મોટી રાહત: 39 જરૂરી દવાની કિંમત ઘટશે, જાણો સરકારનો પ્લાન અને દવાઓની આખી યાદી

39 નવી દવા જરૂરી દવાઓની યાદીમાં સામેલ (પ્રતીકાત્મક તસવીર)

Essential medicines list: અલગ અલગ બીમારીની સારવારમાં વપરાતી 39 પ્રકારની દવાની કિંમત હવે ઓછી થશે. હકીકતમાં કેન્દ્ર સરકારે આ દવાઓને જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી (National List of Essential Medicines)માં સામેલ કરી છે.

 • Share this:
  નવી દિલ્હી: કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે આમ આદમીને રાહત આપી છે. સરકારના એક નિર્ણયથી અલગ અલગ બીમારીઓની સારવાર માટે વાપરવામાં આવતી 39 દવાઓની કિંમત (39 drugs added in essential medicines list) ઘટી જશે. હકીકતમાં કેન્દ્ર સરકારે આ દવાઓને જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી (National List of Essential Medicines- NLEM)માં સામેલ કરી છે. જેમાં કોરોનાથી લઈને કેન્સર, ડાયાબિટીસ અને ટીબી જેવી બીમારીઓની સારવાર માટે વપરાતી દવા સામેલ છે.

  16 દવા લિસ્ટમાંથી બહાર

  39 દવાને સામેલ કરવા ઉપરાંત 16 દવાને આ લિસ્ટમાંથી બાકાત કરવામાં આવી છે. જેમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિકથી લઈને હાયપરટેન્શન સુધીની દવા સામેલ છે. આ લિસ્ટમાં સામેલ દવાઓની કિંમત સરકારી ફોર્મ્યુલા પ્રમાણે નક્કી થાય છે.

  લિસ્ટમાં સામેલ કરવામાં આવેલી દવા

  જે દવાઓની કિંમત ઘટશે તેમાંથી આઈઅવરમેક્ટિન દવાનો ઉપયોગ કોરોનાની સારવાર માટે થઈ રહ્યો છે. આ જ રીતે કેન્સરની સારવારમાં વાપરવામાં આવતી અઝાસિટીડાઇન અને ફ્લૂડારાબીન જેવી દવા, ટીબીની નવી દવા બિડેક્કિઅલિન અને ડેલામેનિડ સામેલ છે. ડાયાબિટીસ અને હાયપરટેન્શન એટલે કે હાઇ બ્લડપ્રેશરની દવા પણ સામેલ છે.

  NLEM 2021 2021માં હવે 399 આવશ્યક દવાઓના નામ સામેલ છે. આ તમામ દવાઓ પર સરકારની પ્રાઇસ કેપ છે, જેનાથી દર્દીઓની ઓછી કિંમતે દવાઓ મળી રહે.

  નીચેની દવા સસ્તી થશે

  >> Amikacin (antibiotic)
  >> Azacitidine (anti-cancer)
  >> Bedaquiline (anti-TB)
  >> Bendamustine Hydrochloride (anti-cancer)
  >> Buprenorphine ( opioid antagonists)
  >> Buprenorphine+Naloxone (opioid antagonists)
  >> Cefuroxime (antibiotic)
  >> Dabigatran (anticoagulant)
  >> Daclatasvir (antiviral)
  >> Darunavir+Ritonavir (antiretroviral)
  >> Delamanid (anti-TB)
  >> Dolutegravir (antiretroviral)
  >> Fludarabine (anti-cancer)
  >> Fludrocortisone (corticosteroid)
  >> Fulvestrant (anti-cancer)
  >> Insulin Glargine (anti-diabetes)
  >> Irinotecan HCL Trihydrate (anti-cancer)
  >> Itraconazole (antifungal)
  >> Ivermectin (anti-parasitic)
  >> Lamivudine (antiretroviral)
  >> Latanoprost (treat ocular hypertension)
  >> Lenalidomide (anti-cancer)
  >> Montelukast (anti-allergy)
  >> Mupirocin (topical antibiotic)
  >> Nicotine replacement therapy
  >> Nitazoxanide (antibiotic)
  >> Ormeloxifene (oral contraceptive)
  >> Phenoxymethyl penicillin (antibiotic)
  >> Procaine Benzylpenicillin (antibiotic)
  >> Rotavirus vaccine
  >> Secnidazole (anti-microbial)
  >> Teneligliptin (anti-diabetes)
  >> Tenofovir+Lamivudine+Dolutegravir (antiretroviral)
  >> Tenofovir+Alafenamide Fumarate (TAF) (antiretroviral)
  >> Terbinafine (antifungal)
  >> Valganiclovir (antiviral)

  આ દવાઓને યાદીમાંથી બહાર કરવામાં આવી.

  >> Alteplase (clot buster)
  >> Atenolol (anti-hypertension)
  >> Bleaching Powder, Cetrimide (antiseptic)
  >> Erythromycin (antibiotic)
  >> Ethinylestradiol+Norethisterone (birth control)
  >> Ganciclovir (antiviral)
  >> Lamivudine+Nevirapine+Stavudine (antiretroviral)
  >> Leflunomide (antirheumatic)
  >> Nicotinamide (Vitamin-B)
  >> >> Pegylated interferon alfa 2a
  >> Pegylated interferon alfa 2b (antiviral)
  >> Pentamidine (antifungal)
  >> Prilocaine+Lignocaine (anesthetic)
  >> Rifabutin (antibiotic)
  >> Stavudine+Lamivudine (antiretroviral)
  >> Sucralfate (anti-ulcer)

  ઉપરની તમામ દવાઓને હવે જરૂરી દવાઓની યાદીમાં સામેલ કરવામાં આવતા તેમની કિંમતમાં ઘટાડો થશે. આ દવાઓ બનાવતી કંપનીઓે હવે સરકારે નક્કી કરેલી મર્યાદામાં રહીને કિંમત નક્કી કરવી પડશે. જેનો સીધો ફાયદો આ દવાનો ઉપયોગ કરનારા લોકોને મળશે. એટલે કે એવા લોકો માટે આ એક મોટી રાહત કહેવાશે.
  Published by:Vinod Zankhaliya
  First published: