Home /News /business /Primary Market Action: આવતા અઠવાડિયે 3 IPOનું આગમન, 2 શેર્સનું થશે લિસ્ટિંગ

Primary Market Action: આવતા અઠવાડિયે 3 IPOનું આગમન, 2 શેર્સનું થશે લિસ્ટિંગ

આવતા અઠવાડિયે આવશે ત્રણ આઈપીઓ.

Upcoming IPOs: પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસે પોતાના IPOની પ્રાઇસ બેન્ડ 595-630 રૂપિયા નક્કી કરી છે. આ IPO 10 મેના રોજ ખુલશે અને 12 મેના રોજ બંધ થશે.

નવી દિલ્હી: હાલ એલઆઈસીના આઈપીઓ (LIC IPO)ને લઈ બજાર ગરમ છે. LICનો IPO 9 મેના રોજ બંધ થશે અને 12 મેના રોજ શેરની ફાળવણી થશે. આ IPO ભારતના મૂડી બજારના ઇતિહાસમાં અત્યારસુધીનો સૌથી મોટો IPO છે. આ IPO દ્વારા કંપની 21,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. 5 મે સુધી આ IPO 1.03 ગણો ભરાયો છે. ભારતના ઇતિહાસમાં આ પહેલો એવો IPO છે, જે સપ્તાહના અંતે પણ ખુલ્લો રહેશે. ત્યારે આગામી અઠવાડિયામાં શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી શકે છે. આવતા સપ્તાહે 3 IPOનું આગમન અને 2 શેર્સનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે.

પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસ (Prudent Corporate Advisory Services Ltd)


પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસે પોતાના IPOની પ્રાઇસ બેન્ડ 595-630 રૂપિયા નક્કી કરી છે. આ IPO 10 મેના રોજ ખુલશે અને 12 મેના રોજ બંધ થશે. જ્યારે એન્કર રોકાણકારો માટે તેની બોલી 9 મેના રોજ થશે. આ શેર 23 મેના રોજ NSE અને BSE પર લિસ્ટ થશે. તે IPO સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ હશે.

આ ઓફર ફોર સેલ હેઠળ કંપનીના પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સ 85.5 લાખ શેર વેચશે અને ઑફર હેઠળ Wagner તરફથી 82.8 લાખ શેર વેચવામાં આવશે. શિરીષ પટેલ લગભગ 26 લાખ શેર વેચશે. Wagner 39.91 ટકા જ્યારે શિરીષ પટેલનો 3.15 ટકા હિસ્સો છે. આ IPO દ્વારા કંપની 538.61 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર ICICI સિક્યોરિટીઝ, Axis Capital અને Equirus Capital છે.

પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશનના વ્યવસાયમાં છે. આ ઉપરાંત કંપની વીમા, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કીમ, વૈકલ્પિક રોકાણ ભંડોળ, કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ્સ, અનલિસ્ટેડ ઇક્વિટીઝ, સ્ટોક બ્રોકિંગ સોલ્યુશન્સ, સિક્યોરિટીઝ પર લોન, એનપીએસ જેવા બિઝનેસમાં પણ છે. કંપની થર્ડ પાર્ટી તરફથી તેમના ઉત્પાદનના ડિસ્ટ્રીબ્યુશન માટેના કમિશન પર કામ કરે છે.

ડેલ્હીવરી લિમિટેડ (Delhivery ltd)


લોજિસ્ટિક્સ સેક્ટરની કંપની ડેલ્હીવરી લિમિટેડ (Delhivery Ltd)નો ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) 11 મેથી રોકાણકારો માટે ખુલી રહ્યો છે અને તેમાં 13 મે સુધી બીડ લગાવી શકાશે. કંપનીએ તેના આઈપીઓ માટે શેર દીઠ રૂ. 462થી 487ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ રીતે 487 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ પર કંપનીની કિંમત લગભગ 35,283 કરોડ રૂપિયા ગણાય છે.

કંપની પોતાના IPOથી 5,235 કરોડ રૂપિયા એકત્ર કરશે. જોકે, પહેલા તેની યોજના તેમાંથી 7,460 કરોડ રૂપિયા એકત્ર કરવાની હતી. શેરની ફાળવણી 19 મેના રોજ થશે અને કંપની 24 મેના રોજ સ્ટોક એક્સચેંજમાં લિસ્ટ થઈ શકે છે.

કંપની પોતાના IPO હેઠળ 4,000 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જ્યારે કંપનીના રોકાણકારો અને પ્રમોટરો વતી 1,235 કરોડ રૂપિયાના શેર વેચવા માટે મૂકવામાં આવશે. આ અંતર્ગત ફોસુન ગ્રુપની માલિકીનું ચાઇના મોમેન્ટમ ફંડ તેની સહયોગી કંપની ડેઇલી CMF પીટીઇ લિમિટેડ મારફતે 200 કરોડ રૂપિયાના શેર વેચશે.

આ IPO 11 મેના રોજ ખુલશે અને 13 મેના રોજ બંધ થશે, જ્યારે તેની એન્કર ઇન્વેસ્ટર બુક 10 મેના રોજ ખુલશે. IPOમાં 50.74 લાખ શેરનો ફ્રેશ ઇશ્યૂ હશે. કંપની IPOના પૈસાનો ઉપયોગ તેની ક્ષમતા વિસ્તરણ, ટેક્નોલોજી અપગ્રેડ માટે કરશે.

આ પણ વાંચો: બ્રોકરેજ હાઉસોએ આ 10 શેરનો ટાર્ગેટ વધાર્યો, શું તમારી પાસે છે?

વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ (Venus Pipes and Tubed)


આગામી અઠવાડિયે લોંચ થનારો બીજો આઈપીઓ વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ છે. આ આઈપીઓ 11મી તારીખે ખુલીને 13મી મેના રોજ બંધ થશે. એન્કર રોકાણકારો માટે આઈપીઓ 10મી મેના રોજ ખુલશે. આ આઈપીઓ ફ્રેશ ઇશ્યૂ હશે. જેમાં 50.74 લાખ શેર બહાર પાડવામાં આવશે. કંપની આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ ક્ષમતાનો વિસ્તાર કરવા, ટેક્નોલોજી અપગ્રેડ કરવામાં કરશે.

કેમ્પસ એક્ટિવવેર આઈપીઓ


ભારતની સૌથી મોટી સ્પોર્ટ અને એથલીઝર ફૂટવેર બ્રાન્ડ Campus Activewearના શેર 9 મેના રોજ BSE અને NSE પર લિસ્ટ કરવામાં આવશે. 26-28 એપ્રિલ વચ્ચે ખુલેલ આ IPO ઈશ્યૂમાં 51.75 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. IPO વોચના ડેટા મુજબ આ સ્ટોકનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 75 રૂપિયા પ્રતિ શેર પર ચાલી રહ્યું છે, એટલે કે ગ્રે માર્કેટમાં તેની કિંમત તેના અંતિમ ઈશ્યૂ પ્રાઇસથી 25 ટકા વધારે જોવા મળી રહી છે. સામાન્ય રીતે રોકાણકારો શેરની લિસ્ટિંગ કિંમતનો અંદાજ કાઢવા માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ પર નજર રાખે છે.

આ પણ વાંચો: ભારતમાં કેટલા પ્રકારના ડેબિટ કાર્ડ ઉપલબ્ધ છે? શું તમે જાણો છો?

રેઈન્બો ચિલ્ડ્રન્સ મેડિકેર


મલ્ટિ-સ્પેશિયાલિટી પીડિયાટ્રિક અને ગાયનેકોલોજી હોસ્પિટલ ચેઇન રેઈન્બો ચિલ્ડ્રન્સ મેડિકેરને 10 મેના રોજ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવશે. રેઈન્બોનો આઈપીઓ 27-29 એપ્રિલ વચ્ચે ખુલ્યો હતો અને તે 12.43 ગણો ભરાયો હતો. ફાઇનલ ઇશ્યૂ પ્રાઇસ 542 રૂપિયા હતી. જ્યારે શેર ગ્રે માર્કેટમાં તેના ઇશ્યૂ પ્રાઇસથી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, IPO, LIC IPO, Share market, Stock market

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો