ઈન્કમ ટૅક્સ વિભાગ 4 લાખ લોકોને મોકલશે નોટિસ, ગડબડી નીકળતા આ રીતની થશે કાર્યવાહી

ઈન્કમ ટૅક્સ વિભાગ 4 લાખ લોકોને મોકલશે નોટિસ

આ રિપોર્ટમાં આની જોડાયેલા અધિકારીના હવાલે લખવામાં આવ્યું છે કે, આ 1 લાખથી વધારે ટૅક્સપેયર્સ પાસે 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.

 • Share this:
  ઈનકમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે 4 લાખ એવા ટૅક્સપેયર્સની ઓળખ કરી છે, જેમની તપાસ નવા ફૅસલૅસ ઍસેસમેન્ટ સ્કીમ હેઠળ થશે. આ 4 લાખ લોકોમાંથી લગભગ 1 લાખથી વધારે લોકોને નોટિસ જાહેર કરવામાં આવી રહી છે. બિઝનેસ ન્યૂઝ વેબસાઈટ બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં આની જાણકારી આપવામાં આવી છે. આ રિપોર્ટમાં આની જોડાયેલા અધિકારીના હવાલે લખવામાં આવ્યું છે કે, આ 1 લાખથી વધારે ટૅક્સપેયર્સ પાસે 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. જોકે, તેમાં લગભગ 10 હજાર લોકોને જાહેર કરવામાં આવેલા લેટર ડિલિવર થયા વગર ઈન્કમ ટેક્સ વિભાગમાં પાછા આવી ગયા છે. આ સ્કૂટની લેટર્સની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે.

  આ ટેક્સપેયર્સને કેમ મોકલવામાં આવી નોટિસ
  બિઝનેસ સ્ટાન્ડર્ડના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેક્સ ડિપાર્ટમેન્ટે કમ્પ્યુટર આસિસ્ટન્ટ સ્કૂટની સિલેક્શન સાઈકલને પૂરી રીતે તૈયાર કરી લીધી છે, જેમાં નવા સિસ્ટમ હેઠળ ટેક્સ તપાસ માટે 100 પેરામિટર્સને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, જે આધાર પર ટેક્સપેયર્સને નોટિસ આપવામાં આવી છે તેમાં વિદેશી ઈનકમ, હાઈ વેલ્યૂ ટ્રાન્જેક્શન, લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ વિશે ખોટી જાણકારી, ટીડીએસ ક્લેમ ટેક્સ ફોર્મ સાથે મેચ ન થતી હોય અને અચલ સંપત્તિ વિશે પૂરી જાણકારી આપવામાં ન આવી હોય.

  હાલમાં પૂરી રીતે ફેસલેસ નહી થાય એસેસમેન્ટ
  આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, શરૂઆતના એક્શન પ્લાન હેઠળ, હાલમાં ઈ-એસેસમેન્ટ પૂરી રીતે ફેસલેસ નહીં થાય, કેમ કે, અધિકારી ટેક્સપેયર્સની પ્રોફાઈલ વિશે જાણતા હશે અને નોટિસ સર્વ કરતા સમયે તેને જોઈ પણ શકે છે.

  ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા એસેસમેન્ટ મૉડ્યુલ હેઠળ 2019 CASS માટે ટેક્સ ઑથોરિટી નોટિસ સૅન્ટ્રલાઈજ્ડ રીતથી જનરેટ કરશે અને પછી એક બાય એક જાહેર કરશે. આ નોટિસ મોકલ્યા બાદ આગળ એસેસમેન્ટ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. તેને ઈનકમ ટેક્સ બિઝનેસ એપ્લિકેશન દ્વારા અધિકારી આ પ્રક્રિયાને પૂરી કરશે.
  Published by:kiran mehta
  First published: