Home /News /business /Hot Stocks: આજના ત્રણ દમદાર સ્ટૉક, જેમાં 2-3 અઠવાડિયામાં થઈ શકે જોરદાર કમાણી

Hot Stocks: આજના ત્રણ દમદાર સ્ટૉક, જેમાં 2-3 અઠવાડિયામાં થઈ શકે જોરદાર કમાણી

મલ્ટીબેગર સ્ટૉક

Hot Stocks: વીકલી ચાર્ટ પર નજર કરીએ તો નિફ્ટી 21 વીક EMAના નજીકના સપોર્ટ પર નજરે પડી રહ્યો છે, જે નિફ્ટી માટે ખૂબ ખાસ છે.

    મુંબઈ. Rohan Patil, Bonanza Portfolio: આઠમી ડિસેમ્બરના રોજ સેન્સેક્સ-નિફ્ટી (Sensex-Nifty)માં ગેપઅપ ઑપનિંગ જોવા મળી હતી. સારા વૈશ્વિક સંકેતના પગલે બજારમાં સારી એવી તેજી જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ-નિફ્ટી 1.5 ટકાથી વધુની તેજી સાથે બંધ રહેવામાં સફળ રહ્યા હતા. એક પછી એક સતત બીજા દિવસે 1 ટકા કરતા વધારે તેજી સાથે માર્કેટ બંધ (Indian share market) રહેતા જોરદાર શોર્ટ કવરિંગનો સંકેત આપે છે. જોકે, નિફ્ટી માટે 21-50DMA નજીક રેજિસ્ટન્સ નજરે પડે છે.

    જો નિફ્ટી 17,600 ઉપર મજબૂતી બતાવે છે તો જ લોઅર હાઈ અને લાઓર લો ફોર્મેશન અપ્રભાવી સાબિત થશે. જ્યાં સુધી આવું નથી થયું ત્યારે સુધી બે દિવસમાં આવેલી તેજીને શોર્ટ ટર્મ પુલબેકના રૂપમાં જ જોવી જોઈએ. બજારના ઓવરઑલ ઑપ્શન ડેટાથી આ વાતને સંકેત મળે છે કે નિફ્ટી 17,000-17,600ના દાયરામાં બિઝનેસ કરતો નજરે પડશે.

    વીકલી ચાર્ટ પર નજર કરીએ તો નિફ્ટી 21 વીક EMAના નજીકના સપોર્ટ પર નજરે પડી રહ્યો છે, જે નિફ્ટી માટે ખૂબ ખાસ છે. RSI (14) D અને સ્ટૉકકેસ્ટિક જેવા મોમેન્ટ પણ ડેલી ચાર્ટમાં કૉર્સ ઓવર મૉમેન્ટમ બતાવી રહ્યા છે. નિફ્ટી 17,600ના હર્ડલ ઝોન નજીક પહોંચી ગયો હોવાનું નજરે પડી રહ્યું છે. જો નિફ્ટી 17,600 ઉપર રહેવામાં સફળ રહે છે તો ફરી 18,000નું આગમી લેવલ જોવા મળી શકે છે. નિફ્ટી માટે 17,100 અને 16,900ના સ્તર પર ઇમીડીએટ સપોર્ટ છે.

    આજના ત્રણ BUY કૉલ જેમાં 2-3 અઠવાડિયામાં થઈ શકે છે સારી કમાણી

    Adani Ports: Buy | LTP: Rs 761.40 | આ શેરમાં 730 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 810 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 6.4 ટકાનું વળતર મળવાની સંભાવના છે.

    Glaxosmithkline Pharmaceuticals: Buy | LTP: Rs 1,841.40 | આ શેરમાં 1,748 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,000 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 8.60 ટકાનું વળતર મળવાની સંભાવના છે.

    National Aluminium Company: Buy | LTP: Rs 98.30 | આ શેરમાં 93 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 107.20 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 9.1 ટકાનું વળતર મળવાની સંભાવના છે.

    આ પણ વાંચો: Penny stocks: 6 પેની સ્ટોક્સ જેમાં રોકાણકારોને એક વર્ષમાં મળ્યું 28,000% સુધી વળતર

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Hot stocks, Investment, Share market, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन