નવી દિલ્હી : કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. હવે સપ્તાહમાં કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે. મજૂરી, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધ (Industrial Relations)અને વ્યવસાય સુરક્ષા (Occupation Safety), સ્વાસ્થ્ય અને કામ કરવાની સ્થિતિ પર ચાર લેબર કોડ (Labour Codes) આગામી વિત્ત વર્ષ 2022-23 (FY23)સુધી લાગુ કરી દેવાની સંભાવના છે. આ જાણકારી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 13 રાજ્યોએ આ કાનૂનોના ડ્રાફ્ટ રુલ્સને (Draft Rules)તૈયાર કરી લીધા છે.
કેન્દ્રએ આપ્યું નિયમોને અંતિમ રુપ
કેન્દ્રએ આ કોડના નિયમોને અંતિમ રૂપ આપી દીધું છે અને હવે રાજ્યોએ પોતાના તરફથી નિયમ બનાવવાના છે કારણ કે લેબર સમવર્તી સૂચીનો (Concurrent List)વિષય છે. અધિકારીએ કહ્યું કે ચાર લેબર કોડ આગામી વિત્ત વર્ષ સુધી લાગુ થવાની સંભાવના છે. અધિકારીએ કહ્યું ચાર લેબર કોડ આગામી વિત્ત વર્ષ 2022-23માં લાગુ થવાની સંભાવના છે કારણ કે મોટી સંખ્યામાં રાજ્યોએ તેના ડ્રાફ્ટ રુલ્સને અંતિમ રુપ આપી દીધું છે. કેન્દ્રએ ફેબ્રુઆરી 2021માં આ કોડના ડ્રાફ્ટ રુલ્સને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા પૂરી કરી લીધી હતી. જોકે લેબર એક સમવર્તી વિષ છે જેથી કેન્દ્ર ઇચ્છે છે કે રાજ્ય પણ તેને એક સાથે લાગુ કરે.
જાણકારી પ્રમાણે નવા ડ્રાફ્ટ કાનૂનમાં રોજના કામકાજના કલાકોને વધારીને 12 કરવાનો પ્રસ્તાવ છે. જોકે સપ્તાહમાં 48 કલાક જ કામ કરવું પડશે. જો કોઇ વ્યક્તિ રોજના 8 કલાક કામ કરશે તો તેને સપ્તાહમાં 6 દિવસ કામ કરવું પડશે જ્યારે 12 કલાક કામ કરનાર વ્યક્તિને સપ્તાહમાં 4 દિવસ જ કામ કરવું પડશે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો આ કાનૂન લાગુ થયા પછી કર્મચારીઓને એક કે બે દિવસના બદલે સપ્તાહમાં 3 દિવસની રજા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે નવો શ્રમ કાનૂન લાગુ થયા પછી કર્મચારીઓના હાથમાં આવતી સેલેરી (Salary Decrease)ઘટી જશે. જ્યારે કંપનીઓએ વધારે પીએફ ચુકવવું પડશે. નવા ડ્રાફ્ટ રુલ્સના નિયમ પ્રમાણે બેસિક સેલેરી (Basic Salary)કુલ વેતનની 50 ટકા કે વધારે હોવી જોઈએ. તેના કારણે મોટાભાગની કર્મચારીઓની સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફાર આવશે. બેસિક સેલેરી વધવાથી પીએફ અને ગ્રેજ્યુટી (PF & Gratuity)માટે કપાતા પૈસા વધી જશે. જો આમ થશે તો કર્મચારીઓની ટેક હોમ સેલેરી (Take home Salary) ઘટી જશે. જોકે રિટાયરમેન્ટ પર મળનાર પીએફ અને ગ્રેજ્યુટીના પૈસા વધી જશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર