Home /News /business /

350 સ્મોલકેપ શેરમાં 103 ટકા સુધીની તેજી, તમારા પોર્ટફોલિયોમાં કોઇ શેર છે?

350 સ્મોલકેપ શેરમાં 103 ટકા સુધીની તેજી, તમારા પોર્ટફોલિયોમાં કોઇ શેર છે?

સ્મોલકેપ શેરમાં 103 ટકા સુધીની તેજી

small caps gain: ભારતીય શેર બજારમાં જુલાઇના બીજા સપ્તાહથી તેજી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટના સહકાર અને એફઆઇઆઇની વેચવાલીમાં ઘટાડાથી નિફ્ટી 17000ના સ્તરથી ઉપર બંધ થવામાં સફળ રહ્યો હતો.

    નવી દિલ્હી: ભારતીય શેર બજારમાં જુલાઇના બીજા સપ્તાહથી તેજી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટના સહકાર અને એફઆઇઆઇની વેચવાલીમાં ઘટાડાથી નિફ્ટી 17000ના સ્તરથી ઉપર બંધ થવામાં સફળ રહ્યો હતો. સાથે જ રૂપિયામાં સુધારો, મજબૂત ત્રિમાસિક પરિણામો અને સારા વરસાદને લીધે પણ બજારને સપોર્ટ મળ્યો છે.

    આ સપ્તાહે BSE સેન્સેક્સ 1,498.02 પોઇન્ટ એટલે કે 2.67 ટકા વધીને 57,570.25 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 438.85 પોઇન્ટ એટલે કે 2.62 ટકા વધીને 17158.3 પર બંધ થયો છે. જુલાઇમાં બન્ને સૂચકાંકમાં 8.5 ટકાનો વધારો થયો છે.

    સેક્ટર પ્રમાણે વાત કરીએ તો, મેટલ શેરોમાં સૌથી વધુ મજબૂતી જોવા મળી. નિફ્ટી મેટલ 29 જુલાઇએ પૂરા થતાં સપ્તાહમાં 7.7 ટકાના વધારા સાથે બંધ થયો હતો. જે બાદ નિફ્ટી મીડિયા છે જેમાં 5 ટકા તેજી આવી છે. 3.5 ટકા તેજી સાથે નિફ્ટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ ત્રીજા નંબરે છે.

    29 જુલાઇએ પૂરા થતાં સપ્તાહમાં મિડકેપ 1.6 ટકા, સ્મોલકેપ 1 ટકા અને લાર્જકેપ 2.5 ટકાની તેજી સાથે બંધ થયા હતા. જો સમગ્ર જુલાઇ મહિનાની વાત કરવામાં આવે તો સ્મોલ કેપ અને લાર્જકેપ 9-9 ટકા અને મિડકેપ 10.7 ટકા ઉચકાયા છે.

    પાછલા સપ્તાહે એફઆઇઆઇએ 145.87 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. જોકે, આ દરમિયાન ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2,238.51 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. જ્યારે જુલાઇ મહિનામાં એફઆઇઆઇએ 6567.71 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ડીઆઇઆઇએ 10,546.02 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

    આ પણ વાંચો: Zomato, PayTM, Nykaa: આ ટેક સ્ટોક્સમાં ક્યારે આવશે તેજી, જાણો એનાલીસ્ટનો મત

    આ શેરોમાં રહી તેજી

    આ દરમિયાન 350થી વધુ સ્મોલ કેપ શેરોમાં 10-103 ટકા સુધીની તેજી જોવા મળી હતી. પીસી જ્વેલર્સ, બ્રાઇટકોમ ગ્રુપ, શ્રી રયાલાસીમા, હાઇ સ્ટ્રેન્થ, લાથ સુપરજેનેરિક્સ, અનંત રાજ, બજાજ હેલ્થકેર, લ્યુમેક્સ ઓટો, એસ્ટ્રા માઇક્રોવેબ પ્રોડક્ટ્સ, ડીલિંગ ઇન્ડિયા, નવકર કોર્પોરેશન અને એજીઆઇ ગ્રીનપેકના શેરોમાં 40થી 103 ટકાની તેજી આવી છે.

    બીજી બાજુ, ટાનલા પ્લેટફોર્મ્સ, બજાજ હિંદુસ્તાન શુગર, નજારા ટેક, મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ, બિડલા ટાયર્સ, sharda cropchem, KBC Global, Gayatri Projects, Dhanvarsha Finvest, Khaitan Chemicales and Fertilizers, Dish TV India, Chennai Petroleum Corporation, NIIT, Tata Teleservices (Maharashtra) અને Future Retailમાં 10-30 ટકાની તેજી આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Business news, MultiBaggar Stock, Share market, Share price

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन