40 લાખ EPF ખાતાધારકો વ્યાજ ન મળ્યાંની ફરિયાદો, અંતે સામે આવ્યું કારણ

40 લાખ EPF ખાતાધારકો વ્યાજ ન મળ્યાંની ફરિયાદો, અંતે સામે આવ્યું કારણ
પ્રતિકાત્મક તસવીર

વ્યાજના પૈસા જમા કરવાની જાહેરાત દોઢ માસ અગાઉ કરી હતી. પરંતુ, હજી સુધી અનેક ખાતા ધારકોના એકાઉન્ટમાં પૈસા જમા ન થવાની ફરિયાદ મળી રહી

 • Share this:
  સરકારે નાણાંકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ડ ફંડ (PF)ના વ્યાજના પૈસા જમા કરવાની જાહેરાત દોઢ માસ અગાઉ કરી હતી. પરંતુ, હજી સુધી અનેક ખાતા ધારકોના એકાઉન્ટમાં પૈસા જમા ન થવાની ફરિયાદ મળી રહી છે.

  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં નોંધાયેલા લગભગ 4 લાખ ગ્રાહકોના બેંક ખાતામાં પીએફ વ્યાજ જમા કરાયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ એકાઉન્ટ્સમાં 'નો યોર કસ્ટમર' (KYC) ડેટામાં ભૂલ હોવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે.  કેવાયસી ગડબડને કારણે પ્રથમ વર્ષ 2019-20માં જ વ્યાજની ચૂકવણીમાં વિલંબથી સંસ્થાની શાખ પર એક પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ સાથે ફરી એકવાર દરેકની નજર ઇપીએફઓ પર છે.

  આ પણ વાંચોCoronaકાળ હોવા છતાં વિદેશમાં સ્થાળાંતર કરતાં લોકોમાં ભારતીયો ટોપ પર

  આ અગાઉ પણ EPFOની કાર્યપ્રણાલી પર સવાલ ઉભા થયા હતા. PF સંગઠને 2020ના કોરોના મહામારીની શરૂઆતમાં અને લોકડાઉનમાં શેરબજારમાં મોટા કડાકા સમયે ઇક્વિટી રોકાણના વેચાણમાં વિલંબ કર્યો હતો અને તેના થકી જ વ્યાજ ચૂકવવાનું હતું. જોકે બાદમાં ઇપીએફઓએ કહ્યું હતું કે આ વ્યાજ 31 ડિસેમ્બર સુધીમાં જમા થઈ જશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે(Ministry of Labour and Employment) પણ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તેની જાહેરાત કરી હતી.

  એક ગડબડને કારણે સમગ્ર સંસ્થા વ્યાજ નથી આપી શકતી

  એક અગ્રણી અખબાર Mintએ બે સરકારી અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, 'નાણાકીય વર્ષ 2019-20 માટે લગભગ 8થી 10 ટકા ઇપીએફ ગ્રાહકોને વ્યાજ ચૂકવી શકાયું નથી. તેનું મુખ્ય કારણ છે કે EPFO વ્યકતિગત ધોરણે નહિ પરંતુ, સંસ્થા/કંપનીઓને આધારે વ્યાજની ચૂકવણી કરી છે.

  આ પણ વાંચોમોટો પગાર છોડી પિતાની કરિયાણાની દુકાનની કરી કાયાપલટ, સ્ટાર્ટઅપથી થઇ રહી 5 કરોડની કમાણી

  સરળ શબ્દોમાં સમજાવીએ તો જો એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ કેટલાક કર્મચારીઓના કેવાયસી ડેટામાં કોઈ ખામી હોય તો સંસ્થાના બધા જ કર્મચારીઓને વ્યાજ ચૂકવવામાં આવતું નથી. પ્રારંભિક અંદાજમાં લગભગ 40 લાખ સબ્સ્ક્રાઇબર્સને ઇપીએફ ખાતામાં વ્યાજ ચૂકવાયું નથી.

  5 કરોડ સબસ્ક્રાઈબર છે 

  શ્રમ મંત્રાલય દ્વારા પણ આ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે અધિકારીઓ ખાતરી કરી છે કે PF ખાતા ધારકોને ઉપાડમાં કોઈ મુશ્કેલી ન પડે. એક અંદાજ અનુસાર ઇપીએફઓમાં લગભગ 5 કરોડ સક્રિય સબ્સ્ક્રાઇબર્સ છે.

  એક્સપર્ટસનું માનવું છે કે EPFO અન્ય સામાજિક સુરક્ષા સંસ્થાઓ કરતા વધુ કાર્યક્ષમ છે. જોકે અમુક કર્મચારીઓની કેવાયસી ભૂલ કે સમસ્યાને કારણે તમામ સબસ્ક્રાઈબર્સની વ્યાજની ચુકવણી રોકવી એ સંસ્થાની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરે છે.
  Published by:kiran mehta
  First published:February 15, 2021, 18:59 IST