Home /News /business /દર મહિને 3 સિલેન્ડર ફ્રીમાં જોઇતાં હોય તો પહેલાં કરો આ કામ, આજે છેલ્લો દિવસ

દર મહિને 3 સિલેન્ડર ફ્રીમાં જોઇતાં હોય તો પહેલાં કરો આ કામ, આજે છેલ્લો દિવસ

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારી સ્કીમોનો લાભ લેવા માટે જરૂરી કેટલાક કામ આજે જ પૂરા કરવા પડશે

નવી દિલ્હી: જુલાઇ મહિનાનો છેલ્લો દિવસ ઘણો મહત્વપૂર્ણ બની રહ્યો છે. આજે આવકવેરા રિટર્ન ફાઇલ (ITR filing) કરવાનો છેલ્લો દિવસ છે. સાથે જ જો તમે મફતમાં એલપીજી સિલેન્ડર લેવા માગો છો તો રાશન કાર્ડ સાથે ગેસ કનેક્શન (gas connection)નું કાર્ડ લિંક કરવું પડશે.  સાથે જ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારી સ્કીમોનો લાભ લેવા માટે જરૂરી કેટલાક કામ આજે જ પૂરા કરવા પડશે. પીએમ કિસાન યોજના (pm kisan yojana) હેઠળ 12માં હપ્તા માટે ઇ-કેવાયસી (e-KYC) કરાવવાનું છે. જો તમે આ સરકારી યોજનાઓનો લાભ લેવા માગો છો, તો તેઓ ત્રણ દિવસમાં પોતાનું કામ નિપટાવી લે.નવી દિલ્હી: જુલાઇ મહિનાનો છેલ્લો દિવસ ઘણો મહત્વપૂર્ણ બની રહ્યો છે. આજે આવકવેરા રિટર્ન ફાઇલ (ITR filing) કરવાનો છેલ્લો દિવસ છે. સાથે જ જો તમે મફતમાં એલપીજી સિલેન્ડર લેવા માગો છો તો રાશન કાર્ડ સાથે ગેસ કનેક્શન (gas connection)નું કાર્ડ લિંક કરવું પડશે.  સાથે જ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારી સ્કીમોનો લાભ લેવા માટે જરૂરી કેટલાક કામ આજે જ પૂરા કરવા પડશે. પીએમ કિસાન યોજના (pm kisan yojana) હેઠળ 12માં હપ્તા માટે ઇ-કેવાયસી (e-KYC) કરાવવાનું છે. જો તમે આ સરકારી યોજનાઓનો લાભ લેવા માગો છો, તો તેઓ ત્રણ દિવસમાં પોતાનું કામ નિપટાવી લે.

1 રાશન કાર્ડ હોલ્ડરને મળશે 3 ફ્રી સિલેન્ડર

સરકાર તરફથી આપવામાં આવતાં ફ્રી ગેસ સિલેન્ડર (gas cylinder)નો તમે પણ લાભ લઇ શકો છો. જો તમારી પાસે અન્ત્યોદય કાર્ડ છે તો તમે ફ્રી સિલેન્ડરનો લાભ લઇ શકો છો. ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રાશન કાર્ડધારકને વાર્ષિક ત્રણ એલપીજી સિલેન્ડર મફત આપવામાં આવશે. સરકારે મફત સિલેન્ડર મેળવવા માટે કેટલાક નવા નિયમો પણ સામેલ કર્યા છે. આ નિયમોના પાલન બાદ લોકોને મફત સિલેન્ડર મળી શકશે. લાભાર્થી ઉત્તરાખંડના નિવાસી હોવા જરૂરી છે. સાથે જ અન્ત્યોદય રાશન કાર્ડધારકોનું ગેસ કનેક્શન કાર્ડથી લિંક હોવું જરૂરી છે. આ લિંક 31 જુલાઇ, 2022 સુધી કરાવવું પડશે. જોકે, બની શકે છે કે સરકાર ડેડલાઇન લંબાવે.

આ પણ વાંચો: આજે IT રિટર્ન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ, કાલ સુધી ભરાયા કરોડો રિટર્ન

2 ફાઇલ કરો આઇટીઆર

આવકવેરા વિભાગે શનિવારે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપતાં કરદાતાઓને છેલ્લી તારીખ (last day) 31 જુલાઇ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા અનુરોધ કર્યો છે. સાથે જ કહ્યું કે, લેટ ફીથી બચવા માટે નક્કી સમય સુધી રિટર્ન જમા કરાવો.

3 પીએમ કિસાન યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોને સરકારનો 12મો હપ્તો મેળવવો હોય, તો આગામી પાંચ દિવસમાં ઇ-કેવાયસી કરાવી લેવું. સરકારે ઇ-કેવાયસીની ડેડલાઇન 31 જુલાઇ, 2022 રાખી છે. તેથી તરત જ ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે.

4 ઇલેક્ટ્રિક વ્હીકલ પર સબસિડી

ગોવા સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ પર સબસિડી આપી રહી છે. આ માટે 31 જુલાઇ સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવું પડશે અને સબસિડી માટે એપ્લાય કરવાનું રહેશે. ટૂ-વ્હીલર પર 30 હજાર રૂપિયા, થ્રી વ્હીલર પર 60 હજાર રૂપિયા અને ફોર વ્હીલર પર ત્રણ લાખ રૂપિયા સુધી સબસિડી આપશે.

5 વધી જશે સિલેન્ડરની કિંમત

દર મહિનાની પહેલી તારીખે સિલેન્ડરની કિંમત નક્કી થાય છે. 1 ઓગસ્ટે પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સિલેન્ડરના રેટ નક્કી કરશે. મનાય છે કે, આ વખતે કંપનીઓ રેટ વધારી શકે છે. આવામાં જો તમે સસ્તામાં સિલેન્ડર લેવા માગો છો તો પાંચ દિવસની અંદર બુકિંગ કરાવી લો.
First published:

Tags: Business news, Cylinder, Last Day