધાર્યાં છે. ન્યૂઝીલેન્ડ તરફથી પણ ગત મહિને વ્યાજદરો વધારાયા હતા. કેનેડાએ સૂચન કર્યું છે કે તે ઝડપથી દરોમાં વધારો કરશે.
વિકસિત બજારોમાં કેન્દ્રીય બેંકો તરફથી નિયમોને વધુ કડક બનાવવામાં આવતા ભારત અને અન્ય ઉભરતા બજારોમાંથી એફઆઈઆઈ એટલે કે વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. ફક્ત ડિસેમ્બર મહિનામાં FII તરફથી કેશ માર્કેટમાં 26 હજાર કરોડથી વધારે શુદ્ધ વેચવાલી કરવામાં આવી છે, જે આ વર્ષે એક મહિનામાં સૌથી વધારે છે. 17 ડિસેમ્બરના રોજ વિદેશી રોકાણકારોએ કેશ માર્કેટમાં 2,069 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર