બેંક બેલેન્સ રાખો તૈયાર! આ અઠવાડિયે ખુલશે 4 IPO, જાણો કઈ કંપનીમાં રોકાણ કરવા જેવું છે?

પ્રતીકાત્મક તસવીર

August IPO: ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં એક સાથે ચાર-ચાર કંપનીના આઈપીઓ ખુલી રહ્યા છે. જેના પગલે બજારમાં ખૂબ જ હલચલ જોવા મળી રહી છે.

  • Share this:
    મુંબઈ: ગત અઠવાડિયે બે આઈપીઓ ખુલ્યા હતા. જેમાં રોલેક્સ રિંગ્સ અને ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસનો સમાવેશ થાય છે. આ બંને કંપનીના શેર આજકાલમાં અલોટ થશે. ત્યારે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં એક સાથે ચાર-ચાર કંપનીના આઈપીઓ ખુલી રહ્યા છે. જેના પગલે બજારમાં ખૂબ જ હલચલ જોવા મળી રહી છે. આઈપીઓ ભરતા પહેલા ચારેય કંપની પર એક નજર કરી લઈએ.

    Windlas Biotech:

    ડૉમેસ્ટિક ફાર્માસ્યુટિકલ ફૉર્મ્યુલેશન કોન્ટ્રેક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMO)નો આઈપીઓ ચોછી ઓગસ્ટના રોજ ખુલશે. કંપની આઈપીઓ મારફતે 401.53 કરોડ રૂપિયા એકઠા કરશે. આ આઈપીઓની પ્રાઇસ બ્રેન્ડ 448-460 રૂપિયા છે. 165 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે જ્યારે વર્તમાન શેરધારકો 51,42,067 ઇક્વિટી શેર વેચશે. કંપનીનો ઇશ્યૂ છઠ્ઠી ઓગસ્ટના રોજ બંધ થશે.

    Windlas Biotech ફ્રેશ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ દહેરાદૂન ખાતે હયાત પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે વિવિધ સાધનો ખરીદવામાં કરશે. આ સાથે જ દહેરાદૂનના બીજા પ્લાન્ટમાં ઇન્જેક્ટેબલ ડોઝની ક્ષમતી વધારવા પર 50 કરોડ રૂપિયા, વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે 47.56 અને બાકી રકમ ચૂકવવા માટે 20 કરોડ રૂપિયાનો ઉપયોગ કરશે.

    આ પણ વાંચો: પરિવારમાં સભ્યોની સંખ્યા વધે ત્યારે આ રીતે વધારો વીમા કવચ અને મૂડી રોકાણનો વ્યાપ

    Devyani International IPO:

    ભારતમાં KFC, Pizza hut અને Costa Coffeeની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી કંપની દેવયાની ઈન્ટરનેશનલ લિમિટેડ (DIL)ના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી થઈ ગઈ છે. યમ બ્રાન્ડ (Yum Brands)ની સૌથી મોટી કંપની દેવયાની ઈન્ટરનેશનલ (Devyani International IPO)એ IPO માટે શેર દીઠ રૂ. 86-90ની પ્રાઈસ બેન્ડ નક્કી થઈ છે. પ્રાઇસ બેન્ડના અપર પ્રાઈઝ મુજબ કંપની પ્રાઇમરી માર્કેટમાંથી રૂ. 1,838 કરોડ રૂપિયા એકત્ર કરશે.

    આ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે આગામી અઠવાડિયે 4 ઓગસ્ટના રોજ ખુલશે અને 6 ઓગસ્ટ સુધી બીડ કરી શકાશે. IPO મારફતે કંપની દ્વારા રૂ. 440 કરોડના ફ્રેશ ઈશ્યૂ જાહેર કરવામાં આવશે. જ્યારે 15.53 કરોડ ઈક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS) મારફતે ઉપલબ્ધ કરાવાશે. વા ઇશ્યૂમાંથી ઊભા થયેલા ભંડોળમાંથી રૂ. 324 કરોડનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલના પૈસા કંપનીના શેરહોલ્ડર પાસે રહેશે.

    આ પણ વાંચો: શું છે e-RUPI, કેવી રીતે કરશે કામ? જાણો તમને મૂંઝવતા તમામ સવાલના જવાબ

    Exxaro Tiles IPO:

    વીટ્રીફાઇડ ટાઇલ્સ (Vitrified tiles) બનાવતી કંપની Exxaro Tiles તરફથી પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે 118-120 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ ચોથી ઓગસ્ટના રોજ ખુલશે જ્યારે છઠ્ઠી ઓગસ્ટના રોજ બંધ થશે. કંપની આઈપીઓ મારફતે 1,34,24,000 ઇક્વિટી શેર જાહેર કરશે. જેમાં 1,11,86,000 શેરનો ફ્રેશ ઇશ્યૂ હશે. સાથે જ 22,38,000 ઇક્વિટી શેરનો ઑફર ફૉર સેલ હશે. ઑફર ફૉર સેલમાં દીક્ષિત કુમાર પટેલ પોતાના શેર વેચશે.

    જેમાં 2,68,500 શેર કંપનીના કર્મચારીઓ માટે અનામત રહેશે. આઈપીઓની લોટ સાઇઝ 125 શેરના ગુણાંકમાં હશે. કંપની આઈપીઓમાંથી મળનારી રકમમાંથી 50 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે અને 45 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા માટે કરશે. Exxaro Tiles પાસે બે પ્લાન્ટ છે, જેની ક્ષમતા 1.2 કરોડ સ્ક્વેર મીટર છે. આ બંને પ્લાન્ટ ગુજરાતના વડોદરા અને હિંમતનગરમાં છે. કંપની પાસે 120 એકર જમીન અને પ્રતિ વર્ષ 94 લાખ સ્ક્વેર મીટર ઇન્સ્ટોલ્ડ પ્રોડક્શન ક્ષમતા છે. કંપનીની એક વર્ષ પહેલાની રેવન્યૂ લગભગ 244 કરોડ રૂપિયા અને નેટ પ્રૉફિટ 11.26 કરોડ હતો.

    આ પણ વાંચો: Rolex Rings અને Glenmark Life Sciences IPO: તમને શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો

    Krsnaa Diagnostics:

    કંપનીએ પોતાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 933-954 રાખી છે. આ આઈપીઓ ચોથી ઓગસ્ટના રોજ ખુલશે અને છઠ્ઠી ઓગસ્ટના રોજ બંધ થશે. આઈપીઓ મારફતે કંપની 1213.76 કરોડ રૂપિયા એકઠા કરશે. IPOમાં 400 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સ તરફથી 85.3 લાખ શેર વેચાણ માટે ઑફર ફૉર સેલ કરવામાં આવશે.

    આ પણ વાંચો: IRCTCની ખાસ ઑફર: રૂપિયા 11,340માં કરો ભારત દર્શન, 12D-11Nનું ખાસ પેકેજ, 29 ઓગસ્ટથી દોડશે ટ્રેન

    પબ્લિક ઑફરથી મળનારા ફંડનો ઉપયોગ પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ ખોલવા માટે કરશે. આ ઉપરાંત કંપની લગભગ 125 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરશે. જૂનના અંત સુધીમાં કંપની પર આશરે 142 કરોડ રૂપિયાનું દેવું હતું. ગત નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક 661.48 કરોડ રૂપિયા રહી હતી, જે તેના આગળના વર્ષમાં 271.38 કરોડ રૂપિયા હતી. કંપનીનો નેટ પ્રોફિટ 111.95 કરોડ રૂપિયાથી વધીને 184.93 કરોડ રૂપિયા હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: