Home /News /business /

Hot Stocks: બજારમાં તેજીનો સંકેત, 2-3 અઠવાડિયામાં આ ત્રણ શેર કરાવી શકે છે મોટી કમાણી

Hot Stocks: બજારમાં તેજીનો સંકેત, 2-3 અઠવાડિયામાં આ ત્રણ શેર કરાવી શકે છે મોટી કમાણી

હોટ સ્ટૉક્સ

Hot stocks: GEPL Capital બ્રોકરેજ હાઉસના Vidnyan Sawant નો અભિપ્રાય છે કે, નિફ્ટી માટે ઉપરની બાજુએ 18,210 અને 18,604 પર રેજિસ્ટન્સ નજરે પડે છે. નીચેની તરફ 17,380 અને 16,830ના સ્તર પર સ પોર્ટ નજરે પડી રહ્યો છે.

    મુંબઇ. Vidnyan Sawant, GEPL Capital: ભારતીય શેર બજાર (Indian share Market)માં હાલ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યું છે. નિફ્ટી (Nifty50) 18,604 ટૉપથી 12 ટકા ઘટાડા બાદ 16,400-16,370ના ઝોનમાં બૉટમ આઉટ થતો જોવા મળી રહ્યો છે અને હાયર ટૉપ અને હાયર બૉટમ બનાવીને ઉપર તરફ ગયો છે. આ ઉપરાંત તે પોતાના પાંચ અઠવાડિયાના હાઈથી ઉપર બની રહ્યો છે. જે એ વાતનો સંકેત આપે છે કે નિફ્ટીએ ફરી એકવાર તેજી પકડી લીધી છે.

    ડેલી ચાર્ટ પર નિફ્ટી 20, 50, 100 અને 200 દિવસ જેવી તમામ મહત્ત્વની મૂવિંગ એવરેજથી ઉપર ટકી રહ્યો છે, જે મધ્યમથી લાંબા ગાળે બજારમાં તેજી ચાલુ રહેશે તેનો સંકેત છે. જોકે, RSI જેવા મોમેન્ટમ ઇન્ડિકેટર તમામ ટાઇમફ્રેમ 60થી ઉપર બની રહ્યો છે. જે એ વાતનો સંકેત આપે છે કે મધ્યમથી લાંબા સમયમાં બજારમાં તેજીની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

    નિફ્ટી માટે ઉપરની બાજુએ 18,210 અને 18,604 પર રેજિસ્ટન્સ નજરે પડે છે. નીચેની તરફ 17,380 અને 16,830ના સ્તર પર સપોર્ટ નજરે પડી રહ્યો છે. આ તમામ ગતિવિધિ વચ્ચે GEPL Capital ના Vidnyan Sawant તમારા માટે ત્રણ હૉટ સ્ટૉક લાવ્યા છે. આ સ્ટૉકમાં તમને બેથી ત્રણ અઠવાડિયામાં સારું એવું વળતર મળી શકે છે. આ ત્રણેય સ્ટૉક પર એક નજર કરીએ.

    ત્રણ શેર જેના પર દાવ રમી શકાય:

    Pidilite Industries: Buy | LTP: Rs 2,646 | આ શેરમાં 2,530 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,845-3,003 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપવામાં આવે છે. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 7.5-13.5 ટકાની તેજી જોવા મળી શકે છે.

    HDFC Bank: Buy | LTP: Rs 1,539.75 | આ શેરમાં 1,400 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,725-1,804 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપવામાં આવે છે. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 12-17 ટકાની તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: 2022ના વર્ષમાં આ બે શેર આપી શકે છે મોટું વળતર

    Asian Paints: Buy | LTP: Rs 3,514.65 | આ શેરમાં 3,330 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 3,835-4,102 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપવામાં આવે છે. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 9-17 ટકાની તેજી જોવા મળી શકે છે.

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર